ગીતશાસ્ત્ર Chapter 69 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 69 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 69 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 69:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું (ગીત). હે ઈશ્વર, મારો બચાવ કરો; કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.

ગીતશાસ્ત્ર 69:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું, જ્યાં ઊભા રહેવાને પણ જગ્યા નથી; હું ઊંડા પાણીમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.

ગીતશાસ્ત્ર 69:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું રડી રડીને નિર્બળ થઈ ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે; મારા ઈશ્વરની રાહ જોતાં મારી આંખોનું તેજ ઘટી ગયું છે.

ગીતશાસ્ત્ર 69:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ વિનાકારણે મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે, તેઓ બળવાન છે; જે મેં લૂંટી લીધું ન હતું, તે મારે પાછું આપવું પડ્યું છે.

ગીતશાસ્ત્ર 69:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો અને મારાં પાપો તમારાથી છુપાયેલાં નથી.

ગીતશાસ્ત્ર 69:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે સૈન્યના પ્રભુ યહોવાહ, તમારી રાહ જોનારા મારે લીધે બદનામ ન થાઓ; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.

ગીતશાસ્ત્ર 69:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે. મારા મુખ પર શરમ પથરાયેલી છે.

ગીતશાસ્ત્ર 69:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારા ભાઈઓને પારકા જેવો અને મારી માતાના પુત્રોને માટે પરદેશી જેવો થયો છું.

ગીતશાસ્ત્ર 69:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તમારા ઘરનો ઉત્સાહ મને ખાઈ જાય છે અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.

ગીતશાસ્ત્ર 69:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે હું રડ્યો અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ.

ગીતશાસ્ત્ર 69:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.

ગીતશાસ્ત્ર 69:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ નગરના પ્રવેશદ્વારે બેસે છે, તેઓ મારા વિષે વાતો કરે છે; છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.

ગીતશાસ્ત્ર 69:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ, હે યહોવાહ, હું તમારી પ્રાર્થના કરું છું, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ; તમારા ઉદ્ધારની સત્યતાએ મને ઉત્તર આપો.

ગીતશાસ્ત્ર 69:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મને કીચડમાંથી કાઢો અને મને ડૂબવા ન દો; જેઓ મને ધિક્કારે છે તેઓથી મને દૂર રાખો અને પાણીના ઊંડાણમાંથી મને ખેંચી કાઢો.

ગીતશાસ્ત્ર 69:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ. કબર મારા પર તેનું મુખ બંધ ન કરો.

ગીતશાસ્ત્ર 69:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, મને જવાબ આપો, કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; કેમ કે તમારી કૃપા ઘણી છે, મારી તરફ ફરો.

ગીતશાસ્ત્ર 69:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમારું મુખ તમારા આ દાસથી છુપાવશો નહિ, કેમ કે હું સંકટમાં છું; મને જલદીથી ઉત્તર આપો.

ગીતશાસ્ત્ર 69:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા આત્મા પાસે આવીને તેને છોડાવો; મને મારા શત્રુઓથી મુક્ત કરો.

ગીતશાસ્ત્ર 69:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મારી શરમ, મારું અપમાન તથા મારી નિંદા જાણો છો; મારા સર્વ શત્રુઓ તમારી આગળ છે.

ગીતશાસ્ત્ર 69:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિંદાએ મારું હૃદય ભાંગ્યું છે; હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ ત્યાં કોઈ નહોતું; મેં દિલાસો આપનારની રાહ જોઈ, પણ મને ત્યાં કોઈ મળ્યું નહિ.

ગીતશાસ્ત્ર 69:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મને ખોરાકને માટે ઝેર આપ્યું છે; મને તરસ લાગતાં તેઓએ સરકો પીવડાવ્યો.

ગીતશાસ્ત્ર 69:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓનું ભોજન તેઓને માટે ફાંદારૂપ થાઓ; જ્યારે તેઓ વિચારે છે કે અમે સુરક્ષિત છીએ, ત્યારે તે ફાંદારૂપ થાઓ.

ગીતશાસ્ત્ર 69:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે તેઓ જોઈ ન શકે; અને તેઓની કમરો નિત્ય કાંપે.

ગીતશાસ્ત્ર 69:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના ઉપર તમારો કોપ વરસાવો અને તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.

ગીતશાસ્ત્ર 69:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની જગ્યા ઉજ્જડ થાઓ; તેઓના તંબુમાં કોઈ ન રહો.

ગીતશાસ્ત્ર 69:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પાછળ પાડીને તેને પકડે છે; જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાત કરીને તેઓ ખુશ થાય છે.

ગીતશાસ્ત્ર 69:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; તેઓને તમારા ન્યાયપણામાં આવવા ન દો.

ગીતશાસ્ત્ર 69:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જીવન પુસ્તકમાંથી આ લોકોનાં નામ ભૂંસી નાખો અને ન્યાયીઓની સાથે તેઓનાં નામ નોંધાય નહિ.

ગીતશાસ્ત્ર 69:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હું તો ગરીબ તથા દુઃખી છું; હે ઈશ્વર, તમારા દ્વારા મળતો ઉદ્ધાર મને ઊંચો કરો.

ગીતશાસ્ત્ર 69:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ અને આભાર માનીને તેમના નામની સ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 69:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સ્તુતિ બળદના કરતાં અથવા શિંગડાં તથા ખરીવાળા બળદ કરતાં પણ યહોવાહને વધારે પસંદ પડશે.

ગીતશાસ્ત્ર 69:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારા હૃદયો નવું જીવન પામો.

ગીતશાસ્ત્ર 69:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે યહોવાહ દરિદ્રીઓનું સાંભળે છે અને તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.

ગીતશાસ્ત્ર 69:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.

ગીતશાસ્ત્ર 69:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે ઈશ્વર સિયોનને ઉદ્ધાર કરશે અને યહૂદિયાના નગરોને બાંધશે; લોકો તેમાં વસશે અને તેનું વતન પામશે.

ગીતશાસ્ત્ર 69:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના સેવકોના વંશજો તેનો વારસો પામશે; અને જેઓ તેમના નામ પર પ્રેમ રાખે છે તેઓ તેમાં વસશે.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 69 (ASV) »
King James Version (KJV)
Psalms 69 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 69 (GW) »
Berean Bible (BSB)
Psalms 69 (BSB) »
World English Bible (WEB)
Psalms 69 (WEB) »
French Bible (LSG)
Psaumes 69 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 69 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 69 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 69 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 69 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 69 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 69 (RVA) »
Italian Bible (RIV)
Salmi 69 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 69 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 69 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 69 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 69 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 69 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 69 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 69 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 69 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 69 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 69 (NORSK) »

GUJIRV Book Selection List