માર્ક Chapter 14 GUJIRV Bible Verse Images

માર્ક 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share માર્ક 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


માર્ક 14:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે બે દિવસ પછી પાસ્ખા તથા બેખમીર રોટલીનું પર્વ હતું; અને કેવી રીતે ઈસુને દગાથી પકડીને મારી નાખવા એ વિષે મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ શોધ કરતા હતા.

માર્ક 14:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ કહ્યું કે, ‘પર્વમાં નહિ કેમ કે રખેને ત્યાં લોકોમાં હુલ્લડ થાય.’”

માર્ક 14:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા અને જમવા બેઠા હતા, ત્યારે એક સ્ત્રી શુદ્ધ જટામાંસીનું અતિ મૂલ્યવાન અત્તર ભરેલી સંગેમરમરની ડબ્બી લઈને આવી; અને એ ડબ્બી ભાંગીને તેણે ઈસુના માથા પર અત્તર રેડ્યું.

માર્ક 14:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ કેટલાક પોતાના મનમાં રોષે ભરાઈને કહેવા લાગ્યા કે, ‘અત્તરનો બગાડ શા માટે કર્યો?

માર્ક 14:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે એ અત્તર ત્રણસો દીનાર કરતાં વધારે કિંમતે વેચી શકાત. અને એ પૈસા ગરીબોને અપાત.’” તેઓએ તેની વિરુદ્ધ કચકચ કરી.

માર્ક 14:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેને રહેવા દો; તેને કેમ સતાવો છો? તેણે મારા પ્રત્યે સારુ કામ કર્યું છે.

માર્ક 14:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ગરીબો સદા તમારી સાથે છે. જયારે તમે ચાહો ત્યારે તેઓનું ભલું કરી શકો છો; પણ હું સદા તમારી સાથે નથી.

માર્ક 14:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે તેનાથી થઈ શક્યું તે તેણે કર્યું છે; દફનને સારુ અગાઉથી તેણે મારા શરીરને અત્તર લગાવ્યું છે.

માર્ક 14:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી હું તમને નિશ્ચે કહું છું કે, આખી દુનિયામાં, જ્યાં કંઈ સુવાર્તા પ્રગટ કરાશે, ત્યાં આ સ્ત્રીએ જે સેવા કરી છે તે તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.’”

માર્ક 14:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બારમાંનો એક, એટલે યહૂદા ઇશ્કારિયોત, મુખ્ય યાજકોની પાસે ગયો, એ સારુ કે તે ઈસુને ધરપકડ કરીને તેઓના હાથમાં સોંપશે.

માર્ક 14:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તે સાંભળીને ખુશ થયા; અને તેને પૈસા આપવાનું વચન આપ્યું. ત્યારથી તે ઈસુની ધરપકડ કરવાની તક શોધતો રહ્યો.

માર્ક 14:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’”

માર્ક 14:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ પોતાના શિષ્યોમાંના બે શિષ્યોને મોકલ્યા અને તેઓને કહ્યું કે, ‘શહેરમાં જાઓ, પાણીનો ઘડો લઈને જતો એક માણસ તમને મળશે; તેની પાછળ જજો.

માર્ક 14:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જે ઘરમાં તે જાય તેના માલિકને પૂછજો કે, “ઉપદેશક કહે છે કે, મારી ઊતરવાની ઓરડી ક્યાં છે કે, જેમાં હું મારા શિષ્યો સાથે પાસ્ખા ખાઉં?”

માર્ક 14:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતે તમને એક મોટી મેડી શણગારેલી અને તૈયાર કરેલી બતાવશે. ત્યાં આપણે સારું પાસ્ખા તૈયાર કરો.’”

માર્ક 14:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિષ્યો શહેરમાં આવ્યા અને જેવું ઈસુએ તેઓને કહ્યું હતું તેવું તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યુ.

માર્ક 14:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.

માર્ક 14:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેઓ બેસીને ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે, ‘હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંનો એક, જે મારી સાથે ખાય છે, તે મને ધરપકડ કરશે.’”

માર્ક 14:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ દુ:ખી થઈ ગયા; અને એક પછી એક ઈસુને કહેવા લાગ્યા કે, ‘શું તે હું છું?’”

માર્ક 14:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને કહ્યું કે, ‘બારમાંનો એક, જે મારી સાથે થાળીમાં રોટલી બોળે છે તે જ તે છે.

માર્ક 14:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે માણસના દીકરા સંબંધી જેમ લખ્યું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસના દીકરાની ધરપકડ કરાવે છે, તે માણસને અફસોસ. જો તે માણસ જન્મ્યો ન હોત, તો તે તેને માટે સારું હોત.’”

માર્ક 14:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ જમતા હતા, ત્યારે ઈસુએ રોટલી લઈને આશીર્વાદ માગીને ભાંગી અને તેઓને આપી; અને કહ્યું કે, ‘લો, આ મારું શરીર છે.’”

માર્ક 14:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેમણે તેઓને આપ્યો; અને બધાએ તેમાંથી પીધું.

માર્ક 14:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેઓને કહ્યું કે, નવા કરારનું આ મારું રક્ત છે, જે ઘણાંને માટે વહેડાવવામાં આવ્યું છે.

માર્ક 14:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને નિશ્ચે કહું છું કે, જે દિવસે હું ઈશ્વરના રાજ્યમાં નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું ફરી દ્રાક્ષનો રસ પીનાર નથી.’”

માર્ક 14:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

માર્ક 14:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેઓને કહ્યું કે, ‘તમે સઘળા મારાથી દૂર થઈ જશો, કેમ કે એવું લખેલું છે કે, હું પાળકને મારીશ અને ઘેટાં વિખેરાઈ જશે.

માર્ક 14:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પરંતુ મારા પાછા ઊઠ્યાં પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.’”

માર્ક 14:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતરે ઈસુને કહ્યું કે, ‘જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.’”

માર્ક 14:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ તેને કહે છે, કે ‘હું તને નિશ્ચે કહું છું કે, આજે રાત્રે જ મરઘો બે વાર બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરીશ.’”

માર્ક 14:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેણે વધારે હિંમતથી કહ્યું કે, ‘મારે તમારી સાથે મરવું પડે, તોપણ હું તમારો નકાર નહિ કરું’. બીજા બધાએ પણ એમ જ કહ્યું.

માર્ક 14:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ગેથસેમાને નામે એક જગ્યાએ આવે છે; ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘હું પ્રાર્થના કરું, ત્યાં સુધી અહીં બેસો.’”

માર્ક 14:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ પોતાની સાથે પિતરને, યાકૂબને તથા યોહાનને લઈ ગયા અને ઈસુ બહુ અકળાવા તથા ઉદાસ થવા લાગ્યા.

માર્ક 14:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ તેઓને કહે છે, ‘મારો જીવ મરવા જેવો અતિ શોકાતુર છે; અહીં રહીને જાગતા રહો.’”

માર્ક 14:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે થોડેક આગળ જઈને જમીન પર પડીને પ્રાર્થના કરી કે, શક્ય હોય તો આ ક્ષણ મારાથી દૂર કરાય.’”

માર્ક 14:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કહ્યું કે, ‘અબ્બા, પિતા, તમને સર્વ શક્ય છે; આ પ્યાલો મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.’”

માર્ક 14:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ પાછા આવે છે, અને તેઓને ઊંઘતા જુએ છે અને પિતરને કહે છે, ‘સિમોન શું તું ઊંઘે છે? શું એક ઘડી સુધી તું જાગતો રહી શકતો નથી?

માર્ક 14:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જાગતા રહો અને પ્રાર્થના કરો, કે તમે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.’”

માર્ક 14:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફરી તેમણે જઈને એ જ શબ્દો બોલીને પ્રાર્થના કરી.

માર્ક 14:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફરી પાછા આવીને ઈસુએ તેઓને ઊંઘતા જોયા; તેઓની આંખો ઊંઘથી ઘણી ભારે હતી; અને તેમને શો જવાબ દેવો, એ તેઓને સમજાતું ન હતું.

માર્ક 14:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ ત્રીજી વાર આવીને તેઓને કહે છે કે, ‘શું તમે હજુ ઊંઘ્યા કરો છો અને આરામ લો છો? બસ થયું. તે ઘડી આવી ચૂકી છે, જુઓ, માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવાશે.

માર્ક 14:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઊઠો, આપણે જઈએ; જુઓ, જે મને પકડાવનાર છે તે આવી પહોંચ્યો છે.’”

માર્ક 14:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તરત, તે હજી બોલતા હતા, એટલામાં બારમાંનો એક, એટલે યહૂદા અને તેની સાથે મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ તથા વડીલોએ મોકલેલા ઘણાં લોકો તલવારો તથા લાકડીઓ લઈને ઈસુની પાસે આવ્યા.

માર્ક 14:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ઈસુને ધરપકડ કરનારાઓએ તેઓને એવી નિશાની આપી હતી કે, ‘જેને હું ચૂમીશ તે જ તે છે, તેમને પકડજો અને ચોકસાઈથી લઈ જજો.’”

માર્ક 14:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ આવ્યા કે તરત તેમની પાસે જઈને યહૂદા કહે છે કે, ‘ગુરુજી.’” અને તે તેમને ચૂમ્યો.

માર્ક 14:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ ઈસુને પકડી લીધા.

માર્ક 14:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાસે ઊભા રહેનારાઓમાંના એકે તલવાર ઉગામીને પ્રમુખ યાજકના ચાકરને મારી અને તેનો કાન કાપી નાખ્યો.

માર્ક 14:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેઓને કહ્યું કે, ‘જેમ ચોરને પકડે તેમ તમે તલવારો તથા લાકડીઓ લઈને મને પકડવાને આવ્યા છો શું?

માર્ક 14:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું દરરોજ તમારી પાસે ભક્તિસ્થાનમાં બોધ કરતો હતો, ત્યારે તમે મને પકડ્યો નહિ; પણ શાસ્ત્રવચન પૂરાં થાય, માટે આમ થાય છે.

માર્ક 14:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બધા ઈસુને મૂકીને નાસી ગયા.

માર્ક 14:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એક જુવાન જેણે પોતાના ઉઘાડા અંગ પર શણનું વસ્ત્ર ઓઢેલું હતું તે તેમની પાછળ આવતો હતો; અને તેઓએ તેને પકડ્યો;

માર્ક 14:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તે વસ્ત્ર મૂકીને તે તેઓ પાસેથી ઉઘાડા શરીરે નાસી ગયો.

માર્ક 14:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ઈસુને પ્રમુખ યાજકની પાસે લઈ ગયા; અને સર્વ મુખ્ય યાજકો, વડીલો તથા શાસ્ત્રીઓ તેમની સાથે ભેગા થયા.

માર્ક 14:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિતર ઘણે દૂરથી તેમની પાછળ ચાલ્યો અને છેક પ્રમુખ યાજકના ચોકની અંદર આવ્યો; અને ચોકીદારોની સાથે બેસીને અંગારાની તાપણીમાં તે તાપતો હતો.

માર્ક 14:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ ઈસુને મારી નંખાવવા સારુ તેની વિરુદ્ધ સાક્ષી શોધી, પણ તે તેઓને જડી નહિ.

માર્ક 14:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ઘણાંઓએ તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરી; પણ તેઓની સાક્ષી મળતી આવતી નહોતી.

માર્ક 14:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાકે ઊભા રહીને તેમની વિરુદ્ધ જૂઠી સાક્ષી પૂરતાં કહ્યું કે,

માર્ક 14:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ‘હાથે બનાવેલા આ મંદિરને હું પાડી નાખીશ અને ત્રણ દિવસમાં વગર હાથે બનાવેલું હોય એવું ભક્તિસ્થાન બાંધીશ.’”

માર્ક 14:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ વાતમાં પણ તેઓ સહમત ન હતા.

માર્ક 14:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રમુખ યાજકે વચમાં ઊભા થઈને ઈસુને પૂછ્યું કે, ‘શું તારે કશો જવાબ આપવો નથી? તેઓ તારી વિરુદ્ધ આ કેવી સાક્ષી પૂરે છે?’”

માર્ક 14:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈસુ મૌન રહ્યા. તેમણે કશો જવાબ ન આપ્યો. ફરી પ્રમુખ યાજકે તેમને પૂછ્યું કે, ‘શું તું સ્તુતિમાનનો દીકરો ખ્રિસ્ત છે?’”

માર્ક 14:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ કહ્યું કે, ‘હું છું; તમે માણસના દીકરાને પરાક્રમનાં જમણા હાથ તરફ બેઠેલા તથા આકાશના વાદળાં પર આવતા જોશો.

માર્ક 14:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રમુખ યાજકે પોતાનાં વસ્ત્રો ફાડીને કહ્યું કે, ‘હવે આપણને બીજી સાક્ષીની શી જરૂર છે?

માર્ક 14:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે આ દુર્ભાષણ સાંભળ્યું છે, તમને શું લાગે છે?’ બધાએ ઈસુને મૃત્યુદંડને યોગ્ય ઠરાવ્યાં.

માર્ક 14:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાક તેમના પર થૂંકવા તથા તેમનું મોં ઢાંકવા લાગ્યા તથા તેમને મુક્કીઓ મારીને તેમને કહેવા લાગ્યા કે, ‘તું પ્રબોધક છે તો કહી બતાવ કે કોણે તને માર્યો? અને ચોકીદારોએ તેમને તમાચા મારીને તેમને સકંજામાં લીધા.

માર્ક 14:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે પિતર નીચે આંગણમાં હતો ત્યારે પ્રમુખ યાજકની એક સેવિકા આવી.

માર્ક 14:67 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને પિતરને તાપતો જોઈને તે કહે છે કે, ‘તું પણ નાસરેથના ઈસુની સાથે હતો.’”

માર્ક 14:68 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતરે ઇનકાર કરીને કહ્યું કે, ‘તું શું કહે છે, તે હું જાણતો નથી તેમ જ સમજતો પણ નથી.’” તે બહાર પરસાળમાં ગયો અને મરઘો બોલ્યો.

માર્ક 14:69 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સેવિકા તેને જોઈને પાસે ઊભા રહેનારાઓને ફરીથી કહેવા લાગી કે, ‘એ તેઓમાંનો છે.’”

માર્ક 14:70 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેણે ફરી ઇનકાર કર્યો. થોડીવાર પછી ત્યાં ઊભેલાઓએ પિતરને કહ્યું કે, ‘ખરેખર તું તેઓમાંનો છે; કેમ કે તું ગાલીલનો છે.’”

માર્ક 14:71 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતર શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, ‘જે માણસ વિષે તમે કહો છો, તેને હું ઓળખતો નથી.’”

માર્ક 14:72 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તરત મરઘો બીજી વાર બોલ્યો; અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે, મરઘો બે વાર બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ, તે તેને યાદ આવ્યું; અને તે પર મન પર લાવીને તે ખૂબ રડ્યો.

Available Bible Translations

American Standard Version (ASV)
Mark 14 (ASV) »
King James Version (KJV)
Mark 14 (KJV) »
GOD’S WORD® (GW)
Mark 14 (GW) »
Berean Bible (BSB)
Mark 14 (BSB) »
World English Bible (WEB)
Mark 14 (WEB) »
French Bible (LSG)
Marc 14 (LSG) »
German Bible (LUTH1912)
Markus 14 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮਰਕੁਸ 14 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মার্ক 14 (BENIRV) »
Marathi Bible (MARIRV)
मार्क 14 (MARIRV) »
Arabic Bible (AVD)
مَرْقُس 14 (AVD) »
Portuguese Bible (BSL)
Marcos 14 (BSL) »
Vietnamese Bible (VIE)
Mác 14 (VIE) »
Spanish Bible (RVA)
Marcos 14 (RVA) »
Italian Bible (RIV)
Marco 14 (RIV) »
Chinese Simplified (CUVS)
马 可 福 音 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 可 福 音 14 (CUVT) »
Albanian Bible (ALB)
Marku 14 (ALB) »
Swedish Bible (SV1917)
Markus 14 (SV1917) »
Russian Bible (RUSV)
Марка 14 (RUSV) »
Ukrainian Bible (UKR)
Марка 14 (UKR) »
Hungarian Bible (KAR)
Márk 14 (KAR) »
Bulgarian Bible (BULG)
Марко 14 (BULG) »
Norwegian Bible (NORSK)
Markus 14 (NORSK) »

માર્ક (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

GUJIRV Book Selection List