1 કરિંથીઓને Chapter 14 GUJIRV Bible Verse Images

1 કરિંથીઓને 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કરિંથીઓને 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કરિંથીઓને 14:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો.

1 કરિંથીઓને 14:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે.

1 કરિંથીઓને 14:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે.

1 કરિંથીઓને 14:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે અન્ય ભાષા બોલે છે તે પોતાની ઉન્નતિ કરે છે; પણ જે પ્રબોધ કરે છે તે વિશ્વાસી સમુદાયની ઉન્નતિ કરે છે.

1 કરિંથીઓને 14:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારી ઇચ્છા છે કે, તમે બધા અન્ય ભાષાઓ બોલો, પણ વિશેષ કરીને તમે પ્રબોધ સમજાવો એવી મારી ઇચ્છા છે. કેમ કે અન્ય ભાષાઓ બોલનાર, જો વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે ભાષાંતર કરે નહિ, તો તે કરતાં પ્રબોધ કરનારનું મહત્ત્વ વધારે છે.

1 કરિંથીઓને 14:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભાઈઓ, તમારી વચ્ચે આવીને હું અન્ય ભાષાઓ બોલું પણ જો પ્રકટીકરણ, જ્ઞાન, પ્રબોધ કે શિખામણથી ન બોલું તો તેનાથી તમને કશો લાભ નથી.

1 કરિંથીઓને 14:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ જ અવાજ કાઢનાર નિર્જીવ વાજિંત્રો, પછી તે વાંસળી હોય કે વીણા હોય પણ જો એમના સૂરમાં અલગતા આવે નહિ, તો વાંસળી કે વીણા એમાંથી શું વગાડે છે તે કેવી રીતે માલૂમ પડે?

1 કરિંથીઓને 14:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જો રણશિંગડું સ્પષ્ટ સૂર ન કાઢે, તો લડાઈ માટે કોણ સજ્જ થશે?

1 કરિંથીઓને 14:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ જ તમે પણ જો જીભ વડે સમજી શકાય એવા શબ્દો ના બોલો તો બોલેલી વાત કેવી રીતે સમજાય? કેમ કે એમ કરવાથી તમે હવામાં બોલનારા જેવા ગણાશો.

1 કરિંથીઓને 14:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુનિયામાં ઘણી ભાષાઓ છે, તેઓમાંની કોઈ અર્થ વગરની નથી,

1 કરિંથીઓને 14:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે જો હું અમુક ભાષાનો અર્થ ન જાણું, તો બોલનારની સમક્ષ હું પરદેશી જેવો અને બોલનાર મારી આગળ પરદેશી જેવો થશે.

1 કરિંથીઓને 14:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ પ્રમાણે તમે આત્માનાં દાનો ઇચ્છો છો, તે ઝનૂનથી શોધો અને વિશ્વાસી સમુદાયની ઉન્નતિને માટે તમે તેમાં વૃદ્ધિ પામવા પ્રયાસ કરો.

1 કરિંથીઓને 14:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે માટે અન્ય ભાષા બોલનારે પોતે ભાષાંતર કરી શકે, એવી પ્રાર્થના કરવી.

1 કરિંથીઓને 14:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું, તો મારો આત્મા પ્રાર્થના કરે છે, પણ મારું મન નિષ્ક્રિય રહે છે.

1 કરિંથીઓને 14:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો શું? હું આત્માથી પ્રાર્થના કરીશ અને મનથી પણ પ્રાર્થના કરીશ, આત્માથી ગાઈશ અને મનથી પણ ગાઈશ.

1 કરિંથીઓને 14:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નહિ તો જો તું આત્માથી સ્તુતિ કરીશ તો ત્યાં જે ઓછી સમજવાળો માણસ બેઠેલો છે તે તારી સ્તુતિ સાંભળીને આમીન કેવી રીતે કહેશે? કેમ કે તું શું બોલે છે એ તે સમજતો નથી.

1 કરિંથીઓને 14:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તું સારી રીતે સ્તુતિ કરે છે ખરો; પણ તેથી અન્યોની ઉન્નતિ થતી નથી.

1 કરિંથીઓને 14:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું ઈશ્વરનો આભાર માનું છું, કે તમારા સર્વનાં કરતાં મને વધારે ભાષાઓ બોલતાં આવડે છે.

1 કરિંથીઓને 14:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ વિશ્વાસી સમુદાયમાં અન્ય ભાષામાં દસ હજાર શબ્દ બોલવા કરતાં બીજાઓને શીખવવા પોતાની સમજશક્તિથી માત્ર પાંચ શબ્દો બોલવાનું હું વધારે પસંદ કરું છું.

1 કરિંથીઓને 14:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ; પણ દુષ્ટતામાં બાળકો થાઓ, અને સમજણમાં પુખ્ત થાઓ.

1 કરિંથીઓને 14:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે, ‘અન્ય ભાષાઓથી તથા અજાણી પ્રજાઓના હોઠોથી હું આ લોકોની સાથે બોલીશ, તોપણ તેઓ મારું સાંભળશે નહીં,’ એમ પ્રભુ કહે છે.

1 કરિંથીઓને 14:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે ભાષાઓ વિશ્વાસીઓને નહિ, પણ અવિશ્વાસીઓને માટે નિશાનીરૂપ છે. અને પ્રબોધ અવિશ્વાસીઓને નહિ પણ વિશ્વાસીઓને માટે ચિહ્નરૂપ છે.

1 કરિંથીઓને 14:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જો આખો વિશ્વાસી સમુદાય એકઠો મળે, અને બધા જ અન્ય ભાષાઓમાં બોલે અને જો કેટલાક ઓછી સમજવાળા તથા અવિશ્વાસીઓ ત્યાં આવે તો શું તેઓ કહેશે નહિ, કે તમે પાગલ છો?

1 કરિંથીઓને 14:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો સર્વ પ્રબોધ કરે અને કોઈ અવિશ્વાસી કે અણસમજુ અંદર આવે તો બધાથી તેને શિખામણ મળે છે; બધાથી તે પરખાય છે;

1 કરિંથીઓને 14:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેના હૃદયની ગુપ્ત બાબતો પ્રગટ કરાય છે; વળી ખરેખર ઈશ્વર તમારામાં છે એવું કબૂલ કરીને, તે ઘૂંટણે પડીને ઈશ્વરનું ભજન કરશે.

1 કરિંથીઓને 14:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ.

1 કરિંથીઓને 14:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું.

1 કરિંથીઓને 14:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.

1 કરિંથીઓને 14:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.

1 કરિંથીઓને 14:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.

1 કરિંથીઓને 14:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.

1 કરિંથીઓને 14:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.

1 કરિંથીઓને 14:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,

1 કરિંથીઓને 14:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.

1 કરિંથીઓને 14:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.

1 કરિંથીઓને 14:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?

1 કરિંથીઓને 14:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું.

1 કરિંથીઓને 14:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.

1 કરિંથીઓને 14:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે, મારા ભાઈઓ, પ્રબોધ કરવાની ઉત્કંઠા રાખો, અન્ય ભાષાઓમાં બોલવાની મનાઈ ન કરો.

1 કરિંથીઓને 14:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ બધું ઈશ્વરને શોભે એ રીતે તથા વ્યવસ્થાપૂર્વક કરવામાં આવે.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 14 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 14 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 14 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 14 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 14 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 14 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 14 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 14 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 14 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 14 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 14 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 14 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 14 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 14 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 14 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 14 (NORSK) »

1 કરિંથીઓને (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

GUJIRV Book Selection List