પ્રેરિતોનાં ક્રત્યો Chapter 22 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 22 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 22 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 22:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 22:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમ પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 22:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 22:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રમુખ યાજક તથા આખો વડીલ વર્ગ (એ વિષે) મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.

પ્રેરિતોનાં ક્રત્યો 22:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ આકાશથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 22:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?

પ્રેરિતોનાં ક્રત્યો 22:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, ‘હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહી.

પ્રેરિતોનાં ક્રત્યો 22:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? ‘પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.

પ્રેરિતોનાં ક્રત્યો 22:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 22:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેના વિષે ત્યાં રહેનારા સઘળા યહૂદીઓ સારું બોલતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 22:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા.’ અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.

પ્રેરિતોનાં ક્રત્યો 22:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેણે કહ્યું કે, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.

પ્રેરિતોનાં ક્રત્યો 22:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.

પ્રેરિતોનાં ક્રત્યો 22:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.

પ્રેરિતોનાં ક્રત્યો 22:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,

પ્રેરિતોનાં ક્રત્યો 22:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
(પ્રભુએ) મને દર્શન દઈને કહ્યું કે, ‘ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;

પ્રેરિતોનાં ક્રત્યો 22:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેમણે મને કહ્યું કે, ‘તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, ‘એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 22:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;

પ્રેરિતોનાં ક્રત્યો 22:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણ માટે તેની સામે એવી બૂમ પાડી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 22:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તેને ચામડાના દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, ‘જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવામાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?’

પ્રેરિતોનાં ક્રત્યો 22:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, ‘તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, ‘મને કહે, તું શું રોમન છે?’ પાઉલે કહ્યું, ‘હા.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સરદારે ઉત્તર દીધો કે, ‘મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, ‘હું તો જન્મથી જ (નાગરિક) છું.’”

પ્રેરિતોનાં ક્રત્યો 22:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 22:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.

Available Bible Translations

American Standard Version
Acts 22 (ASV) »
King James Version
Acts 22 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 22 (GW) »
Berean Bible
Acts 22 (BSB) »
World English Bible
Acts 22 (WEB) »
Louis Segond 1910
Actes 22 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 22 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 22 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 22 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 22 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 22 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 22 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 22 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 22 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 22 (HEB) »
Bíblia Sagrada Português
Atos 22 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Công Vụ Các Sứ đồ 22 (VIE) »
Reina Valera Antigua
Hechos 22 (RVA) »
La Sacra Bibbia
Atti 22 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 22 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 22 (CUVT) »
Библия на русском
Деяния 22 (RUSV) »
Українська Біблія
Дії 22 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 22 (KAR) »
Българска Библия
Деяния 22 (BULG) »
De Heilige Schrift
Handelingen 22 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List