1 કરિંથીઓને Chapter 11 GUJIRV Bible Verse Images

1 કરિંથીઓને 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કરિંથીઓને 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કરિંથીઓને 11:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.

1 કરિંથીઓને 11:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.

1 કરિંથીઓને 11:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.

1 કરિંથીઓને 11:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કોઈ પુરુષ પ્રાર્થના કે પ્રબોધ કરતાં પોતાનું માથું ઢાંકેલું રાખે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે.

1 કરિંથીઓને 11:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પરંતુ જે કોઈ સ્ત્રી ખુલ્લે માથે પ્રાર્થના કે પ્રબોધ કરે છે, તો તે પોતાના માથાનું અપમાન કરે છે, કેમ કે તેમ કરવું તે વાળ ઊતરાવી નાખ્યાં સમાન છે.

1 કરિંથીઓને 11:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જો સ્ત્રી માથે ઓઢે નહિ તો તેણે પોતાના વાળ ઊતરાવી નાખવા જોઈએ; પણ જોકે વાળ ઉતરાવવાથી સ્ત્રીને શરમ લાગે તો તેણે માથે ઓઢવું જોઈએ.

1 કરિંથીઓને 11:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે;

1 કરિંથીઓને 11:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.

1 કરિંથીઓને 11:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું.

1 કરિંથીઓને 11:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.

1 કરિંથીઓને 11:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી.

1 કરિંથીઓને 11:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેમ સ્ત્રી પુરુષથી છે તેમ પુરુષ સ્ત્રીને આશરે, પણ સર્વ પ્રભુથી છે.

1 કરિંથીઓને 11:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્ત્રી ઘુંઘટ વિના ઈશ્વરની પ્રાર્થના કરે એ શું તેને શોભે? એ વાતનો નિર્ણય તમે પોતે કરો

1 કરિંથીઓને 11:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અથવા શું પ્રકૃતિ પોતે તમને શીખવતી નથી, કે જો પુરુષને લાંબા વાળ હોય તો તે તેને અપમાનરૂપ છે?

1 કરિંથીઓને 11:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો સ્ત્રીને લાંબા વાળ હોય તો તે તેની શોભા છે, કેમ કે તેના વાળ આચ્છાદનને માટે તેને આપવામાં આવે છે.

1 કરિંથીઓને 11:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો કોઈ માણસ એ બાબત વિષે વિવાદી માલૂમ પડે, તો જાણવું કે, આપણામાં તથા ઈશ્વરના વિશ્વાસી સમુદાયમાં એવો રિવાજ નથી.

1 કરિંથીઓને 11:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ કહીને હું તમારી પ્રશંસા કરતો નથી, કેમ કે તમે સુધારાને માટે નહિ, પણ બગાડને સારુ ભેગા મળો છો.

1 કરિંથીઓને 11:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પ્રથમ, તમે સભામાં એકઠા થાઓ છો, ત્યારે તમારામાં ફાટફૂટ હોવાનું મારા સાંભળવામાં આવે છે. અને કેટલેક અંશે તે ખરું માનું છું.

1 કરિંથીઓને 11:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ પસંદ થયેલા છે તેઓ પ્રગટ થાય એ માટે જરૂરી છે કે તમારામાં મતભેદ પડે.

1 કરિંથીઓને 11:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો તમે એક સ્થાને મળો છો ત્યારે પ્રભુનું ભોજન કરવું એ અશક્ય થઈ પડે છે.

1 કરિંથીઓને 11:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ખાવામાં પ્રત્યેક પોતાનું ભોજન કરી લે છે; કોઈ ભૂખ્યો રહે છે તો કોઈ સ્વછંદી બને છે.

1 કરિંથીઓને 11:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શું તમારે ખાવા તથા પીવા માટે તમારાં ઘરો નથી? કે શું તમે ઈશ્વરના વિશ્વાસી સમુદાયને ધિક્કારો છો, કે જેઓની પાસે નથી તેઓને શરમાવો છો? હું તમને શું કહું? શું એમાં હું તમને વખાણું? એમાં હું તમારી પ્રશંસા કરતો નથી.

1 કરિંથીઓને 11:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જે હું પ્રભુથી પામ્યો તે મેં તમને પણ આપી દીધું, એટલે કે જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, ત્યારે તેમણે રોટલી લીધી,

1 કરિંથીઓને 11:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને સ્તુતિ કરીને ભાંગીને કહ્યું કે, ‘લો ખાઓ, એ મારું શરીર છે, જે તમારે માટે ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારુ તે કરો.’”

1 કરિંથીઓને 11:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ જ ભોજન કર્યા પછી, પ્યાલો પણ લઈને કહ્યું કે, ‘આ પ્યાલો મારા રક્તનો નવો કરાર છે; તમે જેટલી વખત તે પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને સારુ તે કરો.’”

1 કરિંથીઓને 11:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેટલી વાર તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીઓ છો તેટલી વાર તમે પ્રભુના આવતાં સુધી તેમનું મૃત્યુ પ્રગટ કરો છો.

1 કરિંથીઓને 11:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જે કોઈ માણસ અયોગ્ય રીતે પ્રભુની રોટલી ખાય, કે તેમનો પ્યાલો પીએ, તે પ્રભુના શરીરનો તથા રક્તનો અપરાધી થશે.

1 કરિંથીઓને 11:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ દરેકે પોતાની તપાસ કરવી. એમ કરીને રોટલીમાંથી ખાવું અને પ્યાલામાંથી પીવું.

1 કરિંથીઓને 11:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે.

1 કરિંથીઓને 11:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.

1 કરિંથીઓને 11:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.

1 કરિંથીઓને 11:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.

1 કરિંથીઓને 11:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;

1 કરિંથીઓને 11:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કોઈ ભૂખ્યો હોય, તો તે પોતાના ઘરમાં ખાય, જેથી તમારું એકઠા મળવું શિક્ષાપાત્ર થાય નહિ. હવે જે કંઈ બાકી છે તે હું આવીશ ત્યારે યથાસ્થિત કરીશ.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Corinthians 11 (ASV) »
King James Version (KJV)
1 Corinthians 11 (KJV) »
GOD’S WORD® (GW)
1 Corinthians 11 (GW) »
Berean Bible (BSB)
1 Corinthians 11 (BSB) »
World English Bible (WEB)
1 Corinthians 11 (WEB) »
French Bible (LSG)
1 Corinthiens 11 (LSG) »
German Bible (LUTH1912)
1 Korinther 11 (LUTH1912) »
Portuguese Bible (BSL)
1 Coríntios 11 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Cô-rinh-tô 11 (VIE) »
Spanish Bible (RVA)
1 Corintios 11 (RVA) »
Italian Bible (RIV)
1 Corinzi 11 (RIV) »
Chinese Simplified (CUVS)
哥 林 多 前 书 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
歌 林 多 前 書 11 (CUVT) »
Albanian Bible (ALB)
1 Korintasve 11 (ALB) »
Ukrainian Bible (UKR)
1 коринтян 11 (UKR) »
Hungarian Bible (KAR)
1 Korinthus 11 (KAR) »
Norwegian Bible (NORSK)
1 Korinter 11 (NORSK) »

1 કરિંથીઓને (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

GUJIRV Book Selection List