ગીતશાસ્ત્ર Chapter 89 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 89 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 89 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 89:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એથાન એઝ્રાહીનું માસ્કીલ. હું નિરંતર યહોવાહની કૃપા વિષે ગાઈશ. હું મારે મુખે પેઢી દરપેઢી તમારું વિશ્વાસુપણું પ્રગટ કરીશ.

ગીતશાસ્ત્ર 89:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે મેં કહ્યું છે, “કૃપા સદાને માટે સ્થાપન કરવામાં આવશે; આકાશોમાં જ તમે તમારું વિશ્વાસુપણું સ્થાપજો.”

ગીતશાસ્ત્ર 89:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે કહ્યું, “મેં મારા પસંદ કરેલાની સાથે કરાર કર્યો છે, મેં મારા સેવક દાઉદને વચન આપ્યું છે.

ગીતશાસ્ત્ર 89:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા વંશજોને હું સદા ટકાવી રાખીશ અને વંશપરંપરા હું તારું રાજ્યાસન સ્થિર રાખીશ.” સેલાહ

ગીતશાસ્ત્ર 89:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, આકાશો તમારા ચમત્કારોની સ્તુતિ કરશે; સંતોની સભામાં તમારું વિશ્વાસુપણું વખાણવામાં આવશે.

ગીતશાસ્ત્ર 89:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે આકાશમાં એવો કોણ છે કે જેની તુલના યહોવાહ સાથે થાય? ઈશ્વરના દીકરાઓમાં યહોવાહ જેવો કોણ છે?

ગીતશાસ્ત્ર 89:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે અને જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં તે વધારે ભયાવહ છે.

ગીતશાસ્ત્ર 89:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે સૈન્યોના ઈશ્વર યહોવાહ, હે યહોવાહ, તમારા જેવો પરાક્રમી કોણ છે? તમારી આસપાસ તમારું વિશ્વાસુપણું છે.

ગીતશાસ્ત્ર 89:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; જ્યારે તેનાં મોજાંઓ ઊછળે છે, ત્યારે તેઓને તમે શાંત પાડો છો.

ગીતશાસ્ત્ર 89:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારી નંખાયેલાની જેમ તમે રાહાબને છૂંદી નાખ્યો છે. તમારા બાહુબળથી તમે તમારા શત્રુઓને વિખેરી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 89:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આકાશો તમારાં છે અને પૃથ્વી પણ તમારી છે. તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યાં છે.

ગીતશાસ્ત્ર 89:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયાં છે. તાબોર અને હેર્મોન તમારા નામે હર્ષનાદ કરે છે.

ગીતશાસ્ત્ર 89:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમારો હાથ બળવાન છે અને તમારો હાથ મજબૂત તથા તમારો જમણો હાથ ઊંચો છે.

ગીતશાસ્ત્ર 89:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ન્યાયીપણું તથા ઇનસાફ તમારા રાજ્યાસનનો પાયો છે. તમારી હજૂરમાં કૃપા તથા સત્યતા હોય છે.

ગીતશાસ્ત્ર 89:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તમારી સ્તુતિ કરે છે, તેઓ આશીર્વાદિત છે! હે યહોવાહ, તેઓ તમારા મુખના પ્રકાશમાં ચાલે છે.

ગીતશાસ્ત્ર 89:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ કરે છે અને તમારા ન્યાયીપણાથી તેઓને ઊંચા કરવામાં આવે છે.

ગીતશાસ્ત્ર 89:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેઓના સામર્થ્યનો મહિમા છો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે વિજયવંત છીએ.

ગીતશાસ્ત્ર 89:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે અમારી ઢાલ તો યહોવાહ છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.

ગીતશાસ્ત્ર 89:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણા સમયો પહેલાં તમારા ભક્તોને તમે દર્શનમાં કહ્યું હતું; “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; લોકોમાંથી મેં એક યુવાનને પસંદ કરીને ઊંચો કર્યો છે.

ગીતશાસ્ત્ર 89:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મેં મારા સેવક દાઉદને પસંદ કર્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિક્ત કર્યો છે.

ગીતશાસ્ત્ર 89:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારો હાથ તેને ટકાવી રાખશે; મારો બાહુ તેને સામર્થ્ય આપશે.

ગીતશાસ્ત્ર 89:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શત્રુ તેનું નુકસાન કરી શકશે નહિ; અને દુષ્ટ લોકો તેને દુઃખ આપશે નહિ.

ગીતશાસ્ત્ર 89:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેની આગળ હું તેના શત્રુઓને પાડી નાખીશ; જેઓ તેનો ધિક્કાર કરે છે તેઓની ઉપર હું મરકી લાવીશ.

ગીતશાસ્ત્ર 89:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેની સાથે નિરંતર રહેશે; મારા નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.

ગીતશાસ્ત્ર 89:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ અને નદીઓ પર તેનો જમણો હાથ સ્થાપન કરીશ.

ગીતશાસ્ત્ર 89:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે મને પોકારીને કહેશે, ‘તમે મારા પિતા છો, મારા ઈશ્વર અને મારા તારણના ખડક છો.’

ગીતશાસ્ત્ર 89:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી હું તેને મારા પ્રથમજનિત પુત્રની જેમ, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ.

ગીતશાસ્ત્ર 89:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તેના ઉપર મારી કૃપા સદા રાખીશ; અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે.

ગીતશાસ્ત્ર 89:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના વંશજો સદા રહે એવું પણ હું કરીશ અને તેનાં સિંહાસન ઉપર તેના સંતાનને આકાશોની જેમ સ્થાયી કરીશ.

ગીતશાસ્ત્ર 89:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે અને મારા હુકમોને આધીન નહિ રહે,

ગીતશાસ્ત્ર 89:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો તેઓ મારા વિધિઓને તોડશે અને મારી આજ્ઞાઓ નહિ પાળે,

ગીતશાસ્ત્ર 89:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તો હું સોટીથી તેઓના અપરાધોની અને ફટકાથી તેઓના અન્યાયની શિક્ષા કરીશ.

ગીતશાસ્ત્ર 89:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ હું તેઓની પાસેથી મારી કૃપા લઈ લઈશ નહિ અને હું તેઓને અવિશ્વાસુ નહિ બનું.

ગીતશાસ્ત્ર 89:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારો કરાર નહિ તોડું અને મારા હોઠોથી નીકળેલી વાત ફેરવીશ નહિ.

ગીતશાસ્ત્ર 89:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એકવાર મેં મારી પવિત્રતાના સમ ખાધા છે હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ.

ગીતશાસ્ત્ર 89:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના વંશજો સર્વકાળ ટકશે અને મારી આગળ સૂર્યની જેમ તેનું રાજ્યાસન ટકશે.

ગીતશાસ્ત્ર 89:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ચંદ્રની જેમ તે સદા અચળ રહેશે, આકાશમાંના વિશ્વાસુ સાક્ષી જેવું થશે.” સેલાહ.

ગીતશાસ્ત્ર 89:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તમે તમારા અભિષિક્ત રાજાને તજીને તેને તુચ્છ ગણ્યો છે; તેના પર કોપાયમાન થયા છો.

ગીતશાસ્ત્ર 89:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તમારા સેવક સાથે કરેલા કરારને તોડ્યો છે. તમે તેના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.

ગીતશાસ્ત્ર 89:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યા છે.

ગીતશાસ્ત્ર 89:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માર્ગે જનારા સર્વ તેને લૂંટી લે છે. તે પોતાના પડોશીઓથી અપમાન પામે છે.

ગીતશાસ્ત્ર 89:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે; અને તમે તેના સર્વ શત્રુઓને આનંદિત કર્યા છે.

ગીતશાસ્ત્ર 89:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેની તલવારની ધાર વાળી દો છો અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.

ગીતશાસ્ત્ર 89:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેનું તેજ લઈ લીધું છે અને તેનું રાજ્યાસન જમીનદોસ્ત કરી નાખ્યું છે.

ગીતશાસ્ત્ર 89:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેની યુવાનીના દિવસો ટૂંકા કર્યા છે. તમે તેને શરમિંદો કરી દીધો છે.

ગીતશાસ્ત્ર 89:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, તે ક્યાં સુધી? શું તમે સદાકાળ સુધી સંતાઈ રહેશો? તમારો કોપ ક્યાં સુધી અગ્નિની જેમ સળગતો રહેશે?

ગીતશાસ્ત્ર 89:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારું આયુષ્ય કેટલું ટુંકું છે, તે વિષે વિચારો અને તમે માનવજાતને કેવી વ્યર્થતાને માટે ઉત્પન્ન કરી છે!

ગીતશાસ્ત્ર 89:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એવું કોણ છે કે જે જીવશે અને મરણ પામશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે? સેલાહ

ગીતશાસ્ત્ર 89:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે પ્રભુ, જેને વિષે તમે તમારા વિશ્વાસુપણાએ દાઉદ પ્રત્યે સમ ખાધા, તે તમારી અગાઉની કૃપા ક્યાં છે?

ગીતશાસ્ત્ર 89:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે પ્રભુ, તમારા સેવકોનું અપમાન સંભારો અને હું કેવી રીતે મારા હૃદયમાં બધા પરાક્રમી લોકોનો તિરસ્કાર સહન કરું છું.

ગીતશાસ્ત્ર 89:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, તમારા શત્રુઓએ અપમાન કર્યું છે; તેઓ તમારા અભિષિક્તનાં પગલાની મશ્કરી કરે છે, તે પણ તમે સંભારો.

ગીતશાસ્ત્ર 89:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિરંતર યહોવાહને ધન્યવાદ આપો. આમીન તથા આમીન.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 89 (ASV) »
King James Version (KJV)
Psalms 89 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 89 (GW) »
Berean Bible (BSB)
Psalms 89 (BSB) »
World English Bible (WEB)
Psalms 89 (WEB) »
French Bible (LSG)
Psaumes 89 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 89 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 89 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 89 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 89 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 89 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 89 (RVA) »
Italian Bible (RIV)
Salmi 89 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 89 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 89 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 89 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 89 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 89 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 89 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 89 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 89 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 89 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 89 (NORSK) »

GUJIRV Book Selection List