1 કરિંથીઓને Chapter 10 GUJIRV Bible Verse Images

1 કરિંથીઓને 10 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કરિંથીઓને 10 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કરિંથીઓને 10:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;

1 કરિંથીઓને 10:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;

1 કરિંથીઓને 10:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,

1 કરિંથીઓને 10:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.

1 કરિંથીઓને 10:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.

1 કરિંથીઓને 10:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ તેઓ દુષ્ટ વસ્તુઓની વાસના રાખનાર હતા તેવા આપણે ન થઈએ, તે માટે આ વાતો આપણે સારુ ચેતવણીરૂપ હતી.

1 કરિંથીઓને 10:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેવા તમે ન થાઓ; લખેલું છે કે, લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.

1 કરિંથીઓને 10:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ તેઓમાંના કેટલાકે વ્યભિચાર કર્યો, અને એક દિવસમાં ત્રેવીસ હજાર માર્યા ગયા, એવું આપણે ન કરીએ.

1 કરિંથીઓને 10:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ તેઓમાંના કેટલાકે ખ્રિસ્તની કસોટી કરી. અને સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે ઈશ્વરની કસોટી કરીએ નહિ.

1 કરિંથીઓને 10:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી જેમ તેઓમાંના કેટલાકે કચકચ કરી, અને સંહારકે તેમનો સંહાર કર્યો એવી કચકચ તમે ન કરો.

1 કરિંથીઓને 10:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે તે સર્વ તેઓના પર આવી પડ્યું તે તો આપણને સમજે તે માટે થયું; જેઓનાં પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો બોધ આપણને મળે તેને સારુ તે લખવામાં આવ્યું છે.

1 કરિંથીઓને 10:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.

1 કરિંથીઓને 10:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.

1 કરિંથીઓને 10:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.

1 કરિંથીઓને 10:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.

1 કરિંથીઓને 10:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં?

1 કરિંથીઓને 10:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રોટલી એક જ છે, માટે આપણે ઘણાં છતાં એક શરીરરૂપ છીએ, કેમ કે આપણે સર્વ એક જ રોટલીના ભાગીદાર છીએ.

1 કરિંથીઓને 10:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ જાતિએ ઇઝરાયલી છે તેમને જુઓ; શું યજ્ઞ બલિદાનો ખાનારા યજ્ઞવેદીના સહભાગી નથી?

1 કરિંથીઓને 10:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો હું શું કહું છું? કે મૂર્તિની પ્રસાદી કંઈ છે? અથવા મૂર્તિ કંઈ છે?

1 કરિંથીઓને 10:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ના, પણ હું કહું છું કે, વિદેશીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહિ, પણ દુષ્ટાત્માઓને આપે છે; તમે તેઓનો સંગ ના કરો, એવી મારી ઇચ્છા છે.

1 કરિંથીઓને 10:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે પ્રભુના પ્યાલા સાથે દુષ્ટાત્માઓનો પ્યાલો પી શકતા નથી; તેમ જ તમે પ્રભુના ભોજનની સાથે દુષ્ટાત્માઓનાં ભોજનના ભાગીદાર થઈ શકતા નથી.

1 કરિંથીઓને 10:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો શું આપણે પ્રભુને ચીડવીએ છીએ? શું આપણે તેમના કરતાં વધારે બળવાન છીએ?

1 કરિંથીઓને 10:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉપયોગી નથી. સઘળી વસ્તુઓ ઉચિત છે; પણ સઘળી ઉન્નતિકારક નથી.

1 કરિંથીઓને 10:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માત્ર પોતાનું જ નહિ, પણ દરેકે બીજાનું હિત જોવું.

1 કરિંથીઓને 10:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કંઈ બજારમાં વેચાય છે, તે પ્રેરકબુદ્ધિની ખાતર કંઈ પણ પૂછપરછ વગર ખાઓ;

1 કરિંથીઓને 10:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.

1 કરિંથીઓને 10:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કોઈ અવિશ્વાસી તમને નિમંત્રણ આપે અને તમે જવા ઇચ્છતા હો, તો તમારી આગળ જે કંઈ પીરસવામાં આવે તે પ્રેરકબુદ્ધિની ખાતર કશી પૂછપરછ કર્યાં વિના ખાઓ.

1 કરિંથીઓને 10:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો કોઈ તમને કહે કે, તે મૂર્તિની પ્રસાદી છે, તો જેણે તે બતાવ્યું તેની ખાતર, તથા પ્રેરકબુદ્ધિની ખાતર તે ન ખાઓ.

1 કરિંથીઓને 10:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું જે પ્રેરકબુદ્ધિ કહું છું, તે તારી પોતાની નહિ, પણ બીજી વ્યક્તિની કેમ કે બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય છે?

1 કરિંથીઓને 10:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો હું આભારપૂર્વક તે ખાવામાં ભાગીદાર થાઉં, તો જેને સારુ હું આભાર માનું છું, તે વિષે મારી નિંદા કેમ કરવામાં આવે છે?

1 કરિંથીઓને 10:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે તમે ખાઓ કે, પીઓ કે, જે કંઈ કરો તે સર્વ ઈશ્વરના મહિમાને અર્થે કરો.

1 કરિંથીઓને 10:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે યહૂદીઓને, ગ્રીકોને કે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને અવરોધરૂપ ન થાઓ;

1 કરિંથીઓને 10:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ઉદ્ધાર પામે માટે જેમ હું પણ સર્વ બાબતે સર્વને ખુશ રાખીને મારું પોતાનું નહિ, પણ ઘણાંનું હિત જોઉં છું, તેમ જ તમે કરો.

Available Bible Translations

American Standard Version
1 Corinthians 10 (ASV) »
King James Version
1 Corinthians 10 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 10 (GW) »
World English Bible
1 Corinthians 10 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 कुरिन्थियों 10 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਕੁਰਿੰਥੀਆਂ 10 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 কৰিন্থীয়া 10 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 கொரிந்தியர் 10 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 करिंथकरांस 10 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
1 కొరింథీయులకు 10 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಕೊರಿಂಥದವರಿಗೆ 10 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
١ كورنثوس 10 (AVD) »
Bíblia Sagrada Português
1 Coríntios 10 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Cô-rinh-tô 10 (VIE) »
Reina Valera Antigua
1 Corintios 10 (RVA) »
La Sacra Bibbia
1 Corinzi 10 (RIV) »
圣 经 简体中文和合本
哥 林 多 前 书 10 (CUVS) »
聖 經 繁體中文和合本
歌 林 多 前 書 10 (CUVT) »
Библия на русском
1 Коринфянам 10 (RUSV) »
Українська Біблія
1 коринтян 10 (UKR) »
Szent Biblia - Magyar
1 Korinthus 10 (KAR) »
Българска Библия
1 Коринтяни 10 (BULG) »
Kitaabka Quduuska Ah
1 Korintos 10 (SOM) »
De Heilige Schrift
1 Corinthiërs 10 (NLD) »

1 કરિંથીઓને (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

GUJIRV Book Selection List