પ્રેરિતોનાં ક્રત્યો Chapter 25 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 25:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફેસ્તસ પોતાના પ્રાંતમાં આવીને ત્રણ દિવસ પછી કાઈસારિયાથી યરુશાલેમ ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓમાંના મુખ્ય માણસોએ પાઉલની વિરુદ્ધ ફરિયાદ કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ પાઉલની વિરુદ્ધમાં તેને એવી વિનંતિ કરી કે, ‘તેને યરુશાલેમ તેડાવી મંગાવ,’ (એવા હેતુથી) કે તેઓ માણસોને સંતાડી રાખી માર્ગમાં તેને મારી નંખાવે.

પ્રેરિતોનાં ક્રત્યો 25:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ફેસ્તસે ઉત્તર આપ્યો કે, ‘પાઉલને કાઈસારિયામાં જ પહેરામાં રાખેલો છે, અને હું પોતે ત્યાં થોડા દિવસોમાં જવાનો છું.

પ્રેરિતોનાં ક્રત્યો 25:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 25:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ સાથે આઠ દસ દિવસથી વધારે ન રહેતાં તે કાઈસારિયા ગયો, બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તેણે પાઉલને પોતાની સમક્ષ લાવવાની આજ્ઞા કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે હાજર થયો ત્યારે યરુશાલેમથી આવેલા યહૂદીઓ તેની આસપાસ ઊભા રહીને તેના પર ઘણા ભારે આરોપ મૂકવા લાગ્યા, પણ તેઓ તે સાબિત કરી શક્યા નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 25:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે પોતાના બચાવમાં કહ્યું કે, ‘યહૂદીઓના નિયમશાસ્ત્ર અથવા ભક્તિસ્થાનમાં અથવા કાઈસારની વિરુદ્ધ મેં કંઈ ખોટું કર્યું નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ફેસ્તસે યહૂદીઓને ખુશ કરવાની ઇચ્છાથી પાઉલને ઉત્તર આપ્યો કે, ‘શું તું યરુશાલેમમાં જઈને ત્યાં એ બાબતો વિષે મારી આગળ પોતાનો ન્યાય કરાવવાને રાજી છે?’

પ્રેરિતોનાં ક્રત્યો 25:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે કહ્યું કે, કાઈસારિયાનાં ન્યાયાસન આગળ હું ઊભો છું, ત્યાં મારો ન્યાય થવો જોઈએ; મેં યહૂદીઓનું કંઈ ખરાબ કર્યું નથી, તે આપ પણ સારી રીતે જાણો છો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના નથી પાડતો, પણ જે વિષે તેઓ મારા પર આરોપ મૂકે છે તેમાંની જો એકે વાત સાચી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે દાદ માંગુ છું.’”

પ્રેરિતોનાં ક્રત્યો 25:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે.

પ્રેરિતોનાં ક્રત્યો 25:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાક દિવસ પસાર થયા પછી આગ્રીપા રાજા તથા બેરનીકે કાઈસારિયા આવ્યાં. અને ફેસ્તસની મુલાકાત લીધી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે;

પ્રેરિતોનાં ક્રત્યો 25:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે હું યરુશાલેમમાં હતો ત્યારે મુખ્ય યાજકોએ તથા યહૂદીઓના વડીલોએ તેના પર ફરિયાદ કરીને તેની વિરુદ્ધ તેને ગુનેગાર ઠરાવવાંની માગણી કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેં તેઓને ઉત્તર આપ્યો કે, કોઈ પણ તહોમતદારને ફરિયાદીઓની રૂબરૂ તહોમત વિષે પોતાના બચાવમાં પ્રત્યુત્તર આપવાની તક ન મળે ત્યાં સુધી તેને (મારી નાખવાને) સોંપી દેવો એ રોમનોની રીત નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 25:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે માટે તેઓ અહીં એકઠા થયા, ત્યારે વિલંબ કર્યા વિના બીજે દિવસે ન્યાયાસન પર બેસીને તે માણસને મારી રૂબરૂ લાવવાનો હુકમ મેં આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 25:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓના પોતાના ધર્મ વિષે, તથા ઈસુ નામે કોઈ માણસ જે મરણ પામ્યા છે પણ જેના વિષે પાઉલ કહે છે કે તે જીવતા છે, તે વિષે તેની વિરુદ્ધ તેઓએ કેટલાક સવાલ ઉઠાવ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 25:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ બાબત વિષે કેવી રીતે તપાસ કરવી તેની સૂઝ મને ન પડવાથી મેં પૂછ્યું કે, શું તું યરુશાલેમમાં જઈને ત્યાં આ બાબતો સંબંધી પોતાનો ન્યાય કરાવવા ઇચ્છે છે?

પ્રેરિતોનાં ક્રત્યો 25:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે તેના મુકાદમા અંગે કાઈસાર પાસે દાદ માગી છે. તેથી મેં હુકમ કર્યો કે ‘કાઈસારની પાસે હું તેને મોકલું ત્યાં સુધી તેને જેલમાં રાખવો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 25:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે આગ્રીપાએ ફેસ્તસને કહ્યું કે, ‘એ માણસનું સાંભળવાની મારી પણ ઇચ્છા છે. ત્યારે તેણે કહ્યું કે, કાલે આપ તેને સાંભળી શકશો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 25:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે બીજે દિવસે આગ્રીપા તથા બેરનીકે મોટા દબદબા સાથે દરબારમાં આવ્યાં, સરદારો તથા શહેરના મુખ્ય માણસો પણ દરબારમાં હાજર થયા, ફેસ્તસની આજ્ઞાથી તેઓએ પાઉલને ત્યાં રજૂ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો (યોગ્ય) નથી, તેને તમે જુઓ છો.

પ્રેરિતોનાં ક્રત્યો 25:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ મને એવું માલૂમ પડ્યું કે તેણે મરણની શિક્ષાને યોગ્ય કંઈ નથી કર્યું, તેણે પોતે કાઈસાર પાસે દાદ માગી, તેથી મેં તેને (રોમ) મોકલી આપવાનો નિશ્ચય કર્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 25:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના વિષે એવી કંઈ ચોક્કસ વાત મારી પાસે નથી કે જે હું મારા અધિકારી પર લખું, માટે મેં તમારી આગળ, અને, ઓ આગ્રીપા રાજા, વિશેષે કરીને આપની આગળ, તેને રજૂ કર્યો છે, એ માટે કે તપાસ થયા પછી મને કંઈ લખી જણાવવાંનું મળી આવે.

પ્રેરિતોનાં ક્રત્યો 25:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે કેદીને મોકલવો, અને તેના પરના આરોપ ન દર્શાવવાં એ મને અયોગ્ય લાગે છે.’”

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 25 (ASV) »
King James Version (KJV)
Acts 25 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 25 (GW) »
Berean Bible (BSB)
Acts 25 (BSB) »
World English Bible (WEB)
Acts 25 (WEB) »
French Bible (LSG)
Actes 25 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 25 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 25 (RVA) »
Italian Bible (RIV)
Atti 25 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 25 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 25 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 25 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 25 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 25 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 25 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 25 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List