પ્રેરિતોનાં ક્રત્યો Chapter 14 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 14 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 14 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 14:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈકોનિયામાં તેઓ બંને યહૂદીઓના સભાસ્થાનમાં ગયા, અને એવી રીતે બોલ્યા કે ઘણાં યહૂદીઓએ તથા ગ્રીક લોકોએ વિશ્વાસ કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ અવિશ્વાસી યહૂદીઓએ બિનયહૂદીઓને ઉશ્કેરીને તેઓનાં મનમાં ભાઈઓની સામે ઉશ્કેરાટ ઊભો કર્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેઓ લાંબા સમય સુધી ત્યાં રહીને પ્રભુની સહાયથી હિંમતથી બોલતા રહ્યા અને પ્રભુએ તેઓની મધ્યે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો થવા દઈને પોતાની કૃપાના વચનના સમર્થનમાં સાક્ષી આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 14:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ શહેરના લોકોમાં ભાગલા પડ્યા, કેટલાક યહૂદીઓના પક્ષમાં રહ્યા અને કેટલાક પ્રેરિતોના પક્ષમાં રહ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનું અપમાન કરવા તથા તેઓને પથ્થરે મારવા સારુ જયારે બિનયહૂદીઓએ તથા યહૂદીઓએ પોતાના અધિકારીઓ સહિત યોજના કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 14:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓ તે જાણીને લુકાનિયાનાં શહેરો લુસ્ત્રા તથા દેર્બેમાં તથા આસપાસના પ્રાંતોમાં વિખેરાઈ ગયા;

પ્રેરિતોનાં ક્રત્યો 14:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં તેઓએ સુવાર્તા પ્રગટ કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 14:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લુસ્ત્રામાં એક અપંગ માણસ બેઠેલો હતો, તે જન્મથી જ અપંગ હતો અને કદી ચાલ્યો ન હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પાઉલને બોલતાં સાંભળ્યો. પાઉલે તેની તરફ એક નજરે જોઈ રહીને તથા તેને સાજો થવાનો વિશ્વાસ છે,

પ્રેરિતોનાં ક્રત્યો 14:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ જાણીને મોટે સ્વરે કહ્યું કે, ‘તું પોતાને પગે સીધો ઊભો રહે.’ ત્યારે તે કૂદીને ઊભો થયો અને ચાલવા લાગ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલે જે ચમત્કાર કર્યો હતો તે જોઈને લોકોએ લુકાનિયાની ભાષામાં મોટે સ્વરે કહ્યું કે, માણસોનું રૂપ ધારણ કરીને દેવો આપણી પાસે ઊતરી આવ્યા છે.

પ્રેરિતોનાં ક્રત્યો 14:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ બાર્નાબાસને ઝૂસ માન્યો, અને પાઉલને હેર્મેસ માન્યો, કેમ કે પાઉલ મુખ્ય બોલનાર હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઝૂસનું મંદિર એ શહેરની બહાર હતું તેનો પૂજારી બળદો તથા ફૂલના હાર શહેરના દરવાજાએ લાવીને લોકો સાથે બલિદાન ચઢાવવા ઇચ્છતો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ બાર્નાબાસ તથા પાઉલ તથા પ્રેરિતોએ તે વિષે સાંભળ્યું ત્યારે તેઓએ પોતાનાં વસ્ત્રો ફાડ્યાં, અને લોકોમાં દોડીને મોટે સ્વરે કહ્યું કે,

પ્રેરિતોનાં ક્રત્યો 14:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
‘સદ્દગૃહસ્થો તમે એ કામ કેમ કરો છો? અમે પણ તમારા જેવા માણસ છીએ, આ વ્યર્થ વાતો મૂકીને આકાશ, પૃથ્વી તથા સમુદ્ર અને તેઓમાંનાં સર્વને ઉત્પન્ન કરનાર તમે છો, કે જે જીવતા ઈશ્વર છે તેમની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 14:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તો ભૂતકાળમાં સર્વ લોકોને પોતપોતાને માર્ગે ચાલવા દીધાં.

પ્રેરિતોનાં ક્રત્યો 14:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ ભલું કરીને આકાશમાંથી વરસાદ તથા ફળવંત ઋતુઓ તમને આપીને, અને અન્નથી તથા આનંદથી તમારાં મન તૃપ્ત કરીને તેઓ ઈશ્વર પોતાના વિષે સાક્ષી આપ્યા વગર રહ્યા નથી.

પ્રેરિતોનાં ક્રત્યો 14:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાઉલે અને બાર્નાબાસે લોકોને એ વાતો કહીને પોતાને બલિદાન આપતાં તેઓને મુશ્કેલીથી અટકાવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ અંત્યોખ તથા ઈકોનિયાથી કેટલાક યહૂદીઓ ત્યાં આવ્યા, અને તેઓએ લોકોને સમજાવીને પાઉલને પથ્થરે માર્યો અને તે મરી ગયો છે એવું માનીને તેને ઘસડીને શહેર બહાર લઈ ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા એવામાં તે ઊઠીને શહેરમાં આવ્યો; અને બીજે દિવસે બાર્નાબાસ સાથે દેર્બે ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 14:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછી, ઘણાં શિષ્યો બનાવ્યા પછી તેઓ લુસ્ત્રા, ઈકોનિયા થઈને અંત્યોખમાં પાછા આવ્યા,

પ્રેરિતોનાં ક્રત્યો 14:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિષ્યોનાં મન સ્થિર કરતાં પાઉલ તથા બાર્નાબાસે વિશ્વાસીઓને વિશ્વાસમાં ટકી રહેવાને વચનમાંથી શીખવ્યું, અને કહ્યું કે, આપણને ઘણાં સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડે છે.’

પ્રેરિતોનાં ક્રત્યો 14:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ દરેક વિશ્વાસી સમુદાયમાં તેઓને સારુ વડીલોની નિમણૂક કરી અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેઓને જે પ્રભુ પર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યાં.

પ્રેરિતોનાં ક્રત્યો 14:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ પીસીદિયા થઈને પામ્ફૂલિયા આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને પેર્ગામાં ઉપદેશ કર્યા પછી તેઓ અત્તાલિયા આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પૂર્ણ કરી આવ્યા તેને સારુ તેઓ ઈશ્વરની કૃપાને સમર્પિત થયા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 14:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ ત્યાં આવીને વિશ્વાસી સમુદાયને એકત્ર કરીને જે કામ ઈશ્વરે તેઓની હસ્તક કરાવ્યાં હતાં તે, અને શી રીતે તેમણે વિદેશીઓને સારુ વિશ્વાસનું દ્વાર ખોલ્યું છે તે વિશે તેઓને કહી સંભળાવ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 14:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શિષ્યોની સાથે તેઓ ત્યાં ઘણાં દિવસ રહ્યા.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 14 (ASV) »
King James Version (KJV)
Acts 14 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 14 (GW) »
Berean Bible (BSB)
Acts 14 (BSB) »
World English Bible (WEB)
Acts 14 (WEB) »
French Bible (LSG)
Actes 14 (LSG) »
Portuguese Bible (BSL)
Atos 14 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 14 (RVA) »
Italian Bible (RIV)
Atti 14 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 14 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 14 (CUVT) »
Russian Bible (RUSV)
Деяния 14 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 14 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 14 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 14 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 14 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List