પ્રેરિતોનાં ક્રત્યો Chapter 18 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 18 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 18 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 18:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી (પાઉલ) આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે (કાઈસાર) આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;

પ્રેરિતોનાં ક્રત્યો 18:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો (તંબુ ના વસ્ત્રો વણવાનો) હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દરેક વિશ્રામવારે પાઉલ ભક્તિસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને (વચનમાંથી) સમજાવતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી (ઈસુની) વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, ‘ઈસુ તે જ ખ્રિસ્ત છે.’”

પ્રેરિતોનાં ક્રત્યો 18:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને દુર્ભાષણ કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ.

પ્રેરિતોનાં ક્રત્યો 18:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર ભક્તિસ્થાનની તદ્દન પાસે હતું.

પ્રેરિતોનાં ક્રત્યો 18:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 18:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;

પ્રેરિતોનાં ક્રત્યો 18:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણા લોક છે.

પ્રેરિતોનાં ક્રત્યો 18:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે (પાઉલ) તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી (ત્યાં) રહ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ (સંપ કરીને) પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને (પાઉલને) ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 18:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે.

પ્રેરિતોનાં ક્રત્યો 18:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, ‘ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા દુરાચારણની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;

પ્રેરિતોનાં ક્રત્યો 18:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.’”

પ્રેરિતોનાં ક્રત્યો 18:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 18:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 18:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાર પછી ઘણા દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા આકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; (તે પહેલાં) તેણે કેંખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.

પ્રેરિતોનાં ક્રત્યો 18:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે (પાઉલે) તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે ભક્તિસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.

પ્રેરિતોનાં ક્રત્યો 18:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે ધર્મલેખોમાં પ્રવીણ હતો, અને આલેકસાંદ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;

પ્રેરિતોનાં ક્રત્યો 18:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 18:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો (આપોલસનો) આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ (પ્રભુની) કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;

પ્રેરિતોનાં ક્રત્યો 18:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું ધર્મશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર (વાદવિવાદ) માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યા.

Available Bible Translations

American Standard Version
Acts 18 (ASV) »
King James Version
Acts 18 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 18 (GW) »
Berean Bible
Acts 18 (BSB) »
World English Bible
Acts 18 (WEB) »
Louis Segond 1910
Actes 18 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 18 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 18 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 18 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 18 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 18 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
అపొస్తలుల కార్యములు 18 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 18 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 18 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 18 (HEB) »
Bíblia Sagrada Português
Atos 18 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Công Vụ Các Sứ đồ 18 (VIE) »
Reina Valera Antigua
Hechos 18 (RVA) »
La Sacra Bibbia
Atti 18 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 18 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 18 (CUVT) »
Библия на русском
Деяния 18 (RUSV) »
Українська Біблія
Дії 18 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 18 (KAR) »
Българска Библия
Деяния 18 (BULG) »
De Heilige Schrift
Handelingen 18 (NLD) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List