યર્મિયાનો વિલાપ Chapter 3 GUJIRV Bible Verse Images

યર્મિયાનો વિલાપ 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share યર્મિયાનો વિલાપ 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


યર્મિયાનો વિલાપ 3:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું એક એવો પુરુષ છું કે જેણે યહોવાહના કોપની સોટીથી દુઃખ ભોગવ્યું.

યર્મિયાનો વિલાપ 3:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મને પ્રકાશમાં નહિ પણ અંધકારમાં દોરીને ચલાવ્યો.

યર્મિયાનો વિલાપ 3:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ચોક્કસ આખો દિવસ મારી વિરુદ્ધ અવારનવાર પોતાનો હાથ ફેરવે છે.

યર્મિયાનો વિલાપ 3:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મારું માંસ તથા મારી ચામડીને નુકશાન પહોંચાડ્યું છે; તેમણે મારાં હાડકાં ભાંગી નાખ્યાં છે.

યર્મિયાનો વિલાપ 3:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરીને તેમણે મને બાંધીને ઘેરી લીધો છે.

યર્મિયાનો વિલાપ 3:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મને પુરાતન કાળના મરણ પામેલા એક પુરુષની જેમ અંધકારમાં પૂરી રાખ્યો છે.

યર્મિયાનો વિલાપ 3:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મને દીવાલથી ઘેરી લીધો છે, જેથી મારાથી બહાર નીકળાય નહિ. તેમણે ભારે સાંકળોથી મને બાંધી દીધો છે.

યર્મિયાનો વિલાપ 3:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે હું પોકાર કરીને સહાય માગુ છું, ત્યારે તેઓ મારી પ્રાર્થના પાછી વાળે છે.

યર્મિયાનો વિલાપ 3:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ઘડેલા પથ્થરોથી મારા માર્ગોને બંધ કર્યા છે; તેમણે મારા રસ્તાને વાંકાચૂંકા કર્યા છે.

યર્મિયાનો વિલાપ 3:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ રીંછની જેમ સંતાઈને મારી રાહ જુએ છે અને ગુપ્તમાં રહેનાર સિંહની જેમ મને પકડવા સંતાઈ રહે છે.

યર્મિયાનો વિલાપ 3:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મારા માર્ગો મરડી નાખ્યા છે. તેમણે મને ફાડીને નિરાધાર કર્યો છે.

યર્મિયાનો વિલાપ 3:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે અને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.

યર્મિયાનો વિલાપ 3:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાના ભાથાનાં બાણ મારા અંતઃકરણમાં માર્યા છે.

યર્મિયાનો વિલાપ 3:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું અને તેઓ આખો દિવસ મને ચીડવતાં ગીતો ગાય છે.

યર્મિયાનો વિલાપ 3:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મને કડવી વેલથી ભરી દીધું છે અને મને કટુઝેરથી ભરી દીધો છે.

યર્મિયાનો વિલાપ 3:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી તેમણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે; તેમણે મને રાખથી ઢાંકી દીધો છે.

યર્મિયાનો વિલાપ 3:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મારો જીવ સુખશાંતિથી દૂર કર્યો છે; સમૃદ્ધિ શું છે તે હું ભૂલી ગયો છું.

યર્મિયાનો વિલાપ 3:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, એટલે યહોવાહ તરફથી મારી આશા નષ્ટ થઈ ગઈ છે!”

યર્મિયાનો વિલાપ 3:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારું કષ્ટ તથા મારું દુઃખ, મારી કટુતા તથા કડવાશનું સ્મરણ કરો!

યર્મિયાનો વિલાપ 3:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારો જીવ તેમનું સ્મરણ કરીને મારામાં દીન થઈ ગયો છે.

યર્મિયાનો વિલાપ 3:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હું તેનું મારા હૃદયમાં સ્મરણ કરું છું; મારે મને આશા છે.

યર્મિયાનો વિલાપ 3:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહની કૃપાને લીધે આપણે નાશ પામ્યા નથી, કેમ કે તેમની દયાનો કદી અંત નથી!

યર્મિયાનો વિલાપ 3:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરરોજ સવારે તમારી કૃપા નવી થાય છે, તમારું વિશ્વાસુપણું મહાન છે!

યર્મિયાનો વિલાપ 3:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારો જીવ કહે છે, “યહોવાહ મારો હિસ્સો છે;” તેથી હું તેમનામાં મારી આશા મૂકું છું.

યર્મિયાનો વિલાપ 3:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તેમની રાહ જુએ છે અને જે માણસ તેમને શોધે છે તેઓ પ્રત્યે યહોવાહ ભલા છે.

યર્મિયાનો વિલાપ 3:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહના ઉદ્ધારની આશા રાખવી અને શાંતિથી તેમના આવવાની રાહ જોવી તે સારું છે.

યર્મિયાનો વિલાપ 3:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુવાનીમાં ઝૂંસરી ઉપાડવી એ માણસને માટે સારું છે.

યર્મિયાનો વિલાપ 3:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે તેના પર ઝૂંસરી મૂકી છે, તેથી તે એકાંતમાં બેસીને શાંત રહે.

યર્મિયાનો વિલાપ 3:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતાનું મુખ ધૂળમાં નાખે, કદાચિત તેને આશા ઉત્પન્ન થાય.

યર્મિયાનો વિલાપ 3:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે તેને મારે છે તેના તરફ તે પોતાનો ગાલ ધરે. તે અપમાનથી ભરપૂર થાય.

યર્મિયાનો વિલાપ 3:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પ્રભુ આપણને કદી પણ નકારશે નહિ!

યર્મિયાનો વિલાપ 3:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જો કે તેઓ દુઃખ આપે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તેઓ દયા કરશે.

યર્મિયાનો વિલાપ 3:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેઓ રાજીખુશીથી કોઈને પણ દુ:ખ દેતા નથી અને માણસોને ખિન્ન કરતા નથી.

યર્મિયાનો વિલાપ 3:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પૃથ્વીના સર્વ કેદીઓને પગ નીચે કચડી નાખવા,

યર્મિયાનો વિલાપ 3:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પરાત્પરની સંમુખ કોઈનો હક પડાવી લેવો,

યર્મિયાનો વિલાપ 3:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોઈનો દાવો બગાડવો, એ શું પ્રભુ જોતાં નથી?

યર્મિયાનો વિલાપ 3:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રભુની આજ્ઞા ન છતાં કોના કહ્યા પ્રમાણે થાય?

યર્મિયાનો વિલાપ 3:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પરાત્પર ઈશ્વરના મુખમાંથી દુઃખ તથા સુખ બન્ને નીકળે કે નહિ?

યર્મિયાનો વિલાપ 3:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જીવતો માણસ શા માટે ફરિયાદ કરે છે, પોતાના પાપની સજા થવાથી તે શા માટે કચકચ કરે?

યર્મિયાનો વિલાપ 3:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણે આપણા માર્ગો ચકાસીને તેમની કસોટી કરીએ અને આપણે યહોવાહ તરફ પાછા ફરીએ.

યર્મિયાનો વિલાપ 3:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણે આકાશમાંના ઈશ્વરની તરફ આપણા હાથ અને આપણું હૃદય ઊંચાં કરીને પ્રાર્થના કરીએ.

યર્મિયાનો વિલાપ 3:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“અમે અપરાધ તથા બંડ કર્યો છે અને તમે અમને માફ કર્યા નથી.

યર્મિયાનો વિલાપ 3:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે અમને કોપથી ઢાંકી દીધા તથા સતાવ્યા છે. તમે અમારી કતલ કરી અને દયા રાખી નથી.

યર્મિયાનો વિલાપ 3:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારી પ્રાર્થના પેલે પાર જાય નહિ, માટે તમે વાદળથી પોતાને ઢાંકી દીધા.

યર્મિયાનો વિલાપ 3:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે અમને પ્રજાઓની વચમાં કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.

યર્મિયાનો વિલાપ 3:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.

યર્મિયાનો વિલાપ 3:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભય તથા ખાડો, પાયમાલી તથા નાશ, અમારા પર આવી પડ્યાં છે.”

યર્મિયાનો વિલાપ 3:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા લોકોની દીકરીના નાશને લીધે મારી આંખમાંથી આંસુની નદીઓ વહે છે.

યર્મિયાનો વિલાપ 3:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારી આંખોમાંથી આંસુ વહ્યા કરશે અને બંધ નહિ થાય, કેમ કે તેનો અંત નથી

યર્મિયાનો વિલાપ 3:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યાં સુધી યહોવાહ આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ નહિ ત્યાં સુધી,

યર્મિયાનો વિલાપ 3:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા નગરની સર્વ કુમારિકાઓની દશા જોઈને મારી આંખો સૂજી ગઈ છે.

યર્મિયાનો વિલાપ 3:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ કારણ વગર મારા શત્રુ થયા છે અને પક્ષીની જેમ મારો શિકાર કર્યો છે.

યર્મિયાનો વિલાપ 3:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થરો ફેંક્યા છે.

યર્મિયાનો વિલાપ 3:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા માથા પર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું, “હું મરી ગયો છું!”

યર્મિયાનો વિલાપ 3:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, કારાગૃહના નીચલા ભોંયરામાંથી મેં તમારા નામનો પોકાર કર્યો.

યર્મિયાનો વિલાપ 3:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે મેં કહ્યું, ત્યારે તમે મારું સાંભળ્યું, “હું મદદ માટે હાંક મારું, ત્યારે તમે તમારા કાન બંધ ન કરશો.”

યર્મિયાનો વિલાપ 3:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા અને મને કહ્યું, “બીશ નહિ!”

યર્મિયાનો વિલાપ 3:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે પ્રભુ, તમે મારો બચાવ કર્યો છે અને મારો ઉદ્ધાર કર્યો છે.

યર્મિયાનો વિલાપ 3:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.

યર્મિયાનો વિલાપ 3:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ અને મારી વિરુદ્ધના સર્વ કાવતરાં તમે જોયા છે.

યર્મિયાનો વિલાપ 3:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરુદ્ધ કરેલા સર્વ કાવતરાં તમે સાંભળ્યાં છે.

યર્મિયાનો વિલાપ 3:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા વિરોધીઓ આખો દિવસ મારી વિરુદ્ધ બોલે છે. તમે તેમના ષડ્યંત્રો જાણો છો.

યર્મિયાનો વિલાપ 3:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ભલે તેઓ બેઠા હોય કે ઊભા હોય, તેઓ મારી મશ્કરી ઉડાવ્યે રાખે છે.

યર્મિયાનો વિલાપ 3:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને બદલો આપજો.

યર્મિયાનો વિલાપ 3:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેઓના પર શાપ વરસાવજો.

યર્મિયાનો વિલાપ 3:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ક્રોધે ભરાઈને પીછો કરીને તમે તેઓનો નાશ કરજો અને હે યહોવાહ, તમે તેઓનો પૃથ્વી પરથી સંહાર કરજો!

Available Bible Translations

American Standard Version (ASV)
Lamentations 3 (ASV) »
King James Version (KJV)
Lamentations 3 (KJV) »
GOD’S WORD® (GW)
Lamentations 3 (GW) »
Berean Bible (BSB)
Lamentations 3 (BSB) »
World English Bible (WEB)
Lamentations 3 (WEB) »
French Bible (LSG)
Lamentations 3 (LSG) »
German Bible (LUTH1912)
Klagelieder 3 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਵਿਰਲਾਪ 3 (PANIRV) »
Bengali Bible (BENIRV)
বিলাপ 3 (BENIRV) »
Hebrew Bible (HEB)
איכה 3 (HEB) »
Portuguese Bible (BSL)
Lamentações 3 (BSL) »
Vietnamese Bible (VIE)
Ai Ca 3 (VIE) »
Spanish Bible (RVA)
Lamentaciones 3 (RVA) »
Italian Bible (RIV)
Lamentazioni 3 (RIV) »
Chinese Simplified (CUVS)
耶 利 米 哀 歌 3 (CUVS) »
Chinese Traditional (CUVT)
耶 利 米 哀 歌 3 (CUVT) »
Albanian Bible (ALB)
Vajtimet 3 (ALB) »
Swedish Bible (SV1917)
Klagovisorna 3 (SV1917) »
Hungarian Bible (KAR)
Jeremiás siralmai 3 (KAR) »
Japanese Bible (JPN)
哀歌 3 (JPN) »
Norwegian Bible (NORSK)
Klagesangene 3 (NORSK) »

યર્મિયાનો વિલાપ (GUJIRV) Chapter Selection

1 2 3 4 5

GUJIRV Book Selection List