માથ્થી Chapter 24 GUJIRV Bible Verse Images

માથ્થી 24 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share માથ્થી 24 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


માથ્થી 24:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈસુ ભક્તિસ્થાનમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા, ત્યારે તેમના શિષ્યો તેમને ભક્તિસ્થાનમાંનાં બાંધકામો બતાવવાને પાસે આવ્યા.

માથ્થી 24:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેમણે તેઓને કહ્યું કે, “શું તમે એ બધા નથી જોતાં? હું તમને નિશ્ચે કહું છું કે, આ બધું તોડી નાખવામાં આવશે, એક પણ પથ્થર બીજા પર અહીં રહેવા દેવાશે નહિ.”

માથ્થી 24:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી જૈતૂનનાં પહાડ પર ઈસુ બેઠા હતા, ત્યારે શિષ્યોએ એકાંતમાં તેમની પાસે આવીને કહ્યું કે, “એ બધું ક્યારે થશે? તમારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે? તે અમને કહો.”

માથ્થી 24:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ઈસુએ ઉત્તર આપતાં તેઓને કહ્યું કે, “તમને કોઈ ન ભુલાવે માટે સાવધાન રહો.

માથ્થી 24:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે મારે નામે ઘણાં એમ કહેતાં આવશે કે, ‘હું ખ્રિસ્ત છું;’ અને ઘણાંને છેતરશે.

માથ્થી 24:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યુધ્ધો તથા યુધ્ધોની અફવાઓ તમે સાંભળશો, ત્યારે જોજો, ગભરાતા ના; કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ એટલેથી જ અંત નહિ આવે.

માથ્થી 24:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પ્રજા પ્રજાની વિરુદ્ધ તથા રાજ્ય રાજ્યની વિરુદ્ધ ઊઠશે, દુષ્કાળો તથા જગ્યા જગ્યાએ ધરતીકંપો થશે.

માથ્થી 24:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ આ બધાં તો માત્ર મહાદુઃખનો આરંભ છે.

માથ્થી 24:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓ તમને શિક્ષા માટે સોંપશે અને તમને મારી નાખશે. મારા નામને લીધે સઘળી પ્રજાઓ તમારો દ્વેષ કરશે.

માથ્થી 24:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તે સમયે ઘણાં લોકો વિશ્વાસ ગુમાવશે, અને એકબીજાને પરાધીન કરાવશે અને એકબીજા પર વૈર કરશે.

માથ્થી 24:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણાં જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને ઘણાંને ભુલાવામાં નાખશે.

માથ્થી 24:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટતા વધી જવાના કારણથી ઘણાંખરાનો પ્રેમ ઠંડો થઈ જશે.

માથ્થી 24:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જે અંત સુધી ટકશે તે ઉદ્ધાર પામશે.

માથ્થી 24:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા માટે ઈશ્વરના રાજ્યની આ સુવાર્તા આખી દુનિયામાં પ્રગટ કરાશે; ત્યારે અંત આવશે.

માથ્થી 24:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે પાયમાલીની ધિક્કારપાત્રતા જે સંબંધી દાનિયેલ પ્રબોધકે કહેલું છે, તેને જયારે તમે પવિત્રસ્થાને ઊભેલી જુઓ (વાચક તેનો અર્થ સમજે),

માથ્થી 24:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે જેઓ યહૂદિયામાં હોય તેઓ પહાડો પર નાસી જાય,

માથ્થી 24:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અગાશી પર જે હોય તે પોતાના ઘરનો સામાન લેવાને ન ઊતરે,

માથ્થી 24:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જે ખેતરમાં હોય તે પોતાનાં વસ્ત્ર લેવાને પાછો ન આવે.

માથ્થી 24:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે દિવસોમાં જેઓ સગર્ભા હોય અને જેઓ સ્તનપાન કરાવતી હોય, તેઓને અફસોસ છે!

માથ્થી 24:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તમારું નાસવાનું શિયાળામાં કે વિશ્રામવારે ન થાય, તે માટે તમે પ્રાર્થના કરો.

માથ્થી 24:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તે સમયે એવી મોટી વિપત્તિ આવી પડશે કે તેના જેવી સૃષ્ટિના આરંભથી તે આજ સુધી આવી નથી, અને કદી આવશે પણ નહિ.

માથ્થી 24:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તે દિવસો ઓછા કરવામાં ન આવત તો કોઈ માણસ બચી ન શકત; પણ પસંદ કરેલાઓની ખાતર તે દિવસો ઓછા કરાશે.

માથ્થી 24:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે જો કોઈ તમને કહે કે, ‘જુઓ, ખ્રિસ્ત અહીં છે!’ અથવા ‘ખ્રિસ્ત ત્યાં છે!’ તો તમે માનશો નહિ.

માથ્થી 24:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જૂઠા મસીહ તથા જૂઠાં પ્રબોધકો ઊઠશે, અને મોટા ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભુલાવી શકે.

માથ્થી 24:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે.

માથ્થી 24:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે જો તેઓ તમને કહે કે, ‘જુઓ, તે અરણ્યમાં છે,’ તો બહાર જતા નહીં; કે જુઓ, તે ઓરડીઓમાં છે,’ તો માનતા નહિ.

માથ્થી 24:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ જ માણસના દીકરાનું આગમન થશે.

માથ્થી 24:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યાં મૃતદેહ હોય, ત્યાં ગીધો એકઠાં થશે.

માથ્થી 24:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે દિવસોની વિપત્તિ પછી, તરત સૂર્ય અંધકારરૂપ થઈ જશે, ચંદ્ર પોતાનું અજવાળું નહિ આપે અને આકાશથી તારા ખરશે, તથા આકાશના પરાક્રમો હલાવાશે.

માથ્થી 24:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી માણસના દીકરાની નિશાની આકાશમાં દેખાશે, ત્યારે પૃથ્વી પરનાં સઘળાં કુળો શોક કરશે; અને માણસના દીકરાને પરાક્રમ તથા મહા મહિમા સહિત તેઓ આકાશના વાદળ પર આવતા જોશે.

માથ્થી 24:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રણશિંગડાના મોટા અવાજ સહિત તે પોતાના સ્વર્ગદૂતોને મોકલશે, તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેમના પસંદ કરેલાઓને એકત્ર કરશે.

માથ્થી 24:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે અંજીરી પરથી તેનું દ્રષ્ટાંત શીખો. જયારે તેની ડાળી કુમળી થઈ હોય છે અને પાંદડાં ફૂટી નીકળે છે, ત્યારે તમે જાણો છો કે ઉનાળો પાસે છે.

માથ્થી 24:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ જ તમે પણ જયારે તે બધાં થતાં જુઓ, ત્યારે તમારે જાણવું કે, તે પાસે એટલે બારણા આગળ જ છે.

માથ્થી 24:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને નિશ્ચે કહું છું કે, તે બધાં પૂરાં નહિ થશે ત્યાં સુધી આ પેઢી મરણ પામશે નહિ.

માથ્થી 24:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આકાશ તથા પૃથ્વી નાશ પામશે, પણ મારી વાતો પૂર્ણ થયા વિના રહેશે નહિ.

માથ્થી 24:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તે દિવસો તથા તે ઘડી સંબંધી પિતા વગર કોઈ પણ જાણતું નથી, આકાશમાંના સ્વર્ગદૂતો નહિ તેમ જ દીકરો પણ નહિ.

માથ્થી 24:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ નૂહના સમયમાં થયું, તેમ જ માણસના દીકરાનું આગમન પણ થશે.

માથ્થી 24:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેમ જળપ્રલયની અગાઉ નૂહ વહાણમાં બેઠો ત્યાં સુધી તેઓ ખાતા, પીતા, પરણતા, પરણાવતા હતા;

માથ્થી 24:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જળપ્રલય આવીને બધાને તાણી લઈ ગયો, ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમ જ માણસના દીકરાનું આવવું પણ થશે.

માથ્થી 24:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સમયે બે માણસ ખેતરમાં હશે તેમાંનો એક લેવાશે તથા બીજો પડતો મુકાશે.

માથ્થી 24:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે તેમાંની એક લેવાશે અને બીજી પડતી મુકાશે.

માથ્થી 24:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે કયા દિવસે તમારા પ્રભુ આવી રહ્યા છે.

માથ્થી 24:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જાણો કે ચોર કયા પહોરે આવશે એ જો ઘરનો માલિક જાણતો હોત, તો તે જાગતો રહેત અને પોતાના ઘરમાં તેને ચોરી કરવા ન દેત.

માથ્થી 24:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે તમે પણ તૈયાર રહો; કેમ કે જે સમયે તમે ધારતા નથી તે જ સમયે માણસનો દીકરો આવશે.

માથ્થી 24:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો જે ચાકરને તેના માલિકે પોતાના ઘરનાને સમયસર ખાવાનું આપવા સારુ પોતાના ઘરનો કારભારી ઠરાવ્યો છે, તેવો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર કોણ છે?

માથ્થી 24:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે ચાકરને તેનો માલિક આવીને એમ કરતો જોશે, તે ચાકર આશીર્વાદિત છે.

માથ્થી 24:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને સાચું કહું છું કે, તે તેને પોતાની બધી સંપત્તિનો કારભારી ઠરાવશે.

માથ્થી 24:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો કોઈ દુષ્ટ ચાકર પોતાના મનમાં કહે કે, ‘મારા માલિકને આવવાની વાર છે;’

માથ્થી 24:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તે બીજા દાસોને મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;

માથ્થી 24:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો જે દિવસે તે તેની રાહ જોતો નહિ હોય અને જે સમય તે જાણતો નહિ હોય તે જ સમયે તેનો માલિક આવશે.

માથ્થી 24:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તેને ખરાબ રીતે સજા કરશે તથા તેનો ભાગ ઢોંગીઓની સાથે ઠરાવશે, ત્યાં રડવાનું તથા દાંત પીસવાનું થશે.

Available Bible Translations

American Standard Version (ASV)
Matthew 24 (ASV) »
King James Version (KJV)
Matthew 24 (KJV) »
GOD’S WORD® (GW)
Matthew 24 (GW) »
Berean Bible (BSB)
Matthew 24 (BSB) »
World English Bible (WEB)
Matthew 24 (WEB) »
French Bible (LSG)
Matthieu 24 (LSG) »
German Bible (LUTH1912)
Matthäus 24 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਮੱਤੀ 24 (PANIRV) »
Bengali Bible (BENIRV)
মথি 24 (BENIRV) »
Marathi Bible (MARIRV)
मत्तय 24 (MARIRV) »
Arabic Bible (AVD)
مَتَّى 24 (AVD) »
Portuguese Bible (BSL)
Mateus 24 (BSL) »
Vietnamese Bible (VIE)
Ma-thi-ơ 24 (VIE) »
Spanish Bible (RVA)
Mateo 24 (RVA) »
Italian Bible (RIV)
Matteo 24 (RIV) »
Chinese Simplified (CUVS)
马 太 福 音 24 (CUVS) »
Chinese Traditional (CUVT)
馬 太 福 音 24 (CUVT) »
Albanian Bible (ALB)
Mateu 24 (ALB) »
Swedish Bible (SV1917)
Matteus 24 (SV1917) »
Russian Bible (RUSV)
Матфея 24 (RUSV) »
Ukrainian Bible (UKR)
Матвія 24 (UKR) »
Hungarian Bible (KAR)
Máté 24 (KAR) »
Bulgarian Bible (BULG)
Матей 24 (BULG) »
Norwegian Bible (NORSK)
Matteus 24 (NORSK) »

માથ્થી (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List