માથ્થી Chapter 26 GUJIRV Bible Verse Images

માથ્થી 26 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share માથ્થી 26 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


માથ્થી 26:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ સર્વ વાતો પૂરી કરી ત્યારે એમ થયું કે તેમણે પોતાના શિષ્યોને કહ્યું,

માથ્થી 26:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“તમે જાણો છો બે દિવસ પછી પાસ્ખાપર્વ છે, અને માણસના દીકરાને વધસ્તંભે જડાવા સારુ પરાધીન કરાશે.”

માથ્થી 26:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકત્ર થયા.

માથ્થી 26:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુને કપટથી પકડીને મારી નાખવા માટે તેઓએ સંકલ્પ કર્યો.

માથ્થી 26:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓએ કહ્યું કે, “પર્વમાં નહિ, રખેને લોકોમાં હુલ્લડ થાય.”

માથ્થી 26:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ બેથાનિયામાં સિમોન કુષ્ઠ રોગીના ઘરમાં હતા,

માથ્થી 26:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ જમવા બેઠા હતા ત્યારે એક સ્ત્રી અતિ મૂલ્યવાન અત્તરની સંગેમરમરની ડબ્બી લઈને તેમની પાસે આવી, અને તેમના માથા ઉપર અત્તર રેડ્યું.

માથ્થી 26:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે તેમના શિષ્યોએ તે જોયું ત્યારે તેઓએ ગુસ્સે થઈને કહ્યું કે, “એ બગાડ શા માટે કર્યો?

માથ્થી 26:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે એ અત્તર ઘણે મૂલ્યે વેચાત અને ગરીબોને અપાત.”

માથ્થી 26:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈસુએ તે જાણીને તેઓને કહ્યું કે, “એ સ્ત્રીને તમે કેમ સતાવો છો? કેમ કે તેણે તો મારા પ્રત્યે ઉત્તમ કામ કર્યું છે.

માથ્થી 26:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ગરીબો સદા તમારી સાથે છે, પણ હું સદા તમારી સાથે નથી.

માથ્થી 26:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણીએ અત્તર મારા શરીર પર રેડ્યું તે કામ તો મારા દફનની તૈયારીને સારુ કર્યું છે.

માથ્થી 26:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને નિશ્ચે કહું છું કે, ‘આ સુવાર્તા આખી દુનિયામાં જ્યાં કહીં પ્રગટ કરાશે ત્યાં એણે જે કર્યું છે તે પણ તેની યાદગીરીને અર્થે કહેવામાં આવશે.”

માથ્થી 26:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે યહૂદા ઇશ્કારિયોત નામે બાર શિષ્યોમાંના એકે મુખ્ય યાજકોની પાસે જઈને કહ્યું કે,

માથ્થી 26:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“તેને હું તમારે સ્વાધીન કરું તો તમે મને શું આપવા રાજી છો?” તેઓએ તેને ચાંદીના ત્રીસ સિક્કા ચૂકવી આપ્યા.

માથ્થી 26:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારથી તે ઈસુને પરસ્વાધીન કરવાની તક શોધતો રહ્યો.

માથ્થી 26:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે, “અમે તમારે માટે પાસ્ખા ખાવાની તૈયારી ક્યાં કરીએ? તમારી શી ઇચ્છા છે?”

માથ્થી 26:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈસુએ કહ્યું કે, “નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો, ‘ઉપદેશક કહે છે કે “મારો સમય પાસે આવ્યો છે, હું મારા શિષ્યો સાથે તારે ઘેર પાસ્ખા પાળીશ.’”

માથ્થી 26:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ શિષ્યોને જેવી આજ્ઞા આપી હતી, તેવું તેઓએ કર્યું અને પાસ્ખા તૈયાર કર્યું.

માથ્થી 26:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે ઈસુ જમવા બેઠા હતા.

માથ્થી 26:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ જમતા હતા ત્યારે તેમણે કહ્યું કે, “હું તમને નિશ્ચે કહું છું કે, તમારામાંથી એક મને પરસ્વાધીન કરશે.”

માથ્થી 26:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓ ઘણાં દુઃખી થયા અને તેઓમાંનો દરેક તેમને કહેવા લાગ્યો કે, “પ્રભુ, શું તે હું છું?”

માથ્થી 26:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ ઉત્તર દેતાં કહ્યું કે, “જેણે મારી સાથે થાળીમાં હાથ મૂક્યો છે તે જ મને પરાધીન કરશે.

માથ્થી 26:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસના દીકરા સંબંધી જેમ લખેલું છે તેમ તે જાય છે ખરો; પણ જે માણસથી માણસનો દીકરો પરાધીન કરાય છે, તેને અફસોસ છે! જો તે માણસ જન્મ્યો ન હોત, તો તેને માટે વધારે સારું હોત.”

માથ્થી 26:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેને પરસ્વાધીન કરનાર યહૂદાએ પૂછ્યું કે, “ગુરુજી, શું તે હું છું?” ઈસુએ તેને કહ્યું કે, “તેં પોતે જ કહ્યું છે.”

માથ્થી 26:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈસુએ રોટલી લઈને, આશીર્વાદ માગીને ભાંગી અને શિષ્યોને આપીને કહ્યું કે, “લો, ખાઓ, આ મારું શરીર છે.”

માથ્થી 26:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઈસુએ પ્યાલો લઈને આભાર માન્યો અને તેઓને આપતાં કહ્યું કે, “તમે બધા એમાંથી પીઓ,”

માથ્થી 26:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે એ નવા કરારનું મારું રક્ત છે, જે પાપોની માફીને અર્થે ઘણાંઓને માટે વહેવડાવવામાં આવે છે.

માથ્થી 26:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને કહું છું કે, હું મારા પિતાના રાજ્યમાં તમારી સાથે નવો દ્રાક્ષારસ નહિ પીઉં, તે દિવસ સુધી હું હવેથી તે પીનાર જ નથી.”

માથ્થી 26:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ગીત ગાયા પછી જૈતૂનનાં પહાડ પર ગયા.

માથ્થી 26:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, “તમે બધા આજ રાત્રે મારાથી દૂર થઈ જશો, કેમ કે એમ લખેલું છે કે ‘હું ઘેટાંપાળકને મારીશ અને ટોળાંનાં ઘેટાં વિખેરાઈ જશે.’

માથ્થી 26:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ મારા ઊઠ્યા પછી હું તમારી અગાઉ ગાલીલમાં જઈશ.”

માથ્થી 26:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પિતરે ઉત્તર દેતાં ઈસુને કહ્યું કે, “જો બધા તમને ત્યજી દેશે, તોપણ હું તમારાથી દૂર થઈશ નહિ.”

માથ્થી 26:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેને કહ્યું, “હું તને નિશ્ચે કહું છું કે, આજ રાત્રે મરઘો બોલ્યા અગાઉ, ત્રણ વાર તું મારો નકાર કરીશ.”

માથ્થી 26:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિતરે તેને કહ્યું કે, “જો મારે તમારી સાથે મરવું પડે તોપણ હું તમારો નકાર નહિ જ કરીશ.” બધાં શિષ્યોએ પણ તેમ જ કહ્યું.

માથ્થી 26:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈસુ તેઓની સાથે ગેથસેમાને નામની જગ્યાએ આવ્યા અને શિષ્યોને કહ્યું કે, “હું ત્યાં જઈને પ્રાર્થના કરું ત્યાં સુધી તમે અહીં બેસો.”

માથ્થી 26:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિતરને તથા ઝબદીના બે દીકરાઓને સાથે લઈને ઈસુ પોતે શોકાતુર તથા ઉદાસ થવા લાગ્યા.

માથ્થી 26:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઈસુએ તેઓને કહ્યું કે, “મારો જીવ મરવા જેવો ઘણો દુઃખી છે, તમે અહીં રહીને મારી સાથે જાગતા રહો.”

માથ્થી 26:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેમણે થોડે દૂર જઈને મુખ નમાવીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “ઓ મારા પિતા, જો બની શકે તો આ પ્યાલો મારાથી દૂર કરો; તોપણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”

માથ્થી 26:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઈસુ શિષ્યોની પાસે આવ્યા અને તેઓને ઊંઘતા જોઈને પિતરને કહ્યું કે, “શું તમે એક કલાક પણ મારી સાથે જાગતા રહી નથી શકતા?

માથ્થી 26:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે જાગતા રહો અને પ્રાર્થના કરો કે પરીક્ષણમાં ન પડો; આત્મા તત્પર છે ખરો, પણ શરીર નિર્બળ છે.”

માથ્થી 26:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજી વાર ઈસુએ જઈને પ્રાર્થના કરતા કહ્યું કે, “ઓ મારા પિતા, જો આ પ્યાલો મારા પીધા વગર મારી પાસેથી દૂર થઈ ન શકે તો તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”

માથ્થી 26:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ બીજી વાર આવીને તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો ઊંઘથી ભારે થઈ હતી.

માથ્થી 26:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ ફરીથી શિષ્યોને મૂકીને પ્રાર્થના કરવા ગયા, અને ત્રીજી વાર એ જ વાત કહેતાં તેમણે પ્રાર્થના કરી.

માથ્થી 26:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેમણે પોતાના શિષ્યોની પાસે આવીને તેઓને કહ્યું કે, “હજુ પણ તમે ઊંઘો છો અને આરામ કરો છો? જુઓ, સમય પાસે આવ્યો છે, માણસનો દીકરો પાપીઓના હાથમાં પરાધીન કરાય છે.

માથ્થી 26:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઊઠો આપણે જઈએ; જુઓ, મને પકડાવનાર આવી પહોંચ્યો છે.”

માથ્થી 26:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે હજી બોલતા હતા, એટલામાં જુઓ, બાર શિષ્યમાંનો એક, એટલે યહૂદા, આવ્યો; તેની સાથે મુખ્ય યાજકોની તથા લોકોના વડીલોની પાસેથી ઘણાં લોક તલવારો તથા લાકડીઓ લઈને આવ્યા.

માથ્થી 26:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે તેમને પરાધીન કરનારે તેઓને નિશાની આપી હતી કે, “હું જેને ચુંબન કરું તે જ તે છે; તેને પકડી લેજો.”

માથ્થી 26:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તરત તેણે ઈસુ પાસે આવીને કહ્યું, ‘ગુરુજી સલામ!’ અને તે તેમને ચૂમ્યો.

માથ્થી 26:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેને કહ્યું કે, “મિત્ર, જે કરવાને તું આવ્યો છે તે કર.” ત્યારે તેઓએ પાસે આવીને, ઈસુ પર હાથ નાખીને, તેમની ધરપકડ કરી.

માથ્થી 26:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી જુઓ, ઈસુના સાથીઓમાંના એકે હાથ લાંબો કરીને પોતાની તલવાર ખેંચી કાઢી અને પ્રમુખ યાજકના ચાકર પર હુમલો કરીને તેનો કાન કાપી નાખ્યો.

માથ્થી 26:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈસુએ તેને કહ્યું કે, “તારી તલવાર મ્યાનમાં પાછી મૂક; કેમ કે જેઓ તલવાર પકડે છે તેઓ તલવારથી જ નાશ પામશે.

માથ્થી 26:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શું તું ધારે છે કે હું પિતાની પાસે એવું નથી માગી શકતો કે તે હમણાં જ સૈન્યના બાર જૂથો કરતાં વધારે સ્વર્ગદૂતોને મારી પાસે મોકલી દે?

માથ્થી 26:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો શાસ્ત્રવચનોમાં જે લખેલું છે કે, એવું થવું જોઈએ, તે કેમ પૂરું થશે?”

માથ્થી 26:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જ સમયે ઈસુએ લોકોને કહ્યું કે, “તમે તલવારો તથા લાકડીઓ લઈને જેમ ચોરને પકડો તેમ મને પકડવા નીકળી આવ્યા છો શું? હું રોજ ભક્તિસ્થાનમાં બેસીને બોધ કરતો હતો; ત્યારે તમે મને પકડ્યો ન હતો.

માથ્થી 26:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પ્રબોધકોના લેખો પૂર્ણ થાય માટે આ બધું થયું છે.” ત્યારે બધા શિષ્યો ઈસુને મૂકીને જતા રહ્યા.

માથ્થી 26:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી જેઓએ ઈસુને પકડ્યા, તેઓ જ્યાં શાસ્ત્રીઓ તથા વડીલો એકઠા થયા હતા ત્યાં કાયાફા પ્રમુખ યાજકની પાસે તેમને લઈ ગયા.

માથ્થી 26:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિતર દૂરથી તેમની પાછળ પ્રમુખ યાજકની આંગણા સુધી ચાલ્યો અને અંદર જઈને ઈસુને શું કરશે તે જોવાને ચોકીદારોની સાથે બેઠો.

માથ્થી 26:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય યાજકોએ તથા આખી ન્યાયસભાએ, ઈસુને મારી નાખવાને, તેમની વિરુદ્ધ જૂઠી શાહેદી શોધી.

માથ્થી 26:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જોકે ઘણાં જૂઠા સાક્ષીઓ આવ્યા, પણ તેઓની સાક્ષીઓથી તેઓ સહમત થયા નહિ. પણ પાછળથી બે માણસો આવીને બોલ્યા કે,

માથ્થી 26:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“આ માણસે કહ્યું હતું કે, ‘હું ઈશ્વરના સભાસ્થાનને પાડી નાખવાને તથા ત્રણ દિવસમાં તેને પાછું બાંધવાને સમર્થ છું.’”

માથ્થી 26:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પ્રમુખ યાજકે ઊભા થઈને તેને કહ્યું, “શું તું કંઈ ઉત્તર નથી દેતો? તેઓ તારી વિરુદ્ધ સાક્ષી આપે છે.”

માથ્થી 26:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈસુ મૌન રહ્યા. ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હું તને જીવતા ઈશ્વરના સમ આપું છું કે, ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત છે તે તું જ છે કે નહિ, એ અમને કહે.”

માથ્થી 26:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુએ તેને કહ્યું કે, “તેં જ કહ્યું છે, પરંતુ હું તમને કહું છું કે, હવે પછી તમે માણસના દીકરાને પરાક્રમના જમણાં હાથ પર બેઠેલા તથા આકાશના વાદળો પર આવતા નિહાળશો.”

માથ્થી 26:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પ્રમુખ યાજકે પોતાના વસ્ત્ર ફાડીને કહ્યું કે, “તેણે દુર્ભાષણ કર્યું છે. આપણને બીજા સાક્ષીઓની શી જરૂર છે? જુઓ, હવે તમે એ દુર્ભાષણ સાંભળ્યું છે.

માથ્થી 26:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે શું વિચારો છો?” તેઓએ ઉત્તર દેતાં કહ્યું કે, “તે મૃત્યુદંડને પાત્ર છે.”

માથ્થી 26:67 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ તેમના મુખ પર થૂંકીને તેમને મુક્કીઓ મારી, અને તેને થપ્પડો મારતાં કહ્યું કે,

માથ્થી 26:68 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“ઓ ખ્રિસ્ત, તને કોણે માર્યું એ અમને કહી બતાવ.”

માથ્થી 26:69 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિતર બહાર આંગણમાં બેઠો હતો, ત્યારે એક સેવિકાએ તેની પાસે આવીને કહ્યું કે, “તું પણ ગાલીલના ઈસુની સાથે હતો.”

માથ્થી 26:70 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેણે સહુની આગળ નકાર કરતાં કહ્યું કે, “તું જે કહે છે તે હું જાણતો નથી.”

માથ્થી 26:71 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે બહાર પરસાળમાં ગયો ત્યારે બીજી દાસીએ તેને જોઈને જેઓ ત્યાં હતા તેઓને કહ્યું કે, “એ પણ નાસરેથના ઈસુની સંગાથે હતો.”

માથ્થી 26:72 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેણે સમ ખાતાં ફરીથી નકાર કર્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.”

માથ્થી 26:73 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
થોડીવાર પછી પાસે ઊભેલાઓએ આવીને પિતરને કહ્યું કે, “ખરેખર તું પણ તેઓમાંનો એક છે, કેમ કે તારી બોલીથી તું ઓળખાય છે.”

માથ્થી 26:74 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તે શાપ દેવા તથા સમ ખાવા લાગ્યો કે, “હું તે માણસને ઓળખતો નથી.” તરત જ મરઘો બોલ્યો.

માથ્થી 26:75 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વાત ઈસુએ પિતરને કહી હતી કે, “મરઘો બોલ્યા અગાઉ ત્રણ વાર તું મારો નકાર કરીશ,” તે તેને યાદ આવી; ત્યારે બહાર જઈને તે બહુ રડ્યો.

Available Bible Translations

American Standard Version (ASV)
Matthew 26 (ASV) »
King James Version (KJV)
Matthew 26 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 26 (GW) »
Berean Bible (BSB)
Matthew 26 (BSB) »
World English Bible (WEB)
Matthew 26 (WEB) »
French Bible (LSG)
Matthieu 26 (LSG) »
German Bible (LUTH1912)
Matthäus 26 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮੱਤੀ 26 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মথি 26 (BENIRV) »
Marathi Bible (MARIRV)
मत्तय 26 (MARIRV) »
Arabic Bible (AVD)
مَتَّى 26 (AVD) »
Portuguese Bible (BSL)
Mateus 26 (BSL) »
Vietnamese Bible (VIE)
Ma-thi-ơ 26 (VIE) »
Spanish Bible (RVA)
Mateo 26 (RVA) »
Italian Bible (RIV)
Matteo 26 (RIV) »
Chinese Simplified (CUVS)
马 太 福 音 26 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 太 福 音 26 (CUVT) »
Albanian Bible (ALB)
Mateu 26 (ALB) »
Swedish Bible (SV1917)
Matteus 26 (SV1917) »
Russian Bible (RUSV)
Матфея 26 (RUSV) »
Ukrainian Bible (UKR)
Матвія 26 (UKR) »
Hungarian Bible (KAR)
Máté 26 (KAR) »
Bulgarian Bible (BULG)
Матей 26 (BULG) »
Norwegian Bible (NORSK)
Matteus 26 (NORSK) »

માથ્થી (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List