પ્રેરિતોનાં ક્રત્યો Chapter 19 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 19 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 19 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 19:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ થયું કે જયારે આપોલસ કરિંથમાં હતો, ત્યારે પાઉલ ઉપલા પ્રદેશમાં ફરીને એફેસસમાં આવ્યો, અને કેટલાક શિષ્યો તેને મળ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે તેઓને પૂછ્યું કે, ‘તમે વિશ્વાસ કર્યો ત્યારે શું પવિત્ર આત્મા પામ્યા? તેઓએ તેને કહ્યું કે, ના, પવિત્ર આત્મા છે એ અમે સાંભળ્યું પણ નથી.’”

પ્રેરિતોનાં ક્રત્યો 19:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલે પૂછ્યું કે, ‘ત્યારે તમે કોનું બાપ્તિસ્મા પામ્યા?’ અને તેઓએ કહ્યું કે, ‘યોહાનનું બાપ્તિસ્મા.’”

પ્રેરિતોનાં ક્રત્યો 19:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે કહ્યું કે, યોહાને પશ્ચાતાપનું બાપ્તિસ્મા કર્યું ખરું, અને લોકોને કહ્યું કે, ‘મારી પાછળ જે આવે છે તેના પર એટલે ઈસુ પર તમારે વિશ્વાસ કરવો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 19:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ એ સાંભળીને પ્રભુ ઈસુને નામે બાપ્તિસ્મા લીધું.

પ્રેરિતોનાં ક્રત્યો 19:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે પાઉલે તેઓ પર હાથ મૂક્યા ત્યારે પવિત્ર આત્મા તેઓ પર આવ્યો; તેઓ (અન્ય) ભાષાઓ બોલવા તથા પ્રબોધ કરવા લાગ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ બધા મળીને બાર પુરુષ હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ભક્તિસ્થાનમાં જઈને તેણે ત્રણ મહિના સુધી હિંમતથી ઈસુના વચનો કહ્યા, અને વાદવિવાદ કરીને ઈશ્વરના રાજ્ય વિષેની બાબતો સમજાવી.

પ્રેરિતોનાં ક્રત્યો 19:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ કેટલાકે મનમાં કઠણ થઈને, તથા પ્રભુની વાતનો અનાદર કરીને, લોકોની આગળ એ માર્ગની નિંદા કરી, ત્યારે તેણે તેઓની પાસેથી જઈને શિષ્યોને જુદા પાડ્યા અને તે તુરાનસના સભાગૃહમાં રોજ ઉપદેશ આપતો રહ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 19:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બે વર્ષ સુધી એવું ચાલતું રહ્યું; તેથી આસિયામાં રહેનાર સર્વ યહૂદીઓએ, તથા ગ્રીકોએ પણ પ્રભુની વાત સાંભળી.

પ્રેરિતોનાં ક્રત્યો 19:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે પાઉલના હાથથી એવા અદ્દભુત ચમત્કારો કર્યા કે,

પ્રેરિતોનાં ક્રત્યો 19:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના વપરાયેલા રૂમાલો તથા વસ્ત્રો તેઓ માંદાઓની પાસે લાવીને સ્પર્શ કરાવતાં, એટલે તેઓના રોગ દૂર થતા, અને તેઓમાંથી અશુદ્ધ આત્માઓ નીકળી જતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ કેટલાક ભટકતા યહૂદી ભૂવા પણ અશુદ્ધ આત્મા વળગેલાઓ પર ઈસુનું નામ ઉચ્ચારીને કહેવા લાગ્યા કે, જે ઈસુને પાઉલ પ્રગટ કરે છે, તેમને નામે અમે હુકમ કરીએ છીએ કે ‘નીકળી જાઓ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 19:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્કેવા નામે એક યહૂદી મુખ્ય યાજકના સાત દીકરા એ પ્રમાણે કરતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ અશુદ્ધ આત્માએ ઉત્તર દેતાં કહ્યું કે, ‘ઈસુ વિષે હું જાણું છું, પાઉલને પણ હું ઓળખું છું, પણ તમે કોણ છો?’

પ્રેરિતોનાં ક્રત્યો 19:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે માણસમાં અશુદ્ધ આત્મા હતો તે તેઓમાંના બે જન પર કૂદી પડ્યો, બન્નેને હરાવીને તેઓ પર એવો જય પામ્યો કે તેઓ વસ્ત્રો વગરના ઉઘાડા તથા ઘાયલ થઈને તે ઘરમાંથી જતા રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફેસસમાં જે યહૂદીઓ તથા ગ્રીકો રહેતા હતા તેઓ સર્વને એ વાત માલૂમ પડી, તે સર્વ ભય પામ્યા, અને પ્રભુ ઈસુનું નામ મહિમાવંત મનાયું.

પ્રેરિતોનાં ક્રત્યો 19:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વિશ્વાસી થયેલાઓમાંના ઘણાં આવ્યાં, અને પોતાનાં કૃત્યો કબૂલ કરીને કહી બતાવ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 19:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણા જાદુગરોએ પોતાના પુસ્તકો ભેગાં કરીને સર્વના દેખતાં બાળી નાખ્યાં; તેઓની કિંમત ગણી જોતાં તે પચીસ હજાર રૂપિયા જેટલી થઈ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ રીતે પ્રભુની વાત પરાક્રમથી ફેલાઈ અને પ્રબળ થઈ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ બનાવ પછી પાઉલે મકદોનિયા તથા અખાયામાં થઈને મનમાં યરુશાલેમ જવાનો નિશ્ચય કરીને કહ્યું કે, ‘ત્યાં ગયા પછી રોમમાં પણ મારે જવું જોઈએ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 19:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પોતાને સહાય કરનારાઓમાંનાં બેને એટલે તિમોથી તથા એરાસ્તસને મકદોનિયામાં મોકલ્યા, અને પોતે કેટલાક દિવસ આસિયામાં રહ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 19:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે અરસામાં એ માર્ગ વિષે ઘણી ચળવળ ઊભી થઈ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દેમેત્રિયસ નામે એક સોની હતો, જે આર્તેમિસના રૂપાના દેવસ્થાનો બનાવીને કારીગરોને ઘણું કામ અપાવતો હતો,

પ્રેરિતોનાં ક્રત્યો 19:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે તેઓને તથા એના જેવા બીજા કારીગરોને એકઠા કરીને કહ્યું કે, ‘ભાઈઓ, તમે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણી કમાણી થાય છે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તમે જુઓ છો અને સાંભળો છો તેમ, એકલા એફેસસમાં નહિ, પણ લગભગ આખા આસિયામાં, કે જે હાથથી બનાવેલા છે તે દેવો નથી, એવું સમજાવીને પાઉલે બહુ લોકોના મન ફેરવી નાખ્યા છે;

પ્રેરિતોનાં ક્રત્યો 19:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી આપણો આ વ્યવસાય વખોડવામાં આવે એવો ભય છે, એટલું જ નહિ, પણ આર્તેમિસ મહાદેવી જેને આખો આસિયા તથા જગત પૂજે છે, તેનું મંદિર તુચ્છ ગણાવાનો અને તેનો મહિમા નષ્ટ થવાનો સંભવ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ સાંભળીને તેઓ ક્રોધે ભરાયા, અને બૂમ પાડીને કહેવા લાગ્યા કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’

પ્રેરિતોનાં ક્રત્યો 19:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આખા શહેરમાં એ ગડબડાટ પ્રસરી ગયો. ત્યારે તેઓ મકદોનિયાના ગાયસ તથા આરિસ્તાર્ખસ, જેઓ મુસાફરીમાં પાઉલના સાથીઓ હતા, તેઓને પકડીને બધા ભેગા મળીને શલ્યખંડમાં દોડી ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે પાઉલે લોકોની ભીડની અંદર જવા ઇચ્છા કરી, ત્યારે શિષ્યોએ તેને જવા દીધો નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસિયાના મુખ્ય અધિકારીઓમાંના કેટલાક તેના મિત્ર હતા, તેઓએ પણ તેને કહેવડાવ્યું ‘તારે શલ્યખંડમાં જવાનું સાહસ કરવું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે વેળાએ કેટલાક આમ બૂમ પાડતા, અને બીજા કેટલાક તેમ બૂમ પાડતા હતા, કેમ કે સભામાં ગડબડ થઈ રહી હતી, અને પોતે શા માટે ભેગા થયા છે, એ તેઓમાંના કેટલાક જાણતા પણ ન હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 19:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ (યહૂદીઓ) આલેકસાંદરને ભીડમાંથી બહાર ખેંચી કાઢીને તેને આગળ ધકેલતા હતા ત્યારે આલેકસાંદર હાથે ઇશારો કરીને લોકોને પ્રત્યુત્તર આપવા ચાહતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 19:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તે યહૂદી છે, એ તેઓએ જાણ્યું, ત્યારે તેઓ સર્વએ આશરે બે કલાક સુધી એકસામટા અવાજે બૂમ પાડી કે, ‘એફેસીઓની આર્તેમિસની જય!’

પ્રેરિતોનાં ક્રત્યો 19:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે શહેરના નગરશેઠે લોકોને શાંત કરીને કહ્યું કે, ‘ઓ એફેસસના લોકો, કોણ નથી જાણતું કે એફેસીઓનું શહેર આર્તેમિસ મહાદેવીને તથા ઝૂસ પાસેથી પડેલી મૂર્તિને પૂજનારું છે?

પ્રેરિતોનાં ક્રત્યો 19:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ વાતોની વિરુદ્ધ કોઈથી બોલી શકાય એમ નથી, માટે તમારે શાંત રહેવું જોઈએ, અને કંઈ અયોગ્ય કૃત્ય કરવું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 19:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તમે આ માણસોને અહીં લાવ્યા છો, તેઓ મંદિરોને લૂંટનારા નથી, આપણા દેવીની નિંદા કરનારા પણ નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 19:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જો દેમેત્રિયસને તથા તેના સાથેના સાથી કારીગરોને કોઈના પર કશી ફરિયાદ કરવી હોય તો અદાલત ખુલ્લી છે, અને અધિકારીઓ પણ છે, માટે તેઓ એકબીજાની સામે ફરિયાદ કરી શકે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો કોઈ બીજી બાબતો વિષે તમે ન્યાય માંગતા હો, તો કાયદેસર નીમેલી સભામાં તેનો નિર્ણય કરવામાં આવશે.

પ્રેરિતોનાં ક્રત્યો 19:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે આજે કારણ વિના હંગામો થયો તે વિષે આપણી સામે ફરિયાદ થવાનો ખરેખર સંભવ છે; અને તેના સંબંધમાં આ ભીડ થયાનો ખુલાસો આપણે આપી શકવાના નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 19:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે એ વાતો કહીને સભાને સમાપ્ત કરી.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 19 (ASV) »
King James Version (KJV)
Acts 19 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 19 (GW) »
Berean Bible (BSB)
Acts 19 (BSB) »
World English Bible (WEB)
Acts 19 (WEB) »
French Bible (LSG)
Actes 19 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 19 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 19 (RVA) »
Italian Bible (RIV)
Atti 19 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 19 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 19 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 19 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 19 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 19 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 19 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 19 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List