નહેમ્યા Chapter 7 GUJIRV Bible Verse Images

નહેમ્યા 7 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નહેમ્યા 7 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નહેમ્યા 7:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે કોટનું બાંધકામ પૂરું થયું અને મેં દરવાજાઓ ઊભા કર્યા, ત્યારે દ્વારપાળો, ગાનારાઓ તથા લેવીઓની નિમણૂક કરવામાં આવી.

નહેમ્યા 7:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેં મારા ભાઈ હનાની અને કિલ્લાના અમલદાર હનાન્યાને યરુશાલેમનો હવાલો સોંપ્યો. કારણ કે તે ઘણો વિશ્વાસુ હતો તથા બીજા બધા કરતાં ઈશ્વરથી વિશેષ ડરનારો હતો.

નહેમ્યા 7:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને મેં તેઓને કહ્યું, “દિવસ ચઢે ત્યાં સુધી યરુશાલેમના દરવાજા ખોલવા નહિ અને જ્યારે ચોકીદારો ચોકી કરતા હોય ત્યારે તેઓએ દરવાજાનાં બારણાં બંધ રાખવાં. યરુશાલેમના રહેવાસીઓમાંથી તમારે ચોકીદારો નીમવા. દરેક જણ નિયત જગ્યાએ ચોકી કરે અને બાકીના પોતાના ઘર આગળ ચોકી કરે.”

નહેમ્યા 7:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નગર ખૂબ વિસ્તારવાળું હતું. પણ તેમાં લોકો થોડા જ હતા અને ઘરો હજુ બંધાયાં નહોતા.

નહેમ્યા 7:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા ઈશ્વરે મારા હૃદયમાં એવી પ્રેરણા કરી કે, ઉમરાવોને, અધિકારીઓને અને લોકોને વંશાવળી પ્રમાણે તેઓની ગણતરી કરવા માટે એકઠા કરવા. જેઓ સૌથી પહેલા આવ્યા હતા તેઓની વંશાવળીની યાદી મને મળી. તેમાં મને આ લખાણ જોવા મળ્યું કે.

નહેમ્યા 7:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,

નહેમ્યા 7:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.

નહેમ્યા 7:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,

નહેમ્યા 7:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શફાટયાના વંશજો ત્રણસો બોતેર,

નહેમ્યા 7:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આરાહના વંશજો છસો બાવન,

નહેમ્યા 7:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,

નહેમ્યા 7:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એલામના વંશજો એક હજાર બસો ચોપન,

નહેમ્યા 7:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,

નહેમ્યા 7:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝાકકાયના વંશજો સાતસો આઠ.

નહેમ્યા 7:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,

નહેમ્યા 7:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,

નહેમ્યા 7:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,

નહેમ્યા 7:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અદોનિકામના વંશજો છસો સડસઠ.

નહેમ્યા 7:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,

નહેમ્યા 7:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આદીનના વંશજો છસો પંચાવન,

નહેમ્યા 7:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,

નહેમ્યા 7:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.

નહેમ્યા 7:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,

નહેમ્યા 7:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારીફના વંશજો એકસો બાર,

નહેમ્યા 7:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગિબ્યોનના વંશજો પંચાણું

નહેમ્યા 7:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.

નહેમ્યા 7:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,

નહેમ્યા 7:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,

નહેમ્યા 7:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,

નહેમ્યા 7:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.

નહેમ્યા 7:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિખ્માશના વંશજો એકસો બાવીસ,

નહેમ્યા 7:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,

નહેમ્યા 7:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નબોના વંશજો બાવન,

નહેમ્યા 7:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.

નહેમ્યા 7:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારીમના વંશજો ત્રણસો વીસ,

નહેમ્યા 7:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,

નહેમ્યા 7:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,

નહેમ્યા 7:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.

નહેમ્યા 7:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,

નહેમ્યા 7:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,

નહેમ્યા 7:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,

નહેમ્યા 7:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારીમના વંશજો એક હજાર સત્તર.

નહેમ્યા 7:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.

નહેમ્યા 7:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.

નહેમ્યા 7:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.

નહેમ્યા 7:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,

નહેમ્યા 7:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,

નહેમ્યા 7:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,

નહેમ્યા 7:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.

નહેમ્યા 7:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,

નહેમ્યા 7:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,

નહેમ્યા 7:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.

નહેમ્યા 7:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,

નહેમ્યા 7:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,

નહેમ્યા 7:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,

નહેમ્યા 7:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નસીઆના વંશજો અને હટીફાના વંશજો.

નહેમ્યા 7:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,

નહેમ્યા 7:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,

નહેમ્યા 7:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.

નહેમ્યા 7:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.

નહેમ્યા 7:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેલ-મેલાહ, તેલ-હાર્શા, કરુબ, આદ્દોન તથા ઈમ્મેરમાંથી જેઓ પાછા આવ્યા હતા તે આ છે: પણ તેઓ ઇઝરાયલીઓમાંના હતા કે નહિ એ વિષે તેઓ પોતપોતાના પૂર્વજોના કુટુંબો તથા પોતપોતાના વંશજો બતાવી શક્યા નહિ.

નહેમ્યા 7:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દલાયાના વંશજો, ટોબિયાના વંશજો તથા નકોદાના વંશજો છસો બેતાળીસ.

નહેમ્યા 7:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાજકોમાંના: હબાયાના વંશજો, હાક્કોસના વંશજો અને બાર્ઝિલ્લાયના વંશજો. બાર્ઝિલ્લાયે ગિલ્યાદી દીકરીઓમાંથી એકની સાથે લગ્ન કર્યું હતું, તેથી તેઓનાં નામ પરથી તેનું નામ એ પડ્યું.

નહેમ્યા 7:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ વંશાવળી પ્રમાણે ગણવામાં આવ્યા તેઓમાં તેઓએ પોતાની નોંધ શોધી, પણ તે મળી નહિ, માટે તેઓ યાજકપદમાંથી ફરિગ કરાયા.

નહેમ્યા 7:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આગેવાનોએ તેઓને કહ્યું કે ઉરીમ અને તુમ્મીમ ધારણ કરનાર એક યાજક ઊભો થાય નહિ ત્યાં સુધી તેઓએ પરમપવિત્ર વસ્તુઓમાંથી ખાવું નહિ.

નહેમ્યા 7:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ લોકો મળીને બેતાળીસ હજાર ત્રણસો સાઠ માણસો હતા.

નહેમ્યા 7:67 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઉપરાંત તેઓના દાસો તથા દાસીઓ મળીને સાત હજાર ત્રણસો સાડત્રીસ હતા. તેઓમાં ગાનારાઓ તથા ગાનારીઓ બસો પિસ્તાળીસ હતા.

નહેમ્યા 7:68 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના ઘોડા સાતસો છત્રીસ હતા, તેઓનાં ખચ્ચર બસો પિસ્તાળીસ હતાં,

નહેમ્યા 7:69 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનાં ઊંટો ચારસો પાંત્રીસ અને તેઓના ગધેડાં છ હજાર સાતસો વીસ હતાં.

નહેમ્યા 7:70 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પૂર્વજોનાં કુટુંબોમાંના મુખ્ય આગેવાનોમાંથી કેટલાકે આ કામને માટે ભેટ આપી હતી. મુખ્ય સૂબાએ એક હજાર દારીક સોનું, પચાસ પાત્રો અને પાંચસો ત્રીસ યાજકવસ્ત્રો ભંડારમાં આપ્યાં હતા.

નહેમ્યા 7:71 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પૂર્વજોનાં કુટુંબોના આગેવાનોમાંથી કેટલાકે વીસ હજાર દારીક સોનું તથા બે હજાર બસો માનેહ ચાંદી ભંડારમાં આપ્યાં હતાં.

નહેમ્યા 7:72 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાકીના લોકોએ જે આપ્યું તે વીસ હજાર દારીક, બે હજાર માનેહ ચાંદી તથા સડસઠ યાજકવસ્ત્ર હતાં.

નહેમ્યા 7:73 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી યાજકો, લેવીઓ, દ્વારપાળો, ગાનારાઓ, ભક્તિસ્થાનના સેવકો, કેટલાક લોકો, તથા સર્વ ઇઝરાયલીઓ પોતપોતાનાં નગરોમાં વસ્યા. સાતમા માસમાં ઇઝરાયલી લોકો પોતપોતાના નગરોમાં આવીને વસ્યા.”

Available Bible Translations

American Standard Version
Nehemiah 7 (ASV) »
King James Version
Nehemiah 7 (KJV) »
GOD’S WORD® (GW)
Nehemiah 7 (GW) »
World English Bible
Nehemiah 7 (WEB) »
Louis Segond 1910
Néhémie 7 (LSG) »
Luther Bibel 1912
Nehemia 7 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नहेम्याह 7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਨਹਮਯਾਹ 7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
নহিমিয়া 7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நெகேமியா 7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नहेम्या 7 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
నెహెమ్యా 7 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ನೆಹೆಮೀಯನು 7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
نَحَمْيَا 7 (AVD) »
תנ ך עברי מודרני
נחמיה 7 (HEB) »
Bíblia Sagrada Português
Neemias 7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Nê-hê-mi-a 7 (VIE) »
Reina Valera Antigua
Nehemías 7 (RVA) »
La Sacra Bibbia
Neemia 7 (RIV) »
圣 经 简体中文和合本
尼 希 米 记 7 (CUVS) »
聖 經 繁體中文和合本
尼 希 米 記 7 (CUVT) »
Bibla e Shenjtë
Nehemia 7 (ALB) »
Svenska Bibeln 1917
Nehemja 7 (SV1917) »
Библия на русском
Неемия 7 (RUSV) »
Українська Біблія
Неемія 7 (UKR) »
Szent Biblia - Magyar
Nehémiás 7 (KAR) »
Българска Библия
Неемия 7 (BULG) »
Det Norsk Bibel
Nehemja 7 (NORSK) »
Biblia Takatifu
Nehemia 7 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Nexemyaah 7 (SOM) »
De Heilige Schrift
Nehemia 7 (NLD) »
Dansk Bibel 1871
Nehemias 7 (DA1871) »

નહેમ્યા (GUJIRV) Chapter Selection

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

GUJIRV Book Selection List