પ્રેરિતોનાં ક્રત્યો Chapter 15 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 15 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 15 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 15:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 15:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.

પ્રેરિતોનાં ક્રત્યો 15:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરુનમાં થઈને જતા વિદેશીઓના પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.

પ્રેરિતોનાં ક્રત્યો 15:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 15:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, ‘તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.’

પ્રેરિતોનાં ક્રત્યો 15:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે. ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,

પ્રેરિતોનાં ક્રત્યો 15:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 15:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?

પ્રેરિતોનાં ક્રત્યો 15:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 15:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી.

પ્રેરિતોનાં ક્રત્યો 15:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે. ભાઈઓ, મારું સાંભળો;

પ્રેરિતોનાં ક્રત્યો 15:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,

પ્રેરિતોનાં ક્રત્યો 15:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
“એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;

પ્રેરિતોનાં ક્રત્યો 15:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;

પ્રેરિતોનાં ક્રત્યો 15:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”

પ્રેરિતોનાં ક્રત્યો 15:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;

પ્રેરિતોનાં ક્રત્યો 15:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મારેલાથી, તથા લોહીથી દૂર રહેવું.

પ્રેરિતોનાં ક્રત્યો 15:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.

પ્રેરિતોનાં ક્રત્યો 15:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.

પ્રેરિતોનાં ક્રત્યો 15:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 15:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મારેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.

પ્રેરિતોનાં ક્રત્યો 15:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 15:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 15:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું

પ્રેરિતોનાં ક્રત્યો 15:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, ‘ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને જોઈએ કે તેઓ કેમ છે.’

પ્રેરિતોનાં ક્રત્યો 15:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 15:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 15:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 15:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 15:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 15 (ASV) »
King James Version (KJV)
Acts 15 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 15 (GW) »
Berean Bible (BSB)
Acts 15 (BSB) »
World English Bible (WEB)
Acts 15 (WEB) »
French Bible (LSG)
Actes 15 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 15 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 15 (RVA) »
Italian Bible (RIV)
Atti 15 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 15 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 15 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 15 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 15 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 15 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 15 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 15 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List