1 કાળવૃતાંત Chapter 11 GUJIRV Bible Verse Images

1 કાળવૃતાંત 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share 1 કાળવૃતાંત 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


1 કાળવૃતાંત 11:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.

1 કાળવૃતાંત 11:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, ‘તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.”

1 કાળવૃતાંત 11:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.

1 કાળવૃતાંત 11:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ એટલે યબૂસ ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.

1 કાળવૃતાંત 11:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.

1 કાળવૃતાંત 11:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.

1 કાળવૃતાંત 11:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.

1 કાળવૃતાંત 11:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.

1 કાળવૃતાંત 11:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.

1 કાળવૃતાંત 11:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.

1 કાળવૃતાંત 11:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.

1 કાળવૃતાંત 11:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.

1 કાળવૃતાંત 11:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.

1 કાળવૃતાંત 11:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.

1 કાળવૃતાંત 11:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.

1 કાળવૃતાંત 11:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.

1 કાળવૃતાંત 11:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”

1 કાળવૃતાંત 11:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.

1 કાળવૃતાંત 11:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.

1 કાળવૃતાંત 11:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.

1 કાળવૃતાંત 11:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.

1 કાળવૃતાંત 11:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.

1 કાળવૃતાંત 11:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.

1 કાળવૃતાંત 11:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.

1 કાળવૃતાંત 11:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.

1 કાળવૃતાંત 11:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,

1 કાળવૃતાંત 11:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શામ્મોથ હરોરી, હેલેસ પલોની,

1 કાળવૃતાંત 11:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તકોઈ ઇક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,

1 કાળવૃતાંત 11:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી.

1 કાળવૃતાંત 11:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મહારાય નટોફાથી, નટોફાથી બાનાહનો દીકરો હેલેદ,

1 કાળવૃતાંત 11:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,

1 કાળવૃતાંત 11:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,

1 કાળવૃતાંત 11:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આઝમાવેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની.

1 કાળવૃતાંત 11:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,

1 કાળવૃતાંત 11:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,

1 કાળવૃતાંત 11:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેફેર મખેરાથી, અહિયા પલોની,

1 કાળવૃતાંત 11:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેસ્રો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય.

1 કાળવૃતાંત 11:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,

1 કાળવૃતાંત 11:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,

1 કાળવૃતાંત 11:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,

1 કાળવૃતાંત 11:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ.

1 કાળવૃતાંત 11:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.

1 કાળવૃતાંત 11:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માકાનો દીકરો હાનાન, યોશાફાટ મિથ્ની,

1 કાળવૃતાંત 11:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉઝિયા આશ્તારોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ.

1 કાળવૃતાંત 11:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિમ્રીનો દીકરો યદીએલ, તેનો ભાઈ તીસી નો યોહા,

1 કાળવૃતાંત 11:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અલીએલ માહવી, એલ્નામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,

1 કાળવૃતાંત 11:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

Available Bible Translations

American Standard Version (ASV)
1 Chronicles 11 (ASV) »
King James Version (KJV)
1 Chronicles 11 (KJV) »
GOD’S WORD® (GW)
1 Chronicles 11 (GW) »
Berean Bible (BSB)
1 Chronicles 11 (BSB) »
World English Bible (WEB)
1 Chronicles 11 (WEB) »
French Bible (LSG)
1 Chroniques 11 (LSG) »
German Bible (LUTH1912)
1 Chronik 11 (LUTH1912) »
Arabic Bible (AVD)
١ أخبار 11 (AVD) »
Portuguese Bible (BSL)
1 Crônicas 11 (BSL) »
Vietnamese Bible (VIE)
1 Sử Ký 11 (VIE) »
Spanish Bible (RVA)
1 Crónicas 11 (RVA) »
Italian Bible (RIV)
1 Cronache 11 (RIV) »
Chinese Simplified (CUVS)
历 代 志 上 11 (CUVS) »
Chinese Traditional (CUVT)
歷 代 志 上 11 (CUVT) »
Albanian Bible (ALB)
1 Kronikave 11 (ALB) »
Swedish Bible (SV1917)
1 Krönikeboken 11 (SV1917) »
Ukrainian Bible (UKR)
1 хроніки 11 (UKR) »
Hungarian Bible (KAR)
1 Krónika 11 (KAR) »
Bulgarian Bible (BULG)
1 Летописи 11 (BULG) »
Japanese Bible (JPN)
歴代志上 11 (JPN) »
Norwegian Bible (NORSK)
1 Krønikebok 11 (NORSK) »

1 કાળવૃતાંત (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List