ન્યાયાધીશો Chapter 19 GUJIRV Bible Verse Images

ન્યાયાધીશો 19 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ન્યાયાધીશો 19 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ન્યાયાધીશો 19:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇઝરાયલમાં કોઈ રાજા નહોતો, તે દિવસોમાં એવું બન્યું કે કોઈ એક લેવી એફ્રાઇમની પહાડી પ્રદેશના સૌથી દૂર વિસ્તારમાં આવીને રહેતો હતો. તેણે બેથલેહેમનાં યહૂદિયામાંથી એક સ્ત્રીને પોતાની ઉપપત્ની તરીકે રાખી હતી.

ન્યાયાધીશો 19:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેની ઉપપત્ની તેને અવિશ્વાસુ હતી. તેણે વ્યભિચાર કર્યો તેના પતિને મૂકીને પોતાના પિતાના ઘરે બેથલેહેમના યહૂદિયામાં પાછી ગઈ. તે ત્યાં ચાર મહિના સુધી રહી.

ન્યાયાધીશો 19:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો પતિ તેને સમજાવીને પાછી લાવવા માટે ગયો. તેની સાથે નોકર તથા બે ગધેડા હતાં. તેની ઉપપત્નીના પિતાએ તેને જોયો, ત્યારે તે સ્ત્રી તેને પોતાના પિતાના ઘરમાં લાવી. અને તેનો પિતા તેને મળીને ખુશ થયો.

ન્યાયાધીશો 19:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના સસરાએ એટલે યુવતીના પિતાએ, તેને ત્રણ દિવસ રહેવા માટે સમજાવ્યો. તેઓએ ખાધું, પીધું અને ત્યાં રહ્યો.

ન્યાયાધીશો 19:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચોથે દિવસે તેઓએ વહેલાં ઊઠીને વિદાય થવાની તૈયારી કરી, પણ યુવતીના પિતાએ પોતાના જમાઈને કહ્યું, “થોડો ખોરાક ખાઈને તાજગી પામ. પછી તમે તમારે રસ્તે જજો.”

ન્યાયાધીશો 19:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેઓ બન્નેએ સાથે બેસીને ખાધુંપીધું. પછી યુવતીના પિતાએ લેવીને કહ્યું, “કૃપા કરી જો તારી ઇચ્છા હોય તો આજની રાત અહીં રોકાઈ જા અને આનંદ કર.”

ન્યાયાધીશો 19:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવી જવા માટે વહેલો ઊઠ્યો, પણ જુવાન સ્ત્રીના પિતાએ તેને રહેવા માટે આગ્રહ કર્યો, તેથી તેણે પોતાનો વિચાર બદલ્યો અને ફરી તે રાતે તે રહી ગયો.

ન્યાયાધીશો 19:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાંચમા દિવસે વિદાય થવા માટે તે વહેલો ઊઠ્યો, પણ છોકરીના પિતાએ કહ્યું, “પોતાને બળવાન કર અને બપોર સુધી રહી જા.” તેથી તેઓ બન્ને જમ્યાં.

ન્યાયાધીશો 19:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી લેવી, તેની ઉપપત્ની તથા તેનો ચાકર જવા માટે ઊભા થયા, ત્યારે તેના સસરાએ, એટલે યુવતીના પિતાએ તેને કહ્યું, “જો, હવે દિવસ આથમવા આવ્યો છે. કૃપા કરી આજે રાત્રે પણ રોકાઈ જાઓ અને આનંદ કરો. આવતીકાલે વહેલા ઊઠીને તમારે ઘરે પાછા જજો.

ન્યાયાધીશો 19:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ લેવી તે રાતે ત્યાં રહેવા માટે રાજી ન હતો. તેથી તે ચાલી નીકળ્યો. તે યબૂસ એટલે યરુશાલેમ પાસે આવી પહોંચ્યો. તેની સાથે સામાન બાંધેલાં બે ગધેડાં અને તેની ઉપપત્ની પણ હતી.

ન્યાયાધીશો 19:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે તેઓ યબૂસ પાસે પહોંચ્યાં, ત્યારે સાંજ પડી ગઈ હોવાથી તેના ચાકરે પોતાના માલિકને કહ્યું, “ચાલો, આપણે યબૂસીઓના નગરમાં જઈને ત્યાં રાત વિતાવીએ.”

ન્યાયાધીશો 19:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના માલિકે તેને કહ્યું, “આપણે આ વિદેશીઓના નગરમાં જવું નથી, જ્યાં ઇઝરાયલ નથી તેવા વિદેશીઓના નગરમાં આપણે નહિ જઈએ. આપણે આગળ ચાલીને ગિબયા જઈશું.”

ન્યાયાધીશો 19:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીએ તેના જુવાન નોકરને કહ્યું, “આવ, આપણે આ જગ્યાઓમાંની એક જગ્યાએ જઈએ અને ગિબયામાં કે રામામાં જઈને રાતવાસો કરીએ.”

ન્યાયાધીશો 19:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેઓ આગળ જવાનું જારી રાખ્યું. જયારે બિન્યામીનના પ્રદેશના ગિબયા પાસે તેઓ પહોચ્યાં ત્યારે સૂર્યાસ્ત થયો.

ન્યાયાધીશો 19:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ ગિબયામાં જઈને રાત વિતાવી. અને તે નગરની વચ્ચેની ખુલ્લી જગ્યામાં જઈને બેઠો, પણ કોઈ તેને રાત વિતાવવા માટે લઈ ગયું નહિ.

ન્યાયાધીશો 19:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ત્યારે એક વૃદ્ધ માણસ ખેતરમાં કામ કરીને સાંજે પાછો આવતો હતો. તે એફ્રાઇમના પહાડી પ્રદેશનો લેવી હતો. થોડા સમય માટે ગિબયામાં આવ્યો હતો. પણ તે જગ્યાએ જે લોકો રહેતા હતા તેઓ તો બિન્યામીનીઓ હતા.

ન્યાયાધીશો 19:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે વૃદ્ધે પોતાની આંખો ઊંચી કરી અને તેણે નગરમાં વટેમાર્ગુઓને રસ્તામાં બેઠેલા જોયા. તે વૃદ્ધ માણસે કહ્યું, “તું ક્યાં જાય છે? તું ક્યાંથી આવ્યો છે?”

ન્યાયાધીશો 19:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીએ તેને કહ્યું, “અમે બેથલેહેમ યહૂદિયાનાં એફ્રાઇમના પહાડી પ્રદેશના પેલે છેડે જઈએ છીએ. હું ત્યાંનો રહેવાસી છું. હું બેથલેહેમ-યહૂદિયામાં ગયો હતો અને હું ઈશ્વરના ઘરે જાઉં છું.

ન્યાયાધીશો 19:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”

ન્યાયાધીશો 19:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વૃદ્ધ માણસે તેઓની ખબરઅંતર પૂછી અને કહ્યું, “તમને શાંતિ થાઓ! હું તમારી બધી જ જરૂરિયાત પૂરી પાડીશ. તમારી સંભાળ રાખીશ. તમે રસ્તામાં રોકાઈ જશો નહિ.”

ન્યાયાધીશો 19:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે માણસ લેવીને પોતાને ઘરે લાવ્યો. તેના ગધેડાંને ઘાસ ચારો આપ્યો. તેઓએ પોતાના હાથપગ ધોયા અને ખાધુંપીધું.

ન્યાયાધીશો 19:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ આનંદમાં હતા, એટલામાં જુઓ, નગરના બલિયાલના દીકરાઓએ આવીને ઘરનો દરવાજો ખટખટાવ્યો. તેઓએ તે વૃદ્ધ માણસને કહ્યું, “જે માણસ તારા ઘરમાં આવ્યો તેને બહાર કાઢ કે અમે તેની સાથે શારીરિક સંબંધ બાંધીએ.”

ન્યાયાધીશો 19:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, “ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો” જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો.”

ન્યાયાધીશો 19:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ, મારી કુંવારી દીકરી કે જે તે માણસની ઉપપત્ની છે તે અહીં છે. તેને હું હમણાં બહાર લાવું. તેની આબરુ લો તથા તમને જેમ સારુ લાગે તેમ તેની સાથે કરો. પણ એ માણસ સાથે એવું અધમ કૃત્ય ના કરો!”

ન્યાયાધીશો 19:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તે માણસોએ તેનું સાંભળ્યું નહિ, તેથી તે માણસ તેની ઉપપત્નીને પકડીને તેઓની પાસે બહાર લાવ્યો. તેઓએ તેના પર બળાત્કાર કર્યો અને આખી રાત તેની સાથે દુષ્કર્મ કર્યું, સવાર પડતાં તેઓએ તેને છોડી દીધી.

ન્યાયાધીશો 19:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સૂર્યોદય થતાં તે સ્ત્રી નીચે આવીને જે માણસના ઘરમાં તેનો પતિ હતો તેના બારણા આગળ પડી રહી.

ન્યાયાધીશો 19:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે તેનો પતિ સવારે ઊઠ્યો અને પોતાના કામે જવાને નીકળ્યો ત્યારે બારણાં ખોલીને જોયું તો તેની ઉપપત્ની ઉંબરા પર હાથ રાખીને ઘરના બારણાં પાસે પડેલી હતી.

ન્યાયાધીશો 19:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીએ તેને કહ્યું, “ઊઠ. આપણે ચાલ્યા જઈએ.” પણ તેને કોઈ જવાબ ન મળ્યો. તેને ઊંચકીને ગધેડા પર મૂકી અને તે માણસ તેને લઈને પોતાના ઘરે જવાને રવાના થયો.

ન્યાયાધીશો 19:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવી પોતાને ઘરે આવ્યો અને તેણે છરી લઈને તેની ઉપપત્નીનાં અંગે અંગ કાપ્યાં તેના બાર ટુકડાં કરીને આખા ઇઝરાયલમાં મોકલી આપ્યાં.

ન્યાયાધીશો 19:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે બધાએ તે જોયું તેઓએ કહ્યું કે, “ઇઝરાયલ લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે દિવસથી તે આજ સુધી આવું ભયાનક કૃત્ય કરવામાં કે જોવામાં આવ્યું નથી. એ વિષે વિચાર કરો! મસલત કરો! અમને અભિપ્રાય આપો.”

Available Bible Translations

American Standard Version (ASV)
Judges 19 (ASV) »
King James Version (KJV)
Judges 19 (KJV) »
GOD’S WORD® (GW)
Judges 19 (GW) »
Berean Bible (BSB)
Judges 19 (BSB) »
World English Bible (WEB)
Judges 19 (WEB) »
French Bible (LSG)
Juges 19 (LSG) »
German Bible (LUTH1912)
Richter 19 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਕਜ਼ਾૃ 19 (PANIRV) »
Hebrew Bible (HEB)
שפטים 19 (HEB) »
Portuguese Bible (BSL)
Juízes 19 (BSL) »
Vietnamese Bible (VIE)
Các Thủ Lãnh 19 (VIE) »
Spanish Bible (RVA)
Jueces 19 (RVA) »
Italian Bible (RIV)
Giudici 19 (RIV) »
Chinese Simplified (CUVS)
士 师 记 19 (CUVS) »
Chinese Traditional (CUVT)
士 師 記 19 (CUVT) »
Albanian Bible (ALB)
Gjyqtarët 19 (ALB) »
Swedish Bible (SV1917)
Domarboken 19 (SV1917) »
Hungarian Bible (KAR)
Bírák 19 (KAR) »
Bulgarian Bible (BULG)
Съдии 19 (BULG) »
Japanese Bible (JPN)
士師記 19 (JPN) »
Norwegian Bible (NORSK)
Dommerne 19 (NORSK) »

ન્યાયાધીશો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List