પ્રેરિતોનાં ક્રત્યો Chapter 11 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 11 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 11 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 11:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે જે પ્રેરિતો તથા ભાઈઓ યહૂદિયામાં હતા તેઓએ સાંભળ્યું કે, વિદેશીઓએ પણ ઈશ્વરનાં વચનનો અંગીકાર કર્યો છે.

પ્રેરિતોનાં ક્રત્યો 11:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે પિતર યરુશાલેમ પાછો આવ્યો, ત્યારે સુન્નતીઓએ તેની ટીકા કરતા કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 11:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘તેં બેસુન્નતીઓના ઘરમાં જઈને તેઓની સાથે ભોજન કર્યું.’

પ્રેરિતોનાં ક્રત્યો 11:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પિતરે તેઓને તે વાતનો વિગતવાર ખુલાસો કરતા કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 11:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરતો હતો, તે વખતે મને મૂર્છા આવી; અને મેં દર્શનમાં જાણે કે એક મોટી ચાદર તેના ચાર ખૂણાથી લટકાવેલુ હોય તેવું એક વાસણ સ્વર્ગમાંથી ઊતરતું જોયું; તે મારી પાસે આવ્યું.’

પ્રેરિતોનાં ક્રત્યો 11:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના પર એકીટસે જોઈને મેં ધ્યાન આપ્યું, તો મેં તેમાં પૃથ્વી પરનાં ચોપગા પ્રાણીઓ, રાની પશુઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા આકાશનાં પક્ષીઓ જોયાં.

પ્રેરિતોનાં ક્રત્યો 11:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી મેં એક વાણીને મને એમ કહેતી સાંભળી કે, પિતર, ઊઠ, મારીને ખા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ મેં કહ્યું, પ્રભુ, એમ નહિ; કેમ કે કોઈ પણ નાપાક અથવા અશુદ્ધ ખોરાકનો આહાર મેં કર્યો નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 11:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેના ઉત્તરમાં સ્વર્ગમાંથી બીજી વાર વાણી થઈ કે, ઈશ્વરે જેને શુદ્ધ કર્યું છે, તેને તું અશુદ્ધ ન ગણ.

પ્રેરિતોનાં ક્રત્યો 11:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ ત્રણ વાર થયું; પછી તે બધાને સ્વર્ગમાં પાછા ખેંચી લેવામાં આવ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 11:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને જુઓ, તે જ સમયે કાઈસારિયાથી મારી પાસે મોકલેલા ત્રણ માણસો, જે ઘરમાં અમે હતા તેની આગળ આવી ઊભા રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આત્માએ મને કહ્યું કે, કંઈ પણ ભેદ રાખ્યા વિના તેઓની સાથે જા. આ છ ભાઈઓ પણ મારી સાથે આવ્યા; અને અમે તે વ્યક્તિના ઘરમાં ગયા;

પ્રેરિતોનાં ક્રત્યો 11:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેણે અમને ખબર આપી કે, મેં મારા ઘરમાં એક સ્વર્ગદૂતને ઊભેલો જોયો, તેણે મને કહ્યું કે, જોપ્પામાં માણસ મોકલી સિમોન જેમનું બીજું નામ પિતર છે, તેને બોલાવ;

પ્રેરિતોનાં ક્રત્યો 11:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તને એવી વાતો કહેશે કે તેથી તું તથા તારાં ઘરનાં સર્વ વ્યક્તિઓ ઉદ્ધાર પામશો.

પ્રેરિતોનાં ક્રત્યો 11:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું જેમ પ્રવચન કરવા લાગ્યો કે તરત જેમ પ્રથમ આપણા પર પવિત્ર આત્માએ આચ્છાદન કર્યું હતું, તેમ તેઓ પર પણ પવિત્ર આત્મા ઊતર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 11:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પ્રભુની એ કહેલી વાત મને યાદ આવી કે, યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો.

પ્રેરિતોનાં ક્રત્યો 11:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો ત્યારે આપણને જેવું દાન મળ્યું તેવું જ દાન ઈશ્વરે તેઓને પણ આપ્યું, તો હું કોણ કે, ઈશ્વરને અટકાવું?

પ્રેરિતોનાં ક્રત્યો 11:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ વાતો સાંભળીને તેઓ ચૂપ રહ્યા, અને ઈશ્વરને મહિમા આપતા કહ્યું કે, ઈશ્વરે બિનયહૂદીઓને પણ પશ્ચાતાપ કરવાનું મન આપ્યું છે કે તેઓ જીવન પામે.

પ્રેરિતોનાં ક્રત્યો 11:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સ્તેફનના સંબંધમાં થયેલી સતાવણીથી જેઓ વિખેરાઈ ગયા હતા તેઓ ફિનીકિયા, સાયપ્રસ તથા અંત્યોખ સુધી ગયા, પણ તેઓએ યહૂદીઓ સિવાય કોઈને પ્રભુની વાત પ્રગટ કરી ન હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 11:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓમાંના કેટલાક સાયપ્રસના તથા કુરેનીના માણસો હતા, તેઓએ અંત્યોખ આવીને ગ્રીક લોકોને પણ પ્રભુ ઈસુ વિષેની સુવાર્તા કહી સંભળાવી.

પ્રેરિતોનાં ક્રત્યો 11:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રભુનો હાથ તેઓની સાથે હતો, અને ઘણાં લોકો વિશ્વાસ કરીને પ્રભુ તરફ વળ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ વિષેના સમાચાર યરુશાલેમના વિશ્વાસી સમુદાયના કાને આવ્યા, ત્યારે તેઓએ બાર્નાબાસને અંત્યોખ સુધી મોકલ્યો;

પ્રેરિતોનાં ક્રત્યો 11:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ત્યાં આવ્યો, ત્યારે ઈશ્વરની કૃપા જોઈને તે આનંદ પામ્યો; અને તેણે તેઓ સર્વને દ્દ્રઢ હૃદયથી પ્રભુને વળગી રહેવાનો બોધ કર્યો;

પ્રેરિતોનાં ક્રત્યો 11:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તે સારો માણસ હતો, અને પવિત્ર આત્માથી તથા વિશ્વાસથી ભરપૂર હતો; અને ઘણાં લોક પ્રભુના વિશ્વાસી સમુદાયમાં જોડાયાં.

પ્રેરિતોનાં ક્રત્યો 11:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી બાર્નાબાસ શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;

પ્રેરિતોનાં ક્રત્યો 11:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તે મળ્યો ત્યારે બાર્નાબાસ તેને અંત્યોખમાં લાવ્યો. તેઓએ એક આખું વર્ષ વિશ્વાસી સમુદાયની સાથે રહીને ઘણાં લોકોને બોધ કર્યો; શિષ્યો પ્રથમ અંત્યોખમાં ખ્રિસ્તી કહેવાયા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે એ દિવસોમાં કેટલાક પ્રબોધકો યરુશાલેમથી અંત્યોખ આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 11:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓમાંના આગાબસ નામે એક જણે ઊભા થઈને આત્માની પ્રેરણાથી સૂચવ્યું કે, આખી દુનિયામાં મોટો દુકાળ સર્જાશે; અને કલોડિયસના રાજ્યકાળમાં તેમ જ થયું.

પ્રેરિતોનાં ક્રત્યો 11:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે શિષ્યોએ ઠરાવ કર્યો કે, આપણામાંના દરેક માણસે પોતપોતાની શક્તિ પ્રમાણે યહૂદિયામાં રહેનાર ભાઈઓને કંઈ મદદ મોકલવી.

પ્રેરિતોનાં ક્રત્યો 11:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર નાણાં મોકલ્યાં.

Available Bible Translations

American Standard Version
Acts 11 (ASV) »
King James Version
Acts 11 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 11 (GW) »
Berean Bible
Acts 11 (BSB) »
World English Bible
Acts 11 (WEB) »
Louis Segond 1910
Actes 11 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 11 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 11 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 11 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 11 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 11 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 11 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 11 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 11 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 11 (HEB) »
Bíblia Sagrada Português
Atos 11 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Công Vụ Các Sứ đồ 11 (VIE) »
Reina Valera Antigua
Hechos 11 (RVA) »
La Sacra Bibbia
Atti 11 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 11 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 11 (CUVT) »
Библия на русском
Деяния 11 (RUSV) »
Українська Біблія
Дії 11 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 11 (KAR) »
Българска Библия
Деяния 11 (BULG) »
De Heilige Schrift
Handelingen 11 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List