1 કાળવૃતાંત Chapter 9 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 9 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 9 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 9:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.

1 કાળવૃતાંત 9:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.

1 કાળવૃતાંત 9:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.

1 કાળવૃતાંત 9:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમ્મીહૂદનો દીકરો ઉથાય.

1 કાળવૃતાંત 9:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.

1 કાળવૃતાંત 9:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝેરાહના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.

1 કાળવૃતાંત 9:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.

1 કાળવૃતાંત 9:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યરોહામનો દીકરો યિબ્નિયા, મિખ્રીના દીકરા ઉઝઝીનો દીકરો એલા, યિબ્નિયાના દીકરા રેઉએલના દીકરા શફાટયાનો દીકરો મશુલ્લામ.

1 કાળવૃતાંત 9:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબીઓ નવસો છપ્પન. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.

1 કાળવૃતાંત 9:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાજકો; યદાયા, યહોયારીબ તથા યાખીન.

1 કાળવૃતાંત 9:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અઝાર્યા ઈશ્વરના ઘરનો કારભારી હતો.

1 કાળવૃતાંત 9:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માલ્કિયાના દીકરા પાશહૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય.

1 કાળવૃતાંત 9:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા.

1 કાળવૃતાંત 9:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લેવીઓમાંના એટલે મરારીના વંશજોમાંના; હશાબ્યાના દીકરા આઝ્રીકામના દીકરા હાશ્શૂબનો દીકરો શમાયા.

1 કાળવૃતાંત 9:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાક-બાક્કાર, હેરેશ તથા ગાલાલ, આસાફના દીકરા ઝિખ્રીના દીકરા મિખાનો દીકરો માત્તાન્યા.

1 કાળવૃતાંત 9:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા.

1 કાળવૃતાંત 9:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દ્વારપાળો; શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.

1 કાળવૃતાંત 9:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.

1 કાળવૃતાંત 9:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.

1 કાળવૃતાંત 9:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.

1 કાળવૃતાંત 9:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા “મુલાકાતમંડપના” દ્વારપાળ હતો.

1 કાળવૃતાંત 9:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.

1 કાળવૃતાંત 9:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.

1 કાળવૃતાંત 9:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.

1 કાળવૃતાંત 9:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.

1 કાળવૃતાંત 9:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.

1 કાળવૃતાંત 9:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ઈશ્વરના સભાસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.

1 કાળવૃતાંત 9:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી.

1 કાળવૃતાંત 9:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.

1 કાળવૃતાંત 9:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.

1 કાળવૃતાંત 9:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

1 કાળવૃતાંત 9:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

1 કાળવૃતાંત 9:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.

1 કાળવૃતાંત 9:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.

1 કાળવૃતાંત 9:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.

1 કાળવૃતાંત 9:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર તથા નાદાબ,

1 કાળવૃતાંત 9:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.

1 કાળવૃતાંત 9:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.

1 કાળવૃતાંત 9:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.

1 કાળવૃતાંત 9:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.

1 કાળવૃતાંત 9:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ.

1 કાળવૃતાંત 9:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા હતો.

1 કાળવૃતાંત 9:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મોસાનો દીકરો બિનઆ હતો. બિનઆનો દીકરો રફાયા હતો. રફાયાનો દીકરો એલાસા હતો. એલાસાનો દીકરો આસેલ હતો.

1 કાળવૃતાંત 9:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 9 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 9 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 9 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 9 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 9 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 9 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 9 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 9 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 9 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 9 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 9 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 9 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 9 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 9 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 9 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 9 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 9 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 9 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 9 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 9 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 9 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List