પ્રેરિતોનાં ક્રત્યો Chapter 3 GUJIRV Bible Verse Images

પ્રેરિતોનાં ક્રત્યો 3 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share પ્રેરિતોનાં ક્રત્યો 3 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


પ્રેરિતોનાં ક્રત્યો 3:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રાર્થનાની વેળાએ, બપોરે ત્રણ વાગે, પિતર તથા યોહાન ભક્તિસ્થાનમાં જતા હતા.

પ્રેરિતોનાં ક્રત્યો 3:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જન્મથી પગે અપંગ એક માણસને, ઊંચકીને લવાતો અને ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ નિત્ય બેસાડાતો કે જેથી ભક્તિસ્થાનમાં જનારાની પાસે તે ભીખ માંગી શકે.

પ્રેરિતોનાં ક્રત્યો 3:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી.

પ્રેરિતોનાં ક્રત્યો 3:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પિતર તથા યોહાને તેની સામે એકીટસે જોઈને કહ્યું કે, અમારી તરફ જો.

પ્રેરિતોનાં ક્રત્યો 3:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની પાસેથી કંઈક મળશે એવી આશાથી તેણે તેઓના પર ધ્યાન આપ્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 3:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ પિતરે કહ્યું કે, સોનુંચાંદી તો મારી પાસે નથી; પણ મારી પાસે જે છે તે હું તને આપું છું. નાસરેથના ઈસુ ખ્રિસ્તનાં નામે ચાલતો થા.

પ્રેરિતોનાં ક્રત્યો 3:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પિતરે તેનો જમણો હાથ પકડીને તેને ઊભો કર્યો. અને તરત જ તેના પગની ઘૂંટીમાં તાકાત આવી.

પ્રેરિતોનાં ક્રત્યો 3:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.

પ્રેરિતોનાં ક્રત્યો 3:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો;

પ્રેરિતોનાં ક્રત્યો 3:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લોકોએ તેને ઓળખ્યો કે ભક્તિસ્થાનના સુંદર નામના દરવાજા આગળ જે ભીખ માંગવા બેસતો હતો તે એ જ છે; અને તેને જે થયું હતું તેથી લોકો બહુ આશ્ચર્ય પામ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 3:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સાજો કરાયેલો માણસ પિતર તથા યોહાનને પકડી રહ્યો હતો એટલામાં આશ્ચર્યસભર સઘળા લોક, સુલેમાન નામની પરસાળમાં તેઓની પાસે દોડી આવ્યા.

પ્રેરિતોનાં ક્રત્યો 3:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જોઈને પિતરે લોકોને ઉત્તર આપ્યો કે, ઇઝરાયલી માણસો, આ જોઈ તમે આશ્ચર્ય કેમ પામો છો? અને જાણે અમારા સામર્થ્યથી અથવા ધાર્મિકપણાથી અમે તેને ચાલતો કર્યો હોય તેમ શા માટે અમને ધારીઘારીને જોઈ રહ્યા છો?

પ્રેરિતોનાં ક્રત્યો 3:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઇબ્રાહિમનાં, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વરે, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેમને તમે પકડાવ્યા અને પિલાતે તેમને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તેની આગળ તમે તેમનો નકાર કર્યો હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 3:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તે પવિત્ર તથા ન્યાયીનો વિરોધ કર્યો, અને અમારે સારુ એક ખૂનીને છોડી દેવામાં આવે એવું માગીને,

પ્રેરિતોનાં ક્રત્યો 3:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે જીવનનાં અધિકારી ઈસુને મારી નાખ્યા; તેમને ઈશ્વરે મૂએલાંઓમાંથી સજીવન કર્યા; અને અમે તેના સાક્ષી છીએ.

પ્રેરિતોનાં ક્રત્યો 3:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ માણસ જેને તમે જુઓ છો અને ઓળખો છો, તેને ઈસુના નામ પરના વિશ્વાસે શક્તિમાન કર્યો; હા, તમો સર્વની આગળ ઈસુ પરના વિશ્વાસે તેને આ પૂરું આરોગ્ય આપ્યું છે.

પ્રેરિતોનાં ક્રત્યો 3:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હવે ભાઈઓ, તમે તેમ જ તમારા અધિકારીઓએ પણ અજ્ઞાનપણાથી તે કામ કર્યું એ હું જાણું છું.

પ્રેરિતોનાં ક્રત્યો 3:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખદ્વારા અગાઉથી જે કહ્યું હતું કે, ‘તેમના ખ્રિસ્ત દુઃખ સહેશે’, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું.

પ્રેરિતોનાં ક્રત્યો 3:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે તમે પસ્તાવો કરો ને ફરો, જેથી તમારાં પાપ માફ કરવામાં આવે; અને એમ પ્રભુની હજૂરમાંથી તાજગીના સમયો આવે;

પ્રેરિતોનાં ક્રત્યો 3:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને ખ્રિસ્ત જેમને તમારે સારુ ઠરાવવામાં આવ્યા છે, તેમને એટલે ઈસુને, તેઓ મોકલે.

પ્રેરિતોનાં ક્રત્યો 3:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોનાં મુખદ્વારા જે વિષે કહ્યું છે તે સઘળાની પુનઃસ્થાપના થવાનાં સમયો સુધી ઈસુએ સ્વર્ગમાં રહેવું જોઈએ.

પ્રેરિતોનાં ક્રત્યો 3:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મૂસાએ તો કહ્યું હતું કે, ‘પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે સારુ ઊભો કરશે, તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિષે તમારે તેમનું સાંભળવું.

પ્રેરિતોનાં ક્રત્યો 3:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે કોઈ માણસ તે પ્રબોધકનું નહિ સાંભળે, તેનો લોકમાંથી પૂરેપૂરો નાશ થશે’.

પ્રેરિતોનાં ક્રત્યો 3:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી શમુએલથી માંડીને તેની પાછળ આવનાર જેટલાં પ્રબોધકો બોલ્યા છે, તે સર્વએ પણ આ દિવસો વિષે કહ્યું છે.

પ્રેરિતોનાં ક્રત્યો 3:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો.

પ્રેરિતોનાં ક્રત્યો 3:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરે પોતાના સેવકને સજીવન કરી, તેમને પ્રથમ તમારી પાસે મોકલ્યા, જેથી તે તમને દરેકને તમારાં દુષ્કૃત્યોથી ફેરવીને આશીર્વાદ આપે.

Available Bible Translations

American Standard Version (ASV)
Acts 3 (ASV) »
King James Version (KJV)
Acts 3 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 3 (GW) »
Berean Bible (BSB)
Acts 3 (BSB) »
World English Bible (WEB)
Acts 3 (WEB) »
French Bible (LSG)
Actes 3 (LSG) »
German Bible (LUTH1912)
Apostelgeschichte 3 (LUTH1912) »
Portuguese Bible (BSL)
Atos 3 (BSL) »
Spanish Bible (RVA)
Hechos 3 (RVA) »
Italian Bible (RIV)
Atti 3 (RIV) »
Chinese Simplified (CUVS)
使 徒 行 传 3 (CUVS) »
Chinese Traditional (CUVT)
使 徒 行 傳 3 (CUVT) »
Albanian Bible (ALB)
Veprat e Apostujve 3 (ALB) »
Russian Bible (RUSV)
Деяния 3 (RUSV) »
Ukrainian Bible (UKR)
Дії 3 (UKR) »
Hungarian Bible (KAR)
Apostolok 3 (KAR) »
Bulgarian Bible (BULG)
Деяния 3 (BULG) »
Japanese Bible (JPN)
使徒行伝 3 (JPN) »

પ્રેરિતોનાં ક્રત્યો (GUJIRV) Chapter Selection

GUJIRV Book Selection List