યર્મિયાનો વિલાપ Chapter 4 GUJIRV Bible Verse Images

યર્મિયાનો વિલાપ 4 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share યર્મિયાનો વિલાપ 4 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


યર્મિયાનો વિલાપ 4:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સોનું કેવું ઝાંખું પડ્યું છે અને બદલાઈ ગયું છે. પવિત્રસ્થાનના પથ્થરો શેરીઓના ખૂણે વિખેરાયેલા છે.

યર્મિયાનો વિલાપ 4:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સિયોનના અમૂલ્ય પુત્રો, જેઓનું મૂલ્ય સોના કરતાં પણ વધારે હતું. પણ તેઓ કુંભારના હાથે ઘડેલા માટલાં જેવા કેમ ગણાય છે?

યર્મિયાનો વિલાપ 4:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિયાળ પણ પોતાનાં બચ્ચાંને સ્તનપાન કરાવે છે, પણ મારા લોકોની દીકરીઓ અરણ્યમાંની શાહમૃગી જેવી નિર્દય થઈ છે.

યર્મિયાનો વિલાપ 4:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્તનપાન કરતાં બાળકોની જીભ તરસને કારણે તાળવે ચોંટી રહે છે; બાળકો રોટલી માગે છે, પણ કોઈ તેમને કશું પણ આપતું નથી.

યર્મિયાનો વિલાપ 4:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ મિષ્ટાન્ન ખાતા હતા, તેઓ શેરીઓમાં નિરાધાર થયા છે; જેઓ રેશમી વસ્ત્રો પહેરતા હતા તેઓ ઉકરડા પર ગંદકીમાં આળોટે છે.

યર્મિયાનો વિલાપ 4:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા લોકોએ સદોમ કરતાં વધારે પાપ કર્યાં છે. સદોમમાં તો એક જ ક્ષણમાં બધું જ નાશ પામ્યું હતું, તેના અન્યાય કરતાં મારા લોકોની દીકરીઓનો અન્યાય મોટો છે.

યર્મિયાનો વિલાપ 4:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના સરદારો બરફ કરતાં સ્વચ્છ હતા, તેઓ દૂધ કરતાં સફેદ હતા. તેઓનાં શરીરો માણેક કરતાં રાતાં હતાં, તેઓનું રૂપ નીલમ જેવું હતું.

યર્મિયાનો વિલાપ 4:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હાલ તેઓનું મુખ કોલસા કરતાં કાળું થયું છે અને તેઓ ફળિયાંઓમાં ઓળખાતા નથી, તેઓની ચામડી તેઓનાં હાડકાંને વળગી રહેલી છે. તે સુકાઈને લાકડા જેવી થઈ ગઈ છે!

યર્મિયાનો વિલાપ 4:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તલવારથી માર્યા ગયા તેઓ ભૂખે મરનાર કરતાં સુખી છે, કેમ કે ભૂખ્યા માણસો ખેતરમાં પાક ન થવાથી બળહીન થઈને ઝૂરે છે.

યર્મિયાનો વિલાપ 4:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દયાળુ સ્ત્રીઓએ પોતાને હાથે પોતાના બાળકોને બાફ્યાં છે, મારા લોકોની દીકરીના નાશને સમયે એ જ તેઓનો ખોરાક હતો.

યર્મિયાનો વિલાપ 4:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે પોતાનો ક્રોધ પૂરો કર્યો છે. તેમણે પોતાનો ભારે કોપ વરસાવ્યો છે; તેમણે સિયોનમાં તેના પાયાઓને ખાઈ જાય એવો અગ્નિ સળગાવ્યો છે.

યર્મિયાનો વિલાપ 4:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શત્રુ કે વૈરી યરુશાલેમના પ્રવેશદ્વારમાં પેસશે, એવું પૃથ્વીના રાજાઓ તથા પૃથ્વીના રહેવાસીઓ માનતા નહોતા.

યર્મિયાનો વિલાપ 4:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પ્રબોધકોના પાપના કારણે અને યાજકોના અન્યાયને કારણે; તેઓએ તેમાં ન્યાયીઓનું રક્ત વહેવડાવ્યું છે.

યર્મિયાનો વિલાપ 4:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ આંધળાઓની જેમ મહોલ્લે મહોલ્લે ભટક્યા. તેઓ લોહીથી એવા તો લથબથ હતા કે કોઈ તેઓનાં વસ્ત્રોને અડકી શકતું ન હતું.

યર્મિયાનો વિલાપ 4:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“હઠો, હે અશુદ્ધો!” એવું લોકોએ તેઓને પોકારીને કહ્યું, “હઠો, હઠો! અને અમને અડકશો નહિ!” તેઓ નાસીને ભટકવા લાગ્યા ત્યારે વિદેશીઓએ કહ્યું, “તેઓ ફરીથી અહીં વિદેશીઓની જેમ મુકામ કરશે નહિ!”

યર્મિયાનો વિલાપ 4:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહના કોપે તેઓને એકબીજાથી જુદા પાડ્યા છે; તે તેઓ પર ફરી દ્રષ્ટિ કરશે નહિ. તેઓએ યાજકોનું મન રાખ્યું નહિ અને તેઓએ વડીલો પર કૃપા કરી નહિ.

યર્મિયાનો વિલાપ 4:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારી આંખો નિરર્થક સહાયની રાહ જોઈ જોઈને થાકી ગઈ છે, અમને બચાવી શકે એવા પ્રજાની અમે ઘણી અપેક્ષા કરી છે, પણ તે વ્યર્થ થઈ છે.

યર્મિયાનો વિલાપ 4:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુશ્મનો અમારી પાછળ પડ્યા હતા અને અમે રસ્તે ચાલી નહોતા શકતા. અમારો અંત નજીક આવ્યો હતો અને અમારા દિવસો પૂરા થયા હતા, કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.

યર્મિયાનો વિલાપ 4:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારી પાછળ પડનારાઓ આકાશના ગરુડો કરતાં વેગવાન હતા. પર્વતો પર તેમણે અમારો પીછો કર્યો અને અરણ્યમાં પણ અમારી પર તરાપ મારવા સંતાઈ ગયા.

યર્મિયાનો વિલાપ 4:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહથી અભિષિક્ત થયેલો જે અમારા મુખનો શ્વાસ, અમારો રાજા, જેના વિષે અમે કહ્યું કે, “તેની છાયામાં અમે દેશોમાં જીવીશું, તે તેઓના ફાંદાઓમાં પકડાયો.”

યર્મિયાનો વિલાપ 4:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અરે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું હર્ષ તથા આનંદ કર, તારી પાસે પ્યાલો આવશે. તું ચકચૂર થઈને પોતાને નિર્વસ્ત્ર કરીશ.

યર્મિયાનો વિલાપ 4:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રે સિયોનની દીકરી, તારા અન્યાયની સજા પૂરી થઈ છે. તે તને ફરી બંદીવાસમાં લઈ જશે નહિ. રે અદોમની દીકરી, તે તારા અન્યાયની સજા કરશે. તે તારાં પાપ પ્રગટ કરશે.

Available Bible Translations

American Standard Version (ASV)
Lamentations 4 (ASV) »
King James Version (KJV)
Lamentations 4 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 4 (GW) »
Berean Bible (BSB)
Lamentations 4 (BSB) »
World English Bible (WEB)
Lamentations 4 (WEB) »
French Bible (LSG)
Lamentations 4 (LSG) »
German Bible (LUTH1912)
Klagelieder 4 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਵਿਰਲਾਪ 4 (PANIRV) »
Bengali Bible (BENIRV)
বিলাপ 4 (BENIRV) »
Hebrew Bible (HEB)
איכה 4 (HEB) »
Portuguese Bible (BSL)
Lamentações 4 (BSL) »
Vietnamese Bible (VIE)
Ai Ca 4 (VIE) »
Spanish Bible (RVA)
Lamentaciones 4 (RVA) »
Italian Bible (RIV)
Lamentazioni 4 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 哀 歌 4 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 哀 歌 4 (CUVT) »
Albanian Bible (ALB)
Vajtimet 4 (ALB) »
Swedish Bible (SV1917)
Klagovisorna 4 (SV1917) »
Hungarian Bible (KAR)
Jeremiás siralmai 4 (KAR) »
Japanese Bible (JPN)
哀歌 4 (JPN) »
Norwegian Bible (NORSK)
Klagesangene 4 (NORSK) »

યર્મિયાનો વિલાપ (GUJIRV) Chapter Selection

1 2 3 4 5

GUJIRV Book Selection List