1 કરિંથીઓને Chapter 15 GUJIRV Bible Verse Images

1 કરિંથીઓને 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કરિંથીઓને 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કરિંથીઓને 15:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ભાઈઓ અને બહેનો, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી છે, જેને તમે પણ સ્વીકારી છે અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,

1 કરિંથીઓને 15:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વચનો મેં તમારી સમક્ષ પ્રગટ કર્યાં છે તેને તમે અનુસરો છો અને કાલ્પનિક વિશ્વાસ કરો નહિ તો જ તમે ઉદ્ધાર પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.

1 કરિંથીઓને 15:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જે મને પ્રાપ્ત થયું છે, તે મેં પ્રથમ તમને સોંપી દીધું કે શાસ્ત્રવચનો પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને સારુ મરણ પામ્યા;

1 કરિંથીઓને 15:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી શાસ્ત્રવચનો પ્રમાણે ઈસુને દફનાવવામાં આવ્યા; અને ત્રીજે દિવસે તેઓ સજીવન થયા.’”

1 કરિંથીઓને 15:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું.

1 કરિંથીઓને 15:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે.

1 કરિંથીઓને 15:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.

1 કરિંથીઓને 15:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું.

1 કરિંથીઓને 15:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.

1 કરિંથીઓને 15:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; મારા પર તેમની જે કૃપા છે તે વિનાકારણ થઈ નથી, પણ તેઓ સર્વ કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ પણ ઈશ્વરની જે કૃપા મારા પર છે તે દ્વારા.

1 કરિંથીઓને 15:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું કે તેઓ, એમ અમે સુવાર્તા પ્રગટ કરીએ છીએ, અને તે પર તમોએ વિશ્વાસ કર્યો છે.

1 કરિંથીઓને 15:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે. એવું જો પ્રગટ કરાય છે, તો તમારામાંના કેટલાક કેમ કહે છે કે, ‘મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી?’

1 કરિંથીઓને 15:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો મૃત્યુ પામેલાઓનું પુનરુત્થાન નથી તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.

1 કરિંથીઓને 15:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી. તો અમે જે ઉપદેશ કરીએ છીએ તે વ્યર્થ, અને તમે જે વિશ્વાસ કરો છો તે પણ વ્યર્થ છે.

1 કરિંથીઓને 15:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને અમે ઈશ્વરના જૂઠા સાક્ષીઓ ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી આપી, કે તેમણે ખ્રિસ્તને સજીવન કર્યાં, પણ જો મૂએલાં ઊઠતાં નથી, તો ઈસુને પણ સજીવન કરવામાં આવ્યા નથી.

1 કરિંથીઓને 15:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જો મૂએલાંઓનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ સજીવન થયા નથી.

1 કરિંથીઓને 15:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જો ખ્રિસ્ત સજીવન થયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.

1 કરિંથીઓને 15:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે.

1 કરિંથીઓને 15:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કેવળ આ જીવન માટે જ આપણી આશા ખ્રિસ્તમાં છે, તો સર્વ માણસો કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.

1 કરિંથીઓને 15:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હવે ખ્રિસ્ત મૃત્યુ પામેલાઓમાંથી સજીવન થયા છે, અને તે ઊંઘી ગયેલાંઓનું પ્રથમફળ થયા છે.

1 કરિંથીઓને 15:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે માણસથી મરણ થયું, એ જ રીતે માણસથી મૂએલાંઓનું પુનરુત્થાન પણ થયું છે.

1 કરિંથીઓને 15:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેમ આદમમાં સર્વ મરે છે, તેમ ખ્રિસ્તમાં સર્વ સજીવન થશે.

1 કરિંથીઓને 15:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પ્રત્યેક પોતપોતાને અનુક્રમે: ખ્રિસ્ત પ્રથમફળ, ત્યાર પછી જ્યારે તે આવશે ત્યારે જેઓ ખ્રિસ્તનાં છે તેઓને સજીવન કરવામાં આવશે.

1 કરિંથીઓને 15:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે ખ્રિસ્ત ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, ત્યારે સમગ્ર સત્તા, સર્વ અધિકાર તથા પરાક્રમ નષ્ટ કરશે ત્યારે અંત આવશે.

1 કરિંથીઓને 15:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે સર્વ શત્રુઓને તે પોતાના પગ તળે કચડી નહિ નાખે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.

1 કરિંથીઓને 15:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે છેલ્લો શત્રુ નાશ પામશે તે તો મરણ છે.

1 કરિંથીઓને 15:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ઈશ્વરે પોતાના પગ નીચે બધાને આધીન કર્યાં છે; પણ જયારે તેમણે કહ્યું કે, ‘સર્વ આધીન કરાયા છે, ત્યારે સર્વને આધીન કરનાર જુદા છે, તે સ્પષ્ટ દેખાય છે.’”

1 કરિંથીઓને 15:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જયારે સર્વ તેમને આધીન કરાશે, ઈસુ આધીન થયેલાઓને આધીન નહિ થાય પણ પિતાને આધીન થશે એ સારુ કે ઈશ્વર સર્વમાં સર્વોચ્ચ થાય.

1 કરિંથીઓને 15:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો એવું ના હોય તો જેઓ મૃત્યુ પામેલાઓને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો મૂએલાંઓને માટે તેઓ શા માટે બાપ્તિસ્મા પામે છે?

1 કરિંથીઓને 15:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે પણ વારંવાર જોખમમાં શા માટે પડીએ છીએ?

1 કરિંથીઓને 15:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારા વિષે મારો જે આનંદ છે તેની ખાતરી સાથે કહું છું કે, ‘હું દિનપ્રતિદિન મરું છું.

1 કરિંથીઓને 15:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો એફેસસમાં જંગલી જાનવરોની સાથે લડ્યો તો મને શો લાભ છે? જો મૂએલાઓનું પુનરુત્થાન નથી તો આપણે ખાઈએ કે પીઈએ એમાં શું ખોટું છે. કેમ કે કાલે મરવાના છીએ.

1 કરિંથીઓને 15:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખાસ યાદ રાખો; ખરાબ સંગત સારા આચરણને બગાડે છે.

1 કરિંથીઓને 15:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.

1 કરિંથીઓને 15:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે?

1 કરિંથીઓને 15:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.

1 કરિંથીઓને 15:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના.

1 કરિંથીઓને 15:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને પ્રત્યેક દાણાને પોતાનું શરીર આપે છે.

1 કરિંથીઓને 15:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ દેહ એક જ જાતનાં નથી; પણ માણસોનો દેહ જુદો છે, પશુઓનો જુદો અને માછલાંઓનો જુદો તેમ જ પક્ષીઓનો દેહ પણ જુદો છે.

1 કરિંથીઓને 15:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્વર્ગીય શરીરો છે તેમ જ પૃથ્વી પરનાં શરીરો પણ છે. સ્વર્ગીય શરીરોનો વૈભવ જુદો છે, તથા પૃથ્વી પરના શરીરોનો વૈભવ જુદો છે.

1 કરિંથીઓને 15:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સૂર્યનો વૈભવ જુદો, અને ચંદ્રનો વૈભવ જુદો, તેમ જ ચમકતા તારાઓનો મહિમા પણ જુદો છે, કેમ કે ચમકતા તારા તારામાં પણ ફેર છે.

1 કરિંથીઓને 15:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂએલાંઓનું પુનરુત્થાન પણ એવું છે; જે દફનાવાય તે નાશવંત છે. અને જે સજીવન કરાય છે તે સદાકાળ સુધી ટકનાર છે.

1 કરિંથીઓને 15:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અપમાનમાં વવાય છે, મહિમામાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે.

1 કરિંથીઓને 15:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભૌતિક શરીર વવાય છે અને આત્મિક શરીરમાં સજીવન કરાય છે; જો ભૌતિક શરીર છે, તો આત્મિક શરીર પણ છે.

1 કરિંથીઓને 15:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લખ્યું છે કે, ‘પહેલો માણસ આદમ સજીવ જીવંત પ્રાણી થયો, છેલ્લો આદમ જીવનદાયક આત્મા થયો.

1 કરિંથીઓને 15:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આત્મિક પહેલું હોતું નથી, ભૌતિક પહેલું પછી આત્મિક.

1 કરિંથીઓને 15:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહેલો માણસ પૃથ્વીની માટીનો બનેલો હતો, બીજો માણસ સ્વર્ગથી આવનાર પ્રભુ છે.

1 કરિંથીઓને 15:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે માટીનો છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જે સ્વર્ગીય છે તે જેવો છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.

1 કરિંથીઓને 15:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપણે જેમ માટીની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીય સ્વરૂપ પણ ધારણ કરીશું.

1 કરિંથીઓને 15:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા લોહી ઈશ્વરના રાજ્યના વારસ થઈ શકતા નથી; તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકવાનું નથી.

1 કરિંથીઓને 15:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ, હું તમને મર્મ કહું છું; આપણે સહુ ઊંઘીશું નહિ, છેલ્લું રણશિંગડું વાગતા જ પણ એક ક્ષણમાં, આંખના પલકારામાં આપણે બદલાઈ જઈશું.

1 કરિંથીઓને 15:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે રણશિંગડું વાગશે, ત્યારે મૂએલાં અવિનાશી થઈને ઊઠશે અને આપણું સ્વરૂપ બદલાઈ જશે.

1 કરિંથીઓને 15:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે તથા આ મરનાર અમરપણું ધારણ કરશે.

1 કરિંથીઓને 15:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મરણ અમરપણું ધારણ કરશે, ત્યારે આ લખેલી વાત પૂર્ણ થશે કે, ‘મરણ જયમાં ગરક થઈ ગયું છે.’”

1 કરિંથીઓને 15:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અરે મરણ, તારું પરાક્રમ ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?’”

1 કરિંથીઓને 15:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરણનો ડંખ તો પાપ છે; અને પાપનું સામર્થ્ય નિયમશાસ્ત્ર છે;

1 કરિંથીઓને 15:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપણને વિજય આપે છે, તેમની આભારસ્તુતિ થાઓ.

1 કરિંથીઓને 15:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દ્રઢ થાઓ, તથા પ્રભુના કામમાં તલ્લીન રહો, કેમ કે તમે જાણો છો કે પ્રભુમાં તમારું કામ નિષ્ફળ નથી.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 15 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 15 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 15 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 15 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 15 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 15 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 15 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 15 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 15 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 15 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 15 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 15 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 15 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 15 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 15 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 15 (NORSK) »

1 કરિંથીઓને (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

GUJIRV Book Selection List