નીતિવચનો Chapter 23 GUJIRV Bible Verse Images

નીતિવચનો 23 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નીતિવચનો 23 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નીતિવચનો 23:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તું કોઈ અધિકારીની સાથે જમવા બેસે, ત્યારે તારી આગળ જે પીરસેલુ હોય તેનું ખૂબ ધ્યાનથી અવલોકન કર.

નીતિવચનો 23:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તું ખાઉધરો હોય, તો તારે ગળે છરી મૂક.

નીતિવચનો 23:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્વાદિષ્ટ વાનગીઓથી લોભાઈ ન જા, કારણ કે તે કપટી ભોજન છે.

નીતિવચનો 23:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ધનવાન થવા માટે તન તોડીને મહેનત ન કર; હોશિયાર થઈને પડતું મૂકજે.

નીતિવચનો 23:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કંઈ વિસાતનું નથી તે પર તું તારી દૃષ્ટિ ચોંટાડશે અને અચાનક દ્રવ્ય આકાશમાં ઊડી જશે અને ગરુડ પક્ષીના જેવી પાંખો નિશ્ચે ધારણ કરે છે.

નીતિવચનો 23:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કંજૂસ માણસનું અન્ન ન ખા તેની સ્વાદિષ્ટ વાનગીથી તું લોભાઈ ન જા,

નીતિવચનો 23:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે જેવો તે વિચાર કરે છે, તેવો જ તે છે. તે તને કહે છે, “ખાઓ અને પીઓ!” પણ તેનું મન તારા પ્રત્યે નથી.

નીતિવચનો 23:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કોળિયો તેં ખાધો હશે, તે તારે ઓકી કાઢવો પડશે અને તારાં મીઠાં વચનો વ્યર્થ જશે.

નીતિવચનો 23:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂર્ખના સાંભળતાં બોલીશ નહિ, કેમ કે તારા શબ્દોના ડહાપણનો તે તિરસ્કાર કરશે.

નીતિવચનો 23:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રાચીન સીમા પથ્થરોને ખસેડીશ નહિ અથવા અનાથના ખેતરોમાં પ્રવેશ કરીશ નહિ.

નીતિવચનો 23:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તેઓનો ઉદ્ધારનાર બળવાન છે તે તારી વિરુદ્ધ તેના પક્ષની હિમાયત કરશે.

નીતિવચનો 23:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિખામણ પર તારું મન લગાડ અને ડહાપણના શબ્દોને તારા કાન દે.

નીતિવચનો 23:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાળકને ઠપકો આપતાં ખચકાઈશ નહિ; કેમ કે જો તું તેને સોટી મારીશ તો તે કંઈ મરી જશે નહિ.

નીતિવચનો 23:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તું તેને સોટીથી મારીશ, તો તું તેના આત્માને શેઓલમાં જતાં ઉગારશે.

નીતિવચનો 23:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા દીકરા, જો તારું હૃદય જ્ઞાની હોય, તો મારું હૃદય હરખાશે.

નીતિવચનો 23:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તારા હોઠો નેક વાત બોલશે, ત્યારે મારું અંતઃકરણ હરખાશે.

નીતિવચનો 23:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા મનમાં પાપીની ઈર્ષ્યા ન કરીશ, પણ હંમેશા યહોવાહથી ડરીને ચાલજે.

નીતિવચનો 23:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં ચોક્કસ ભવિષ્ય છે અને તારી આશા સાર્થક થશે.

નીતિવચનો 23:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા દીકરા, મારી વાત સાંભળ અને ડાહ્યો થા અને તારા હૃદયને સાચા માર્ગમાં દોરજે.

નીતિવચનો 23:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દ્રાક્ષારસ પીનારાઓની અથવા માંસના ખાઉધરાની સોબત ન કર.

નીતિવચનો 23:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે દ્રાક્ષારસ પીનારાઓ તથા ખાઉધરાઓ કંગાલવસ્થામાં આવશે અને ઊંઘ તેમને ચીંથરેહાલ કરી દેશે.

નીતિવચનો 23:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા પોતાના પિતાનું કહેવું સાંભળ અને જ્યારે તારી માતા વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ.

નીતિવચનો 23:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સત્યને ખરીદ, પણ તેને વેચીશ નહિ; હા, ડહાપણ, શિખામણ તથા બુદ્ધિને પણ ખરીદ.

નીતિવચનો 23:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નીતિમાન દીકરાનો પિતા આનંદથી હરખાય છે અને જે દીકરો શાણો છે તે તેના જન્મ આપનારને આનંદ આપશે.

નીતિવચનો 23:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા માતાપિતા પ્રસન્ન થાય એવું કર અને તારી જન્મ આપનાર માતાને હર્ષ થાય એવું કર.

નીતિવચનો 23:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા દીકરા, મને તારું હૃદય આપ અને તારી આંખો મારા માર્ગોને લક્ષમાં રાખે.

નીતિવચનો 23:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગણિકા એક ઊંડી ખાઈ છે અને પરસ્ત્રી એ સાંકડો કૂવો છે.

નીતિવચનો 23:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે લૂંટારાની જેમ સંતાઈને તાકી રહે છે અને માણસોમાં કપટીઓનો વધારો કરે છે.

નીતિવચનો 23:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોને અફસોસ છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? કોણ વગર કારણે ઘવાય છે? કોની આંખોમાં રતાશ છે?

નીતિવચનો 23:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે ઘણીવાર સુધી દ્રાક્ષારસ પિધા કરે છે તેઓને, જેઓ મિશ્ર મધ શોધવા જાય છે તેઓને અફસોસ છે.

નીતિવચનો 23:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે દ્રાક્ષારસ લાલ હોય, જ્યારે તે પ્યાલામાં પોતાનો રંગ પ્રકાશતો હોય અને જ્યારે તે સરળતાથી પેટમાં ઊતરતો હોય, ત્યારે તે પર દૃષ્ટિ ન કર.

નીતિવચનો 23:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આખરે તે સર્પની જેમ કરડે છે અને નાગની જેમ ડસે છે.

નીતિવચનો 23:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારી આંખો અજાણ્યા વસ્તુઓ જોશે અને તારું હૃદય વિપરીત બાબતો બોલશે.

નીતિવચનો 23:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હા, કોઈ સમુદ્રમાં સૂતો હોય કે, કોઈ વહાણના સઢના થાંભલાની ટોચ પર આડો પડેલો હોય, તેના જેવો તું થશે.

નીતિવચનો 23:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તું કહેશે કે, “તેઓએ મારા પર પ્રહાર કર્યો!” “પણ મને વાગ્યું નહિ. તેઓએ મને માર્યો, પણ મને કંઈ ખબર પડી નહિ. હું ક્યારે જાગીશ? મારે ફરી એકવાર પીવું છે.”

Available Bible Translations

American Standard Version
Proverbs 23 (ASV) »
King James Version
Proverbs 23 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 23 (GW) »
World English Bible
Proverbs 23 (WEB) »
Louis Segond 1910
Proverbes 23 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नीतिवचन 23 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਹਾਉਤਾਂ 23 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিতোপদেশ 23 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நீதிமொழிகள் 23 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नीतिसूत्रे 23 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
సామెత 23 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 23 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَمْثَالٌ 23 (AVD) »
תנ ך עברי מודרני
משלי 23 (HEB) »
Bíblia Sagrada Português
Provérbios 23 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Châm Ngôn 23 (VIE) »
Reina Valera Antigua
Proverbios 23 (RVA) »
La Sacra Bibbia
Proverbi 23 (RIV) »
圣 经 简体中文和合本
箴 言 23 (CUVS) »
聖 經 繁體中文和合本
箴 言 23 (CUVT) »
Библия на русском
Притчи 23 (RUSV) »
Українська Біблія
Екклезіяст 23 (UKR) »
Szent Biblia - Magyar
Példabeszédek 23 (KAR) »
Българска Библия
Притчи 23 (BULG) »
聖書 日本語
箴言 23 (JPN) »
Kitaabka Quduuska Ah
Maahmaahyadii 23 (SOM) »
De Heilige Schrift
Spreuken 23 (NLD) »

નીતિવચનો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List