પ્રેરિતોનાં ક્રત્યો Chapter 16 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 16 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 16 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 16:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી પાઉલ દેર્બે તથા લુસ્ત્રામાં આવ્યો, તિમોથી નામે એક શિષ્ય હતો; તે એક વિશ્વાસી યહૂદી સ્ત્રીનો દીકરો હતો, પણ તેનો પિતા ગ્રીક હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લુસ્ત્રા તથા ઈકોનિયામાંના ભાઈઓમાં તિમોથીની સાક્ષી સારી હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેને પાઉલ પોતાની સાથે લઈ જવાની ઇચ્છા રાખતો હતો, તેને લઈને તે પ્રાંતોમાંના યહૂદીઓને લીધે તેણે તેની સુન્નત કરાવી; કેમ કે સર્વ જાણતા હતા કે તેનો પિતા ગ્રીક હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે જે શહેરમાં થઈને પાઉલ અને તિમોથી ગયા ત્યાંના લોકોને તેઓએ યરુશાલેમમાંના પ્રેરિતોએ તથા વડીલોએ કરેલા ઠરાવો પાળવા સારુ સોંપ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 16:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ રીતે વિશ્વાસી સમુદાય વિશ્વાસમાં બળવાન બનતો ગયો, અને રોજેરોજ તેઓની સંખ્યા વધતી ગઈ.

પ્રેરિતોનાં ક્રત્યો 16:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને આસિયામાં સુવાર્તા પ્રગટ કરવાની પવિત્ર આત્માએ મના કરી તેથી તેઓ ફ્રૂગિયા તથા ગલાતિયાના પ્રદેશમાં ફર્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુસિયાની સરહદ સુધી આવીને તેઓએ બિથુનિયામાં જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુના આત્માએ તેઓને જવા દીધાં નહિ;

પ્રેરિતોનાં ક્રત્યો 16:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
રાત્રે પાઉલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનંતી કરીને કહ્યું કે મકદોનિયામાં આવીને અમને સહાય કર.

પ્રેરિતોનાં ક્રત્યો 16:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલને દર્શન થયા પછી તેઓને સુવાર્તા પ્રગટ કરવા સારુ ઈશ્વરે અમને બોલાવ્યા છે, એવું અનુમાન કરીને અમે તરત મકદોનિયામાં જવાની તૈયારી કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે અમે વહાણમાં બેસીને ત્રોઆસથી સીધા સામોથ્રાકી આવ્યા, બીજે દિવસે નિઆપોલીસ પહોંચ્યા;

પ્રેરિતોનાં ક્રત્યો 16:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાંથી ફિલિપ્પી ગયા, જે મકદોનિયા પ્રાંતમાંનું મુખ્ય શહેર છે, અને તે રોમનોએ વસાવેલું છે; તે શહેરમાં અમે કેટલાક દિવસ રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શહેરની બહાર નદીના કિનારે પ્રાર્થનાસ્થાન હોવું જોઈએ એવું ધારીને વિશ્રામવારે અમે ત્યાં ગયા; ત્યાં જે સ્ત્રીઓ એકઠી થઈ હતી તેઓને અમે બેસીને બોધ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને થૂઆતૈરા શહેરની, જાંબુડિયાં વસ્ત્ર વેચનારી લુદિયા નામની એક સ્ત્રી હતી જે ઈશ્વરને ભજનારી હતી, તેણે અમારું સાંભળ્યું, તેનું અંતઃકરણ પ્રભુએ એવું ઉઘાડ્યું કે, તેણે પાઉલના કહેલા વચનો મનમાં રાખ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનું તથા તેના ઘરનાનું બાપ્તિસ્મા થયા પછી તેણે વિનંતી કરીને કહ્યું કે, જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હો, તો મારા ઘરમાં આવીને રહો; તેણે અમને ઘણો આગ્રહ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે પ્રાર્થનાસ્થાને જતા હતા ત્યારે એમ થયું કે, એક જુવાન દાસી અમને મળી, કે જેને અગમસૂચક દુષ્ટાત્મા વળગ્યો હતો, તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ખૂબ કમાણી કરી આપતી હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પાઉલની તથા અમારી પાછળ આવીને બૂમ પાડીને કહ્યું કે, આ માણસો પરાત્પર ઈશ્વરના સેવકો છે, જેઓ તમને ઉદ્ધારનો માર્ગ પ્રગટ કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 16:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે ઘણાં દિવસો સુધી એમ કર્યા કર્યું, ત્યારે પાઉલે બહુ નારાજ થઈને પાછા ફરીને તે દુષ્ટાત્માને કહ્યું કે, ઈસુ ખ્રિસ્તને નામે હું તને આજ્ઞા કરું છું કે એનામાંથી નીકળ; અને તે જ ઘડીએ તે તેનામાંથી નીકળી ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેના માલિકોએ પોતાના લાભની આશા નષ્ટ થઈ છે, એ જોઈને પાઉલ તથા સિલાસને પકડ્યા, અને તેઓને ચૌટાનાં અધિકારીઓની પાસે ઘસડી લાવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને અધિકારીઓની આગળ લાવીને કહ્યું કે, આ માણસો યહૂદી છતાં આપણા શહેરમાં બહુ ધમાલ મચાવે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 16:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને આપણ રોમનોને જે રીતરિવાજો માનવા અથવા પાળવા ઉચિત નથી, તે તેઓ શીખવે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 16:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સર્વ લોકો તેમની સામે ઊઠ્યાં, અને અધિકારીઓએ તેઓનાં વસ્ત્રો ફાડી નાખીને તેઓને ફટકા મારવાની આજ્ઞા આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને અધિકારીઓએ ઘણાં ફટકા મારીને તેઓને પાઉલ અને સિલાસને જેલમાં પૂર્યા તથા જેલરને તેઓની ચોકસાઈ રાખવાની આજ્ઞા આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને અમલદારને એવી આજ્ઞા મળવાથી તેઓને અંદરનાં જેલખાનામાં પૂરવામાં આવ્યા, અને તેઓના પગ હેડમાં બાંધી દીધાં.

પ્રેરિતોનાં ક્રત્યો 16:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં મધરાતને સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા તથા ઈશ્વરનાં સ્ત્રોત્ર ગાતા હતા, બીજા કેદીઓ તે સાંભળતાં હતા;

પ્રેરિતોનાં ક્રત્યો 16:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે, જેલના પાયા હાલ્યા; અને બધા દરવાજા તરત ઊઘડી ગયા; અને સર્વના બંધનો છૂટી ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેલર ઊંઘમાંથી જાગી ઊઠ્યો, અને જેલના દરવાજા ખુલ્લાં જોઈને કેદીઓ નાસી ગયા હશે, એમ વિચારીને તે તરવાર ઉગામીને આત્મહત્યા કરવા જતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે મોટેથી બૂમ પાડીને કહ્યું કે, અમે સહુ અહીં છીએ, માટે તું પોતાને કંઈ પણ ઈજા કરીશ નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 16:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તે દીવો મંગાવીને અંદર કૂદી આવ્યો, અને ધ્રૂજતો ધ્રૂજતો પાઉલ તથા સિલાસને પગે પડ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓને બહાર લાવીને તેણે કહ્યું કે, હે સાહેબો, ઉદ્ધાર પામવા સારુ મારે શું કરવું જોઈએ?

પ્રેરિતોનાં ક્રત્યો 16:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ કહ્યું કે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તું તથા તારા ઘરના સર્વ ઉદ્ધાર પામશો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ જેલરને તથા જે તેનાં ઘરમાં હતાં તે સર્વને પ્રભુનાં વચનો કહી સંભળાવ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 16:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી રાતના તે જ સમયે તે જેલરે તેઓના સોળ ધોયા અને તરત તે તથા તેનાં ઘરનાં બધા માણસો બાપ્તિસ્મા પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેલરે તેઓને પોતાને ઘરે લાવીને તેઓની આગળ ભોજન પીરસ્યું, અને તેના ઘરનાં સર્વએ ઈશ્વર પર વિશ્વાસ કરીને ઘણો આનંદ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દિવસ ઊગતાં અધિકારીઓએ સુરક્ષા કર્મચારીઓને મોકલીને કહેવડાવ્યું કે, તે માણસોને છોડી દો.

પ્રેરિતોનાં ક્રત્યો 16:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી જેલરે પાઉલને એ વાતની ખબર આપી કે, અધિકારીઓએ તમને છોડી દેવાનું કહેવડાવ્યું છે, માટે હવે તમે નીકળીને શાંતિએ ચાલ્યા જાઓ.

પ્રેરિતોનાં ક્રત્યો 16:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે તેઓને કહ્યું કે, અમને ગુનેગાર ઠરાવ્યાં વગર તેઓએ અમો રોમનોને જાહેર રીતે માર મારીને જેલમાં નાખ્યા છે, અને હવે શું તેઓ અમને છાની રીતે બહાર કાઢી મૂકે છે? ના, એમ તો નહિ, પણ તેઓ પોતે આવીને અમને બહાર કાઢે.

પ્રેરિતોનાં ક્રત્યો 16:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સુરક્ષા કર્મચારીઓએ અધિકારીઓને એ વાતની ખબર આપી. ત્યારે તેઓ રોમન છે, એ સાંભળીને તેઓ ગભરાઈ ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 16:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી અધિકારીઓએ આવીને તેઓને કાલાવાલા કર્યા, અને તેઓને બહાર લાવીને શહેરમાંથી નીકળી જવાને વિનંતી કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 16:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ જેલમાંથી નીકળીને લુદિયાને ત્યાં આવ્યા; અને ભાઈઓને મળીને તેઓને દિલાસો આપ્યો, પછી ત્યાંથી વિદાય થયા.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 16 (ASV) »
King James Version (KJV)
Acts 16 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 16 (GW) »
Berean Bible (BSB)
Acts 16 (BSB) »
World English Bible (WEB)
Acts 16 (WEB) »
French Bible (LSG)
Actes 16 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 16 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 16 (RVA) »
Italian Bible (RIV)
Atti 16 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 16 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 16 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 16 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 16 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 16 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 16 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 16 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List