ગીતશાસ્ત્ર Chapter 18 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 18 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 18 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 18:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મુખ્ય ગવૈયાને માટે. યહોવાહના સેવક દાઉદનું (ગીત). જે દિવસે યહોવાહે તેને તેના સર્વ શત્રુઓના હાથમાંથી તથા શાઉલના હાથમાંથી છોડાવ્યો, તે દિવસે તેણે યહોવાહને આ ગીતનાં વચન કહ્યાં કે, હે યહોવાહ, મારા સામર્થ્ય, હું તમારા પર પ્રેમ કરું છું.

ગીતશાસ્ત્ર 18:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ મારા ખડક, મારા કિલ્લા તથા મારા બચાવનાર છે; તે મારા ઈશ્વર, મારા ગઢ; તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખ્તર છે, મારા ઉદ્ધારનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.

ગીતશાસ્ત્ર 18:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું યહોવાહને વિનંતિ કરીશ તે સ્તુતિપાત્ર છે અને એમ હું મારા શત્રુઓથી બચી જઈશ.

ગીતશાસ્ત્ર 18:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મને મૃત્યુનાં બંધનોએ ઘેરી લીધો છે અને દુષ્ટતાનાં મોજાં મારા પર ફરી વળ્યાં છે.

ગીતશાસ્ત્ર 18:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
શેઓલનાં બંધનોએ મને બધી બાજુએથી ઘેરી લીધો છે; મૃત્યુના પાશ મારા પર આવી પડ્યા છે.

ગીતશાસ્ત્ર 18:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારા સંકટમાં મેં યહોવાહને વિનંતિ કરી; મદદને માટે મેં મારા ઈશ્વરને વિનંતિ કરી. તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો; તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.

ગીતશાસ્ત્ર 18:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી; વળી, પર્વતોના પાયા ખસી ગયા અને હાલવા લાગ્યા કેમ કે ઈશ્વર ગુસ્સે થયેલા હતા.

ગીતશાસ્ત્ર 18:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમનાં નસકોરાંમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમના મુખમાંથી ભસ્મ કરનાર અગ્નિ નીકળવા લાગ્યો. તેથી કોલસા સળગી ઊઠ્યા.

ગીતશાસ્ત્ર 18:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે આકાશોને નમાવીને નીચે ઊતર્યા અને તેમના પગની નીચે ઘોર અંધકાર હતો.

ગીતશાસ્ત્ર 18:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે કરુબ પર સવારી કરીને ઊડ્યા; તે પવનની પાંખોની જેમ ઊડ્યા.

ગીતશાસ્ત્ર 18:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મેઘજળના અંધકારને તથા અંતરિક્ષના ગાઢા વાદળને પોતાનું સંતાવાનું સ્થળ અને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યું.

ગીતશાસ્ત્ર 18:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમની સામેના પ્રકાશથી તેમનાં ગાઢ વાદળ જતાં રહ્યાં, કરા તથા અગ્નિના અંગારા વરસ્યા.

ગીતશાસ્ત્ર 18:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે આકાશમાં ગર્જના કરી! પરાત્પરે મોટો અવાજ કાઢ્યો અને કરા તથા વીજળીના ચમકારા થયા.

ગીતશાસ્ત્ર 18:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે બાણ મારીને તેના શત્રુઓને મારી નાખ્યા; તેમણે વીજળીઓ મોકલીને તેમને થથરાવી નાખ્યા.

ગીતશાસ્ત્ર 18:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી, હે યહોવાહ, તમારી ધમકીથી, તમારાં નસકોરાંના શ્વાસથી સમુદ્રના તળિયાં દેખાયાં અને ધરતીના પાયા ઉઘાડા થયા.

ગીતશાસ્ત્ર 18:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે હાથ લંબાવી મને પકડી લીધો! તે ઘણા પાણીમાંથી મને બહાર લાવ્યા.

ગીતશાસ્ત્ર 18:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મને મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી બચાવ્યો, કારણ કે તેઓ મારા કરતાં વધારે જોરાવર હતા.

ગીતશાસ્ત્ર 18:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મારી વિપત્તિના દિવસોમાં તેઓ મારા પર તૂટી પડ્યા, પણ યહોવાહે મને સ્થિર રાખ્યો.

ગીતશાસ્ત્ર 18:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ મને ખુલ્લી જગ્યામાં કાઢી લાવ્યા; તેમણે મને બચાવ્યો કેમ કે તે મારા પર પ્રસન્ન હતા.

ગીતશાસ્ત્ર 18:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.

ગીતશાસ્ત્ર 18:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે હું યહોવાહને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા કરીને મારા ઈશ્વરથી વિમુખ થયો નથી.

ગીતશાસ્ત્ર 18:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તેમના સર્વ નિયમોને કાળજીપૂર્વક અનુસર્યો છું; મેં તેમના વિધિઓ મારી પાસેથી દૂર કર્યા નહોતા.

ગીતશાસ્ત્ર 18:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વળી હું તેમની આગળ નિર્દોષ હતો અને હું અન્યાયથી દૂર રહ્યો.

ગીતશાસ્ત્ર 18:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહે મારું ન્યાયીપણું અને મારા હાથની શુદ્ધતા જોઈને તે પ્રમાણે મને પ્રતિદાન આપ્યું છે.

ગીતશાસ્ત્ર 18:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તમારી પ્રત્યે વિશ્વાસુ છે, તેને તમે વિશ્વાસુ છો; જેઓ તમારી સાથે ન્યાયી છે, તેઓની સાથે તમે ન્યાયી દેખાશો.

ગીતશાસ્ત્ર 18:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ શુદ્ધ છે તેઓની સાથે તમે શુદ્ધ છો; પણ જેઓ કપટી છે તેઓને સાથે હઠીલા દેખાશો.

ગીતશાસ્ત્ર 18:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તમે દુઃખીઓને બચાવો છો, પણ અભિમાની લોકોને અપમાનિત કરો છો.

ગીતશાસ્ત્ર 18:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તમે મારો દીવો સળગાવશો; યહોવાહ મારા ઈશ્વર મારા અંધકારનો પ્રકાશ કરશે.

ગીતશાસ્ત્ર 18:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તમારાથી હું કિલ્લો પણ કૂદી જાઉં છું; મારા ઈશ્વરના કારણે હું કોટ કૂદી જાઉં છું.

ગીતશાસ્ત્ર 18:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વરને માટે તેમનો માર્ગ તો સંપૂર્ણ છે. યહોવાહના શબ્દો શુદ્ધ છે! જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તે ઢાલ છે.

ગીતશાસ્ત્ર 18:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે યહોવાહ વિના બીજા ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર વિના બીજો ખડક કોણ છે?

ગીતશાસ્ત્ર 18:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઈશ્વર જે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધે છે અને મારો માર્ગ સીધો કરે છે.

ગીતશાસ્ત્ર 18:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે મારા પગોને હરણીના જેવા કરે છે અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.

ગીતશાસ્ત્ર 18:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે મારા હાથોને લડતાં શીખવે છે અને મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.

ગીતશાસ્ત્ર 18:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે. તમારા જમણા હાથથી તમે મને ટેકો આપ્યો છે અને તમારી અમીદ્રષ્ટીએ મને મોટો કર્યો છે.

ગીતશાસ્ત્ર 18:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મારા ચાલવાની જગ્યા ખુલ્લી કરી છે, જેથી મારા પગ કદી લપસ્યા નથી.

ગીતશાસ્ત્ર 18:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું મારા શત્રુઓની પાછળ પડીને તેઓને પકડી પાડીશ; જ્યાં સુધી તેઓનો નાશ નહિ થાય, ત્યાં સુધી હું પાછો ફરીશ નહિ.

ગીતશાસ્ત્ર 18:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું તેઓને એવા શરમાવી નાખીશ કે તેઓ ફરી ઊભા થઈ શકશે નહિ; તેઓ મારા પગે પડશે.

ગીતશાસ્ત્ર 18:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ચઢાઈ કરનારને તમે મારે તાબે કર્યા છે.

ગીતશાસ્ત્ર 18:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મારા શત્રુઓની પીઠ મારી તરફ ફેરવી છે કે, જેથી મારા દ્વેષીઓનો નાશ કરું.

ગીતશાસ્ત્ર 18:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મદદને માટે પોકાર કર્યો, પણ તેઓને બચાવનાર કોઈ નહોતું; તેઓએ યહોવાહને વિનંતી કરી, પણ તેમણે તેઓને કોઈ જવાબ આપ્યો નહિ.

ગીતશાસ્ત્ર 18:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પવનથી ફૂંકાતી ધૂળની જેમ તેમને મેં વિખેરી નાખ્યા છે; ગલીઓમાંની ધૂળની જેમ મેં તેમને કચડી નાખ્યા છે.

ગીતશાસ્ત્ર 18:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે મને મારા વિરુદ્ધ લડતાં લોકોથી બચાવો. તમે મને બીજા દેશોનો અધિકારી બનાવો છો. જે લોકોને હું જાણતો નથી તેઓ મારી સેવા કરશે.

ગીતશાસ્ત્ર 18:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.

ગીતશાસ્ત્ર 18:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વિદેશીઓ હિંમત ગુમાવી બેઠા છે અને ધ્રૂજતા ધ્રૂજતા તેઓ કિલ્લાની બહાર આવ્યા.

ગીતશાસ્ત્ર 18:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ જીવતા જાગતા ઈશ્વર છે; મારા રક્ષકની સ્તુતિ હો. મારા ઉદ્ધાર કરનાર ઈશ્વર ઉત્તમ મનાઓ.

ગીતશાસ્ત્ર 18:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એટલે જે ઈશ્વર મારું વેર વાળે છે અને લોકોને મારે તાબે કરે છે તેમની સ્તુતિ થાઓ.

ગીતશાસ્ત્ર 18:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે મારા શત્રુઓથી મને છોડાવે છે! હા, મારી સામે ઊઠનારા પર તમે મને વિજય આપો છો! બલાત્કાર કરનાર માણસથી તમે મને બચાવો છો.

ગીતશાસ્ત્ર 18:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે હે યહોવાહ, વિદેશીઓમાં હું તમારી સ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્તોત્ર ગાઈશ.

ગીતશાસ્ત્ર 18:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતાના રાજાને વિજય આપે છે અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના વંશજો ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.

Available Bible Translations

American Standard Version
Psalms 18 (ASV) »
King James Version
Psalms 18 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 18 (GW) »
World English Bible
Psalms 18 (WEB) »
Louis Segond 1910
Psaumes 18 (LSG) »
Luther Bibel 1912
Psalm 18 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 18 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 18 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 18 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 18 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 18 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 18 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 18 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 18 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 18 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 18 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 18 (VIE) »
Reina Valera Antigua
Salmos 18 (RVA) »
La Sacra Bibbia
Salmi 18 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 18 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 18 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 18 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 18 (SV1917) »
Библия на русском
Псалтирь 18 (RUSV) »
Українська Біблія
Псалми 18 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 18 (KAR) »
Българска Библия
Псалми 18 (BULG) »
聖書 日本語
詩篇 18 (JPN) »
Det Norsk Bibel
Salmene 18 (NORSK) »
Biblia Takatifu
Zaburi 18 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 18 (SOM) »
De Heilige Schrift
Psalmen 18 (NLD) »
Dansk Bibel 1871
Salme 18 (DA1871) »

GUJIRV Book Selection List