પ્રેરિતોનાં ક્રત્યો Chapter 23 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 23 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 23 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 23:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે ન્યાયસભાની સામે એક નજરે જોઈ રહીને કહ્યું કે, ભાઈઓ, ‘હું આજ સુધી ઈશ્વર સમક્ષ શુદ્ધ અંતઃકરણથી વર્ત્યો છું.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે અનાન્યા પ્રમુખ યાજકે તેની પાસે ઊભા રહેનારાઓને તેના મુખ ઉપર (તમાચો) મારવાની આજ્ઞા કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 23:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે તેને કહ્યું કે, ‘ઓ ધોળેલી ભીંત, ઈશ્વર તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છતાં નિયમશાસ્ત્ર વિરુદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે શું?’

પ્રેરિતોનાં ક્રત્યો 23:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાસે ઊભા રહેનારાઓએ કહ્યું કે, ‘શું તું ઈશ્વરના પ્રમુખ યાજકની નિંદા કરે છે?’

પ્રેરિતોનાં ક્રત્યો 23:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે કહ્યું કે, ભાઈઓ, એ પ્રમુખ યાજક છે, તે હું જાણતો ન હતો, કેમ કે એમ લખ્યું છે કે, તારા લોકોના અધિકારીનું તારે ખોટું બોલવું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 23:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી પાઉલે જોયું કે એક ભાગ સદૂકીઓનો, અને બીજો ફરોશીઓનો છે, ત્યારે તેણે સભામાં બૂમ પાડી કે, ‘ઓ ભાઈઓ, હું ફરોશી છું ને મારા પૂર્વજો ફરોશી હતા, મરણ પામેલાઓના પુનરુત્થાન સંબંધી આશા બાબત વિષે મારો ન્યાય કરવામાં આવે છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે એવું કહ્યું, ત્યારે ફરોશીઓ તથા સદૂકીઓની વચ્ચે તકરાર ઊભી થઈ, અને સભામાં પક્ષ પડયા.

પ્રેરિતોનાં ક્રત્યો 23:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે સદૂકીઓ કહે છે કે, ‘પુનરુત્થાન નથી, દૂત કે આત્મા પણ નથી; પણ ફરોશીઓ એ બન્ને વાત માન્ય કરે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 23:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મોટી ગડબડ ઊભી થઈ; ફરોશીઓના પક્ષના કેટલાક શાસ્ત્રીઓ ઊઠ્યા, અને રકઝક કરતાં કહેવા લાગ્યા કે, ‘આ માણસમાં અમે કોઈ પણ અપરાધ જોતા નથી; કદાચને (પવિત્ર) આત્માએ અથવા (પ્રભુના) દૂતે તેને કંઈ કહ્યું હોય પણ તેથી શું?’

પ્રેરિતોનાં ક્રત્યો 23:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તકરાર વધી પડી, ત્યારે તેઓ પાઉલના કત્લેઆમ કરશે, એવો ભય લાગ્યાથી સરદારે સિપાઈઓને આજ્ઞા કરી કે, ‘જઈને જબરદસ્તીથી તેને તેઓ મધ્યેથી ખેંચી લાવીને કિલ્લામાં લાવો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જ રાત્રે પ્રભુએ તેની પાસે ઊભા રહીને કહ્યું કે, ‘હિંમત રાખ; કેમ કે જેમ મારે વિષે તેં યરુશાલેમમાં સાક્ષી આપી છે, તેમ રોમમાં પણ તારે સાક્ષી આપવી પડશે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દિવસ ઊગ્યા પછી યહૂદીઓએ સંપ કર્યો, અને સોગનથી પ્રતિજ્ઞા કરી કે, ‘પાઉલને મારી નાખીએ ત્યાં સુધી આપણે અન્નજળ લેવું નહિ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ સંપ કરનારા ચાલીસથી વધારે હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 23:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મુખ્ય યાજક તથા વડીલોની પાસે જઈને કહ્યું કે, ‘અમે ગંભીર સોગનથી બંધાયા છીએ કે, પાઉલને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે મુખમાં કશું પણ મૂકીશું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 23:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જાણે કે તેની બાબતે તમારે વધારે ઝીણવટથી તપાસ કરવી હોય (એવા બહાને) સભા સુદ્ધાં તમે સરદારને એવી સૂચના આપો કે, તે તેને તમારી પાસે રજૂ કરે, તે પહોંચે ત્યાર પહેલાં અમે તેને મારી નાખવાને તૈયાર છીએ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલના ભાણેજે તેઓના સંતાઈ રહેવા વિષે સાંભળ્યું, ત્યારે તેણે કિલ્લામાં જઈને પાઉલને ખબર આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 23:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પાઉલે સૂબેદારોમાંના એકને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘આ જુવાનને સરદારની પાસે લઈ જા; કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે સરદારની પાસે તેને લઈ જઈને કહ્યું કે, ‘પાઉલ બંદીવાને મને પોતાની પાસે બોલાવીને વિનંતી કરી કે, આ જુવાનને સરદારની પાસે લઈ જા, કેમ કે એ તેને કંઈ કહેવા માગે છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સરદાર તેનો હાથ પકડીને તેને એકાંતમાં લઈ ગયો, અને ખાનગી રીતે પૂછ્યું કે, ‘તારે મને શું કહેવાનું છે?’

પ્રેરિતોનાં ક્રત્યો 23:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે કહ્યું કે, ‘યહૂદીઓએ તારી પાસે વિનંતી કરવાનો સંપ કર્યો છે કે, જાણે કે તું પાઉલ સંબંધી વધારે ઝીણવટથી તપાસ કરવા માગતો હોય એ હેતુથી તું આવતી કાલે તેને ન્યાયસભામાં લઈ આવે.

પ્રેરિતોનાં ક્રત્યો 23:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે તું તેઓનું કહેવું માનીશ નહિ, કેમ કે તેઓમાંના ચાળીસથી વધારે માણસ તારે સારુ સંતાઈ રહ્યા છે, તેઓ એવા સોગનથી બંધાયા છે કે, તને મારી નાખીએ નહિ ત્યાં સુધી અમે અન્નજળ લઈશું નહિ; હમણાં તેઓ તૈયાર છે અને તારા નિર્ણયની રાહ જુએ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 23:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સરદારે તે જુવાનને એવી તાકીદ આપીને વિદાય કર્યો કે, તેં આ વાતની ખબર મને આપ્યા વિષે કોઈને કહીશ નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 23:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેણે સૂબેદારોમાંના બેને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, ‘બસો સિપાઈઓને, તથા સિત્તેર સવારોને તથા બસો બરછીવાળાને, રાત્રે નવ વાગે કાઈસારિયા સુધી જવાને તૈયાર રાખો;

પ્રેરિતોનાં ક્રત્યો 23:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને પાઉલને માટે જાનવર તૈયાર રાખો કે તેને તે પર બેસાડીને હાકેમ ફેલીક્સ પાસે સહીસલામત પહોંચાડવામાં આવે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે નીચે પ્રમાણે પત્ર લખ્યો કે,

પ્રેરિતોનાં ક્રત્યો 23:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘નેક નામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.

પ્રેરિતોનાં ક્રત્યો 23:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ માણસને યહૂદીઓએ પકડ્યો હતો ને તેઓ એને મારી નાખવાના હતા, ત્યારે એ રોમન છે એમ સાંભળીને હું સિપાઈઓ સાથે લઈને ત્યાં ગયો અને તેને છોડાવી લાવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 23:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તેના પર શા કારણથી દોષ મૂકે છે એ જાણવા સારુ હું તેઓની ન્યાયસભામાં તેને લઈ ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 23:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મને માલૂમ પડ્યું કે, તેઓના નિયમશાસ્ત્રની બાબતો સંબંધી તેઓ તેના પર દોષ મૂકે છે, પણ મોતની અથવા કેદની સજા થાય એવો દોષ તેઓ તેના પર મૂકતા નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 23:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે મને ખબર મળી કે એ માણસની વિરુદ્ધ કાવતરું રચાવાનું છે, તેજ વેળાએ મેં તેને તરત તમારી પાસે મોકલ્યો, અને ફરિયાદીઓને પણ આજ્ઞા કરી કે, તેની વિરુદ્ધ તેઓને (જે કહેવું હોય તે) તેઓ તમારી આગળ કહે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 23:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સિપાઈઓ તેમને મળેલી આજ્ઞા પ્રમાણે પાઉલને લઈને રાતોરાત આંતિપાત્રસમાં આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 23:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ બીજે દિવસે સવારોને તેની સાથે જવા સારુ મૂકીને તેઓ કિલ્લામાં પાછા આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 23:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ કાઈસારિયા પહોંચ્યા પછી રાજ્યપાલને પત્ર આપ્યો, પાઉલને પણ તેની સમક્ષ ઊભો કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 23:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે તે પત્ર વાંચીને પૂછ્યું કે, ‘એ કયા પ્રાંતનો છે?’ જયારે તેને માલુમ પડ્યું કે, તે કિલીકિયાનો છે,

પ્રેરિતોનાં ક્રત્યો 23:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે કહ્યું કે ફરિયાદીઓ આવ્યા પછી હું તારા મુકદ્દમાની તપાસ કરીશ;’ પછી તેણે એવી આજ્ઞા આપી કે, તેને હેરોદના દરબારમાં ચોકી પહેરામાં રાખવામાં આવે.’”

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 23 (ASV) »
King James Version (KJV)
Acts 23 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 23 (GW) »
Berean Bible (BSB)
Acts 23 (BSB) »
World English Bible (WEB)
Acts 23 (WEB) »
French Bible (LSG)
Actes 23 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 23 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 23 (RVA) »
Italian Bible (RIV)
Atti 23 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 23 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 23 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 23 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 23 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 23 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 23 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 23 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List