નીતિવચનો Chapter 16 GUJIRV Bible Verse Images

નીતિવચનો 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share નીતિવચનો 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


નીતિવચનો 16:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસો મનમાં સંકલ્પ કરે છે, પણ જીભથી ઉત્તર આપવો તે યહોવાહના હાથમાં છે.

નીતિવચનો 16:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસના સર્વ માર્ગો તેની પોતાની નજરમાં તો ચોખ્ખા છે, પણ યહોવાહ તેઓનાં મનની તુલના કરે છે.

નીતિવચનો 16:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારાં કામો યહોવાહને સોંપી દે એટલે તારી યોજનાઓ સફળ થશે.

નીતિવચનો 16:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે દરેક વસ્તુને પોતપોતાના હેતુને માટે સર્જી છે, હા, દુષ્ટોને પણ સંકટના દિવસને માટે સર્જ્યા છે.

નીતિવચનો 16:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરેક અભિમાની અંતઃકરણવાળી વ્યક્તિને યહોવાહ ધિક્કારે છે, ખાતરી રાખજો તે શિક્ષા પામ્યા વગર રહેશે નહિ.

નીતિવચનો 16:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દયા તથા સત્યતાથી પાપનું પ્રાયશ્ચિત થાય છે અને યહોવાહના ભયથી માણસો દુષ્ટતાથી દૂર રહે છે.

નીતિવચનો 16:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવાહ ખુશ થાય છે, ત્યારે તે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે.

નીતિવચનો 16:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અન્યાયથી મળેલી ઘણી આવક કરતાં, ન્યાયથી મળેલી થોડી આવક સારી છે.

નીતિવચનો 16:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસનું મન પોતાના માર્ગની યોજના કરે છે, પણ તેનાં પગલાં ચલાવવાનું કામ યહોવાહના હાથમાં છે.

નીતિવચનો 16:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજાના હોઠોમાં ઈશ્વરવાણી છે, તેનું મુખ ખોટો ઇનસાફ કરશે નહિ.

નીતિવચનો 16:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રામાણિક ત્રાજવાં યહોવાહનાં છે; કોથળીની અંદરના સર્વ વજનિયાં તેમનું કામ છે.

નીતિવચનો 16:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે દુષ્ટ કર્મો કરવાથી રાજાઓને કંટાળો આવે છે, ત્યારે સારાં કામોથી રાજ્યાસન સ્થિર થાય છે.

નીતિવચનો 16:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નેક હોઠો રાજાને આનંદદાયક છે અને તેઓ યથાર્થ બોલનાર ઉપર પ્રેમ રાખે છે.

નીતિવચનો 16:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજાનો કોપ મૃત્યુદૂતો જેવો છે, પણ શાણી વ્યક્તિ પોતાના ગુસ્સાને શાંત પાડશે.

નીતિવચનો 16:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાજાના મુખના પ્રકાશમાં જીવન છે અને તેની કૃપા પાછલા વરસાદના વાદળાં જેવી છે.

નીતિવચનો 16:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સોના કરતાં ડહાપણ મેળવવું એ કેટલું ઉત્તમ છે. ચાંદી કરતાં સમજણ મેળવવી વધારે યોગ્ય છે.

નીતિવચનો 16:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટતાથી દૂર જવું એ જ પ્રામાણિક માણસનો રાજમાર્ગ છે; જે પોતાનો માર્ગ સંભાળે છે તે પોતાના આત્માનું રક્ષણ કરે છે.

નીતિવચનો 16:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અભિમાનનું પરિણામ નાશ છે અને ગર્વિષ્ઠ સ્વભાવનો અંત પાયમાલી છે.

નીતિવચનો 16:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગરીબની સાથે નમ્રતા રાખવી તે સારું છે તે અભિમાનીની સાથે લૂંટના ભાગીદાર થવા કરતાં વધારે સારું છે.

નીતિવચનો 16:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે પ્રભુના વચનોનું ચિંતન કરે છે તેનું હિત થશે; અને જે કોઈ યહોવાહ પર વિશ્વાસ રાખે છે તે આનંદિત છે.

નીતિવચનો 16:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાની અંત:કરણવાળો માણસ સમજદાર કહેવાશે; અને તેની મીઠી વાણીથી સમજદારીની વૃદ્ધિ થાય છે.

નીતિવચનો 16:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેની પાસે સમજ હોય તેને માટે સમજણ જીવનદાતા છે, પણ મૂર્ખ માટે શિક્ષા એ તેઓની મૂર્ખાઈ છે.

નીતિવચનો 16:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્ઞાનીનું હૃદય તેના મુખને શીખવે છે અને તેના હોઠોને સમજની વૃદ્ધિ કરી આપે છે.

નીતિવચનો 16:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માયાળુ શબ્દો મધ જેવા છે, તેઓ આત્માને મીઠા લાગે છે અને હાડકાંને આરોગ્ય આપે છે.

નીતિવચનો 16:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એક એવો માર્ગ છે જે માણસને સાચો લાગે છે, પણ અંતે તે મૃત્યુ તરફ લઈ જાય છે.

નીતિવચનો 16:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મજૂરની ભૂખ તેની પાસે મજૂરી કરાવે છે; તેની ભૂખ એમ કરવા તેને આગ્રહ કરે છે.

નીતિવચનો 16:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અધમ માણસ અપરાધ કરે છે અને તેની બોલી બાળી મૂકનાર અગ્નિ જેવી છે.

નીતિવચનો 16:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટ માણસ કજિયાકંકાસ કરાવે છે, અને કૂથલી કરનાર નજીકના મિત્રોમાં ફૂટ પડાવે છે.

નીતિવચનો 16:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હિંસક માણસ પોતાના પડોશીને છેતરે છે અને ખરાબ માર્ગમાં દોરી જાય છે.

નીતિવચનો 16:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આંખ મટકાવનાર વ્યક્તિ મુશ્કેલી લાવનારી યોજનાઓ કરે છે; હોઠ ભીડનાર વ્યક્તિ કંઈક અનિષ્ટ કરી રહી હોય છે.

નીતિવચનો 16:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સફેદ વાળ એે ગૌરવનો તાજ છે; સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.

નીતિવચનો 16:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે, અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનાર કરતાં ઉત્તમ છે.

નીતિવચનો 16:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચિઠ્ઠી ખોળામાં નાખવામાં આવે છે, પણ તે બધાનો નિર્ણય તો યહોવાહના હાથમાં છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Proverbs 16 (ASV) »
King James Version (KJV)
Proverbs 16 (KJV) »
GOD’S WORD® (GW)
Proverbs 16 (GW) »
Berean Bible (BSB)
Proverbs 16 (BSB) »
World English Bible (WEB)
Proverbs 16 (WEB) »
French Bible (LSG)
Proverbes 16 (LSG) »
German Bible (LUTH1912)
Sprüche 16 (LUTH1912) »
Telugu Bible (TELIRV)
సామెత 16 (TELIRV) »
Hebrew Bible (HEB)
משלי 16 (HEB) »
Portuguese Bible (BSL)
Provérbios 16 (BSL) »
Vietnamese Bible (VIE)
Châm Ngôn 16 (VIE) »
Spanish Bible (RVA)
Proverbios 16 (RVA) »
Italian Bible (RIV)
Proverbi 16 (RIV) »
Chinese Simplified (CUVS)
箴 言 16 (CUVS) »
Chinese Traditional (CUVT)
箴 言 16 (CUVT) »
Albanian Bible (ALB)
Fjalët e urta 16 (ALB) »
Swedish Bible (SV1917)
Ordspråksboken 16 (SV1917) »
Russian Bible (RUSV)
Притчи 16 (RUSV) »
Hungarian Bible (KAR)
Példabeszédek 16 (KAR) »
Bulgarian Bible (BULG)
Притчи 16 (BULG) »
Japanese Bible (JPN)
箴言 16 (JPN) »
Norwegian Bible (NORSK)
Salomos Ordspråk 16 (NORSK) »

નીતિવચનો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List