પ્રેરિતોનાં ક્રત્યો Chapter 12 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 12 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 12 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 12:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આશરે તે જ સમયે હેરોદ રાજાએ વિશ્વાસી સમુદાયના કેટલાકની સતાવણી કરવા હાથ લંબાવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહૂદીઓને એ વાતથી ખુશી થાય છે તે જોઈને તેણે પિતરની પણ ધરપકડ કરી. તે બેખમીર રોટલીના પર્વના દિવસો હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પિતરને પકડીને જેલમાં પૂર્યો, અને તેની ચોકી કરવા સારુ ચાર ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને આધીન કર્યો, અને પાસ્ખાપર્વ પછી લોકોની સમક્ષ તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેણે પિતરને જેલમાં રાખ્યો; પણ વિશ્વાસી સમુદાયે તેને સારુ આગ્રહથી ઈશ્વરની પ્રાર્થના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 12:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેરોદ તેને બહાર લાવવાનો હતો તેની આગલી રાત્રે પિતર બે સિપાઈઓની વચ્ચે બે સાંકળોથી બંધાયેલી સ્થિતિમાં ઊંઘતો હતો; અને ચોકીદારો જેલના દરવાજા આગળ ચોકી કરતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે જુઓ, પ્રભુનો સ્વર્ગદૂત તેની પાસે ઊભો રહ્યો, અને જેલમાં પ્રકાશ પ્રગટ્યો; તેણે પિતરને કૂખમાં હલકો હાથ મારીને જગાળ્યો, અને કહ્યું કે, જલદી ઊઠ. ત્યારે તેની સાંકળો તેના હાથ પરથી સરકી પડી.

પ્રેરિતોનાં ક્રત્યો 12:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્વર્ગદૂતે તેને કહ્યું કે, કમર બાંધ, અને તારાં ચંપલ પહેર. તેણે તેમ કર્યું. પછી સ્વર્ગદૂતે કહ્યું કે, તારો કોટ પહેરી લે અને મારી પાછળ આવ.

પ્રેરિતોનાં ક્રત્યો 12:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે બહાર નીકળીને સ્વર્ગદૂતની પાછળ ગયો; અને સ્વર્ગદૂત જે કરે છે તે વાસ્તવિક છે એમ તે સમજતો નહોતો, પણ તે દર્શન જોઈ રહ્યો છે એમ તેને લાગ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 12:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પહેલી તથા બીજી ચોકી વટાવીને શહેરમાં જવાના લોખંડના દરવાજે પહોંચ્યા; અને તે દરવાજો આપોઆપ ખૂલી ગયો; તેઓએ આગળ ચાલીને એક મહોલ્લો ઓળંગ્યો; એટલે તરત સ્વર્ગદૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જયારે પિતર સભાન થયો ત્યારે તેણે કહ્યું કે, હવે હું ચોક્કસ રીતે જાણું છું કે પ્રભુએ પોતાના સ્વર્ગદૂતને મોકલીને હેરોદના હાથમાંથી તથા યહૂદીઓની સર્વ ધારણાથી મને છોડાવ્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 12:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તે વિચાર કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેની મા મરિયમના ઘરે આવ્યો, ત્યાં ઘણાં માણસો એકઠા થઈને પ્રાર્થના કરતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે આગળનો દરવાજો ખટખટાવતો હતો ત્યારે રોદા નામે એમ જુવાન દાસી દરવાજો ખોલવા આવી.

પ્રેરિતોનાં ક્રત્યો 12:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પિતરનો અવાજ પારખીને આનંદને લીધે બારણું ન ઉઘાડતાં, અંદર દોડી જઈને કહ્યું કે, પિતર બારણા આગળ ઊભો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 12:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તેને કહ્યું કે, તું પાગલ છે. પણ તેણે ખાતરીપૂર્વક કહ્યું કે હું કહું છું તેમ જ છે. ત્યારે તેઓએ કહ્યું કે તેનો સ્વર્ગદૂત હશે.

પ્રેરિતોનાં ક્રત્યો 12:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતરે દરવાજો ખટખટાવ્યા કર્યો; અને તેઓએ બારણું ઉઘાડીને તેને જોયો, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 12:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતરે ચૂપ રહેવાને તેઓને હાથથી ઈશારો કર્યો; અને પ્રભુ તેમને શી રીતે જેલમાંથી બહાર લાવ્યા તે તેઓને કહી સંભળાવ્યું, તેમણે કહ્યું કે, એ સમાચાર યાકૂબને તથા બીજા ભાઈઓને પહોંચાડજો. પછી તે બીજી જગ્યાએ ચાલ્યો ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સૂર્યોદય થયો ત્યારે સિપાઈઓમાં ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ કે, પિતરનું શું થયું હશે?

પ્રેરિતોનાં ક્રત્યો 12:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હેરોદે તેની શોધ કરી, પણ તે તેને મળ્યો નહિ, ત્યારે તેણે ચોકીદારોને પૂછપરછ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો; પછી યહૂદિયાથી નીકળીને હેરોદ કાઈસારિયામાં ગયો, અને ત્યાં રહ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે તૂરના તથા સિદોનના લોક પર હેરોદ ઘણો ગુસ્સે થયો હતો; પણ તેઓ સર્વ સંપ કરીને તેની પાસે આવ્યા, અને રાજાના મુખ્ય સેવક બ્લાસ્તસને પોતાના પક્ષમાં લઈને સુલેહની માગણી કરી, કેમ કે તેઓના દેશના પોષણનો આધાર રાજાના દેશ પર હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ઠરાવેલા દિવસે હેરોદે રાજપોશાક પહેરીને, તથા રાજ્યાસન પર બેસીને, તેઓની આગળ ભાષણ કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 12:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે લોકોએ પોકાર કર્યો કે, આ વાણી તો દેવની છે, માણસની નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 12:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે ઈશ્વરને મહિમા આપ્યો નહિ, માટે પ્રભુના સ્વર્ગદૂતે તરત તેને માર્યો; અને તેના શરીરમાં કીડા પડ્યા અને તે મરણ પામ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વરનું વચન પ્રસરતું અને વૃદ્ધિ પામતું ગયું.

પ્રેરિતોનાં ક્રત્યો 12:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બાર્નાબાસ તથા શાઉલ દાનસેવા પૂરી કરીને યોહાન, જેનું બીજું નામ માર્ક હતું, તેને સાથે લઈને યરુશાલેમથી પાછા આવ્યા.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 12 (ASV) »
King James Version (KJV)
Acts 12 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 12 (GW) »
Berean Bible (BSB)
Acts 12 (BSB) »
World English Bible (WEB)
Acts 12 (WEB) »
French Bible (LSG)
Actes 12 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 12 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 12 (RVA) »
Italian Bible (RIV)
Atti 12 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 12 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 12 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 12 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 12 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 12 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 12 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 12 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List