નીતિવચનો Chapter 3 GUJIRV Bible Verse Images

નીતિવચનો 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નીતિવચનો 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નીતિવચનો 3:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા દીકરા, મારી આજ્ઞાઓ ભૂલી ન જા અને તારા હૃદયમાં મારા શિક્ષણને સંઘરી રાખજે;

નીતિવચનો 3:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તે તને દીર્ઘાયુષ્ય, આવરદાના વર્ષો અને શાંતિની વૃદ્ધિ આપશે.

નીતિવચનો 3:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કૃપા તથા સત્યતા તારો ત્યાગ ન કરો, તેઓને તું તારા ગળે બાંધી રાખજે, તેઓને તારા હૃદયપટ પર લખી રાખજે.

નીતિવચનો 3:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તું ઈશ્વર તથા માણસની દૃષ્ટિમાં કૃપા તથા સુકીર્તિ પામશે.

નીતિવચનો 3:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.

નીતિવચનો 3:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા સર્વ માર્ગોમાં પ્રભુનો અધિકાર સ્વીકાર અને તે તારા માર્ગો સીધા કરશે.

નીતિવચનો 3:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તું તારી પોતાની નજરમાં જ્ઞાની ન થા; યહોવાહનો ભય રાખીને દુષ્ટતાથી દૂર થા.

નીતિવચનો 3:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તારું શરીર તંદુરસ્ત રહેશે અને તારું શરીર તાજગીમાં રહેશે.

નીતિવચનો 3:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા ધનથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાહનું સન્માન કર.

નીતિવચનો 3:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ કરવાથી તારા અન્નના ભંડાર ભરપૂર થશે અને તારા દ્રાક્ષકુંડો નવા દ્રાક્ષારસથી ઊભરાઈ જશે.

નીતિવચનો 3:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા દીકરા, યહોવાહની શિક્ષાને તુચ્છ ન ગણ અને તેમના ઠપકાથી કંટાળી ન જા.

નીતિવચનો 3:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જેમ પિતા પોતાના પુત્રને ઠપકો આપે છે તેમ યહોવાહ જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે.

નીતિવચનો 3:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે માણસને ડહાપણ મળે છે, અને જે માણસ બુદ્ધિ સંપાદન કરે છે, તે આશીર્વાદિત છે.

નીતિવચનો 3:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેનો વેપાર ચાંદીના વેપાર કરતાં અને તેનો વળતર ચોખ્ખા સોનાના વળતર કરતાં શ્રેષ્ઠ છે.

નીતિવચનો 3:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ડહાપણ માણેક કરતાં વધારે મૂલ્યવાન છે અને તારી મનગમતી કોઈપણ વસ્તુ તેની બરાબરી કરી શકે તેમ નથી.

નીતિવચનો 3:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના જમણા હાથમાં દીર્ઘાયુષ્ય છે, તેના ડાબા હાથમાં સમૃદ્ધિ અને સન્માન છે.

નીતિવચનો 3:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના માર્ગો સુખદાયક અને તેના બધા રસ્તા શાંતિપૂર્ણ છે.

નીતિવચનો 3:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે, જેઓ તેને દૃઢતાથી પકડી રાખે છે તેઓ સુખી થાય છે.

નીતિવચનો 3:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે પૃથ્વીને ડહાપણથી અને આકાશોને સમજશક્તિથી ભરીને સ્થાપન કર્યા છે.

નીતિવચનો 3:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના ડહાપણને પ્રતાપે ઊંડાણમાંથી પાણીનાં ઝરણાં ફૂટી નીકળ્યાં અને વાદળોમાંથી ઝાકળ ટપકે છે.

નીતિવચનો 3:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા દીકરા, સુજ્ઞાન તથા વિવેકબુદ્ધિ પકડી રાખ, તેઓને તારી નજર આગળથી દૂર થવા ન દે.

નીતિવચનો 3:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો તેઓ તારા આત્માનું જીવન અને તારા ગળાની શોભા થશે.

નીતિવચનો 3:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તું તારા માર્ગમાં સુરક્ષિત જઈ શકીશ અને તારો પગ ઠોકર ખાઈને લથડશે નહિ.

નીતિવચનો 3:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તું ઊંઘી જશે, ત્યારે તને કોઈ ડર લાગશે નહિ; જ્યારે તું સૂઈ જશે, ત્યારે તને મીઠી ઊંઘ આવશે.

નીતિવચનો 3:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે આકસ્મિક ભય આવી પડે અથવા દુષ્ટ માણસોની પાયમાલી થાય ત્યારે તું ગભરાઈશ નહિ.

નીતિવચનો 3:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે યહોવાહ તારી સાથે રહેશે અને તારા પગને સપડાઈ જતાં બચાવશે.

નીતિવચનો 3:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હિત કરવાની શક્તિ તારા હાથમાં હોય તો જેને માટે તે ઘટિત હોય તેનું હિત કરવામાં પાછો ન પડ.

નીતિવચનો 3:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તારી પાસે પૈસા હોય, ત્યારે તારા પડોશીને એમ ન કહે, “જા અને ફરીથી આવજે, આવતીકાલે હું આપીશ.”

નીતિવચનો 3:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વ્યક્તિ તારી પડોશમાં નિર્ભય રહે છે, તેવા તારા પડોશીનું ભૂંડું કરવાનો પ્રયત્ન ન કર.

નીતિવચનો 3:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોઈ માણસે તારું કંઈ નુકસાન કર્યું ન હોય, તો તેની સાથે કારણ વગર તકરાર ન કર.

નીતિવચનો 3:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટ માણસની અદેખાઈ ન કર, અથવા તેનો એક પણ માર્ગ પસંદ ન કર.

નીતિવચનો 3:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે આડા માણસોને યહોવાહ ધિક્કારે છે; પણ પ્રામાણિક માણસો તેનો મર્મ સમજે છે.

નીતિવચનો 3:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ દુષ્ટ માણસોના ઘર પર શાપ ઉતારે છે; પણ તે ન્યાયી માણસોના ઘરને આશીર્વાદ આપે છે.

નીતિવચનો 3:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તિરસ્કાર કરનારાનો તિરસ્કાર કરે છે, પણ તે નમ્ર જનોને કૃપા આપે છે.

નીતિવચનો 3:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાનીઓ ગૌરવનો વારસો પામશે, પણ મૂર્ખોને બદનામી જ મળશે.

Available Bible Translations

American Standard Version
Proverbs 3 (ASV) »
King James Version
Proverbs 3 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 3 (GW) »
World English Bible
Proverbs 3 (WEB) »
Louis Segond 1910
Proverbes 3 (LSG) »
Luther Bibel 1912
Sprüche 3 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
नीतिवचन 3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਕਹਾਉਤਾਂ 3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হিতোপদেশ 3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
நீதிமொழிகள் 3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
नीतिसूत्रे 3 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
సామెత 3 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَمْثَالٌ 3 (AVD) »
תנ ך עברי מודרני
משלי 3 (HEB) »
Bíblia Sagrada Português
Provérbios 3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Châm Ngôn 3 (VIE) »
Reina Valera Antigua
Proverbios 3 (RVA) »
La Sacra Bibbia
Proverbi 3 (RIV) »
圣 经 简体中文和合本
箴 言 3 (CUVS) »
聖 經 繁體中文和合本
箴 言 3 (CUVT) »
Библия на русском
Притчи 3 (RUSV) »
Українська Біблія
Екклезіяст 3 (UKR) »
Szent Biblia - Magyar
Példabeszédek 3 (KAR) »
Българска Библия
Притчи 3 (BULG) »
聖書 日本語
箴言 3 (JPN) »
Biblia Takatifu
Mithali 3 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Maahmaahyadii 3 (SOM) »
De Heilige Schrift
Spreuken 3 (NLD) »

નીતિવચનો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List