નીતિવચનો Chapter 15 GUJIRV Bible Verse Images

નીતિવચનો 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નીતિવચનો 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નીતિવચનો 15:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે, પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે.

નીતિવચનો 15:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની વ્યક્તિની વાણી ડહાપણ ઉચ્ચારે છે, પરંતુ મૂર્ખની વાણી મૂર્ખાઈથી ઉભરાય છે.

નીતિવચનો 15:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહની દૃષ્ટિ સર્વત્ર હોય છે, તે સારા અને ખરાબ પર લક્ષ રાખે છે.

નીતિવચનો 15:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિર્મળ જીભ જીવનનું વૃક્ષ છે, પણ કુટિલતા આત્માને ભાંગી નાખે છે.

નીતિવચનો 15:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂર્ખ પોતાના પિતાની શિખામણને તુચ્છ ગણે છે, પણ ઠપકાને ગંભીરતાથી લક્ષમાં લેનાર શાણો થાય છે.

નીતિવચનો 15:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નેકીવાનોના ઘરમાં ધનનો ભંડાર છે, પણ દુષ્ટની કમાણીમાં આફત હોય છે.

નીતિવચનો 15:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની માણસના હોઠો ડહાપણ ફેલાવે છે, પણ મૂર્ખનું હૃદય મૂર્ખતા ફેલાવે છે.

નીતિવચનો 15:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટના યજ્ઞાર્પણને યહોવાહ ધિક્કારે છે, પરંતુ પ્રામાણિકની પ્રાર્થનાથી તે પ્રસન્ન થાય છે.

નીતિવચનો 15:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટના માર્ગથી યહોવાહ કંટાળે છે, પરંતુ નીતિને માર્ગે ચાલનાર પર તે પ્રેમ દર્શાવે છે.

નીતિવચનો 15:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદ્દ્માર્ગને તજી દઈને જનારને આકરી સજા થશે, અને ઠપકાનો તિરસ્કાર કરનાર મરણ પામશે.

નીતિવચનો 15:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શેઓલ તથા અબદોન યહોવાહ સમક્ષ ખુલ્લાં છે; તો માણસોનાં હૃદય કેટલાં વિશેષ ખુલ્લાં હોવાં જોઈએ?

નીતિવચનો 15:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તિરસ્કાર કરનારને કોઈ ઠપકો આપે તે તેને ગમતું હોતું નથી; અને તે જ્ઞાની માણસની પાસે જવા પણ ઇચ્છતો નથી.

નીતિવચનો 15:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અંતરનો આનંદ ચહેરાને પ્રફુલ્લિત કરે છે, પરંતુ હૃદયમાં શોક હોય તો મન ભાંગી જાય છે.

નીતિવચનો 15:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની હૃદય ડહાપણની ઇચ્છા રાખે છે, પરંતુ મૂર્ખનો આહાર મૂર્ખાઈ છે.

નીતિવચનો 15:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓને સતાવવામાં આવે છે તેઓના સર્વ દિવસો ખરાબ જ છે, પણ ખુશ અંતઃકરણવાળાને તો સતત મિજબાની જેવું હોય છે.

નીતિવચનો 15:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણું ઘન હોય પણ તે સાથે મુશ્કેલીઓ હોય, તેના કરતા થોડું ધન હોય પણ તે સાથે યહોવાહનો ભય હોય તે વધારે ઉત્તમ છે.

નીતિવચનો 15:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વૈરીને ત્યાં પુષ્ટ બળદના ભોજન કરતાં પ્રેમી માણસને ત્યાં સાદાં શાકભાજી ખાવાં ઉત્તમ છે.

નીતિવચનો 15:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગરમ મિજાજનો માણસ ઝઘડા ઊભા કરે છે, પણ ધીરજવાન માણસ કજિયાને શાંત પાડે છે.

નીતિવચનો 15:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આળસુનો માર્ગ કાંટાથી ભરાયેલી જાળ જેવો છે, પણ પ્રામાણિકનો માર્ગ વિઘ્નોથી મુક્ત છે.

નીતિવચનો 15:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ડાહ્યો દીકરો પોતાના પિતાને સુખી કરે છે, પણ મૂર્ખ દીકરો પોતાની માતાને તુચ્છ ગણે છે.

નીતિવચનો 15:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અજ્ઞાનીને મૂર્ખાઈ આનંદરૂપ લાગે છે, પણ બુદ્ધિમાન માણસ સીધે માર્ગે ચાલે છે.

નીતિવચનો 15:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સલાહ વિનાની યોજના નિષ્ફળ જાય છે, પરંતુ પુષ્કળ સલાહથી તે સફળ થાય છે.

નીતિવચનો 15:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પોતાના મુખે આપેલા ઉત્તરથી વ્યક્તિ ખુશ થાય છે; અને યોગ્ય સમયે બોલાયેલો શબ્દ કેટલો સરસ લાગે છે!

નીતિવચનો 15:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની માણસ માટે તે જીવન તરફ જતો માર્ગ છે કે, જે તેને શેઓલ તરફ જતા માર્ગેથી પાછો વાળે છે.

નીતિવચનો 15:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ અભિમાનીનું ઘર તોડી પાડે છે, પણ વિધવાની હદ તે કાયમ રાખશે.

નીતિવચનો 15:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટની યોજનાઓથી યહોવાહ કંટાળે છે, પરંતુ તેમની દૃષ્ટિએ દયાળુના શબ્દો શુદ્ધ છે.

નીતિવચનો 15:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે લોભી છે તે પોતાના જ કુટુંબ પર આફત લાવે છે, પરંતુ જે લાંચને ધિક્કારે છે તેનું જીવન આબાદ થશે.

નીતિવચનો 15:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સદાચારી માણસ વિચાર કરીને ઉત્તર આપે છે, પણ દુષ્ટ પોતાના મુખે ખરાબ વાતો વહેતી મૂકે છે.

નીતિવચનો 15:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ દુષ્ટથી દૂર રહે છે, પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.

નીતિવચનો 15:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આંખોના અજવાળાથી હૃદયને આનંદ થાય છે, અને સારા સમાચાર શરીરને પુષ્ટ બનાવે છે.

નીતિવચનો 15:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઠપકાનું પરિણામ જીવન છે, એ બાબત સાંભળનારની ગણતરી જ્ઞાનીઓમાં થાય છે.

નીતિવચનો 15:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિખામણનો ત્યાગ કરનાર પોતે પોતાના જ જીવનને તુચ્છ ગણે છે, પણ ઠપકાને સ્વીકારનાર બુદ્ધિ પ્રાપ્ત કરે છે.

નીતિવચનો 15:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો ભય ડહાપણનું શિક્ષણ છે, પહેલા દીનતા છે અને પછી માન છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 15 (ASV) »
King James Version (KJV)
Proverbs 15 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 15 (GW) »
Berean Bible (BSB)
Proverbs 15 (BSB) »
World English Bible (WEB)
Proverbs 15 (WEB) »
French Bible (LSG)
Proverbes 15 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 15 (LUTH1912) »
Telugu Bible (TELIRV)
సామెత 15 (TELIRV) »
Hebrew Bible (HEB)
משלי 15 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 15 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 15 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 15 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 15 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 15 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 15 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 15 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 15 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 15 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 15 (BULG) »
Japanese Bible (JPN)
箴言 15 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 15 (NORSK) »

નીતિવચનો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List