ગીતશાસ્ત્ર Chapter 106 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 106 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 106 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 106:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહની સ્તુતિ કરો. યહોવાહનો આભાર માનો, કારણ કે તે ઉત્તમ છે, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

ગીતશાસ્ત્ર 106:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનાં મહાન કૃત્યો કોણ વર્ણવી શકે? અથવા તેમની સંપૂર્ણ સ્તુતિ કોણ કરી શકે?

ગીતશાસ્ત્ર 106:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ ન્યાયને અનુસરે છે અને જેઓના કામો હંમેશાં ન્યાયી છે તે આશીર્વાદિત છે.

ગીતશાસ્ત્ર 106:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, જ્યારે તમે તમારા લોકો પર કૃપા કરો, ત્યારે મને યાદ રાખજો; જ્યારે તમે તેઓને બચાવો ત્યારે મને સહાય કરજો.

ગીતશાસ્ત્ર 106:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેથી હું તમારા પસંદ કરેલાઓનું ભલું જોઉં, તમારી પ્રજાના આનંદમાં હું આનંદ માણું અને તમારા વારસાની સાથે હું હર્ષનાદ કરું.

ગીતશાસ્ત્ર 106:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અમારા પિતૃઓની જેમ અમે પણ પાપ કર્યુ છે; અમે અન્યાય કર્યા છે અને અમે દુષ્ટતા કરી છે.

ગીતશાસ્ત્ર 106:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિસરમાંના તમારાં ચમત્કારોમાંથી અમારા પિતૃઓ કંઈ સમજ્યા નહિ; તેઓએ તમારી કૃપાનાં કાર્યોની અવગણના કરી; તેઓએ સમુદ્ર પાસે, એટલે રાતા સમુદ્ર પાસે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું.

ગીતશાસ્ત્ર 106:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ તમે પોતાના નામની ખાતર તેઓને બચાવ્યા કે જેથી તમે પોતાના લોકોને તમારું પરાક્રમ બતાવી શકો.

ગીતશાસ્ત્ર 106:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રભુએ રાતા સમુદ્રને ધમકાવ્યો, એટલે તે સુકાઈ ગયો. એ પ્રમાણે તેમણે જાણે અરણ્યમાં હોય, તેમ ઊંડાણોમાં થઈને તેઓને દોર્યા.

ગીતશાસ્ત્ર 106:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ તેઓને ધિક્કારે છે તેઓના હાથમાંથી તેમણે તેઓને બચાવ્યા અને દુશ્મનના પરાક્રમથી તેઓને છોડાવ્યા.

ગીતશાસ્ત્ર 106:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના દુશ્મનો પર પાણી ફરી વળ્યું; તેઓમાંનો એક પણ બચ્યો નહિ.

ગીતશાસ્ત્ર 106:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યારે તેઓએ તેમની વાતો પર વિશ્વાસ રાખ્યો અને તેઓએ તેમનાં સ્તોત્ર ગાયા.

ગીતશાસ્ત્ર 106:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓ તેમનાં કરેલાં કૃત્યો પાછા જલદીથી ભૂલી ગયા; તેમની સલાહ સાંભળવાને તેઓએ ધીરજ રાખી નહિ.

ગીતશાસ્ત્ર 106:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અરણ્યમાં તેઓએ ઘણી જ દુર્વાસના કરી અને તેઓએ રાનમાં ઈશ્વરને પડકાર આપ્યો.

ગીતશાસ્ત્ર 106:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓની માગણીઓ પ્રમાણે તેઓને આપ્યું, પણ તેઓના આત્મામાં નબળાઈ મોકલી.

ગીતશાસ્ત્ર 106:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.

ગીતશાસ્ત્ર 106:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ભૂમિ ફાટીને દાથાનને ગળી ગઈ અને અબિરામના સમુદાયને ભૂમિમાં ઉતારી દીધો.

ગીતશાસ્ત્ર 106:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના સમુદાયમાં અગ્નિ સળગી પ્રગટ્યો; અગ્નિએ દુષ્ટોને બાળી નાખ્યા.

ગીતશાસ્ત્ર 106:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.

ગીતશાસ્ત્ર 106:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ આ પ્રમાણે તેમના મહિમાવંત ઈશ્વરને બદલી નાખ્યા, કેમ કે ઘાસ ખાનાર બળદની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલ્યો.

ગીતશાસ્ત્ર 106:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ પોતાના બચાવનાર ઈશ્વરને ભૂલી ગયા, કે જેમણે મિસરમાં અદ્દભુત કાર્યો કર્યાં હતાં.

ગીતશાસ્ત્ર 106:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે હામના દેશમાં આશ્ચર્યકારક કામો તથા લાલ સમુદ્ર પાસે ભયંકર કામો કર્યાં હતાં.

ગીતશાસ્ત્ર 106:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું પણ તેઓનો સંહાર કરવાને થયેલા કોપને શમાવવાને માટે તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.

ગીતશાસ્ત્ર 106:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેમણે તે ફળદ્રુપ દેશને તુચ્છ ગણ્યો; તેઓએ તેના વચનનો વિશ્વાસ કર્યો નહિ.

ગીતશાસ્ત્ર 106:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓ પોતાના તંબુઓમાં કચકચ કરીને યહોવાહને આધીન થયા નહિ.

ગીતશાસ્ત્ર 106:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેમણે તેઓને માટે શપથ લીધા કે તેઓ અરણ્યમાં નાશ પામે.

ગીતશાસ્ત્ર 106:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વિદેશીઓમાં તેઓના વંશજોને વિખેરી નાખ્યા અને દેશપરદેશમાં તેઓને વિખેરી નાખ્યા.

ગીતશાસ્ત્ર 106:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ બઆલ-પેઓરની પૂજા કરી અને અર્પણને માટે અર્પિત કરેલા મૃતદેહનો ભક્ષ કર્યો.

ગીતશાસ્ત્ર 106:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એ પ્રમાણે તેઓએ પોતાની કરણીઓથી તેમને ચીડવ્યા અને તેઓમાં મરકી ફાટી નીકળી.

ગીતશાસ્ત્ર 106:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી ફીનહાસે ઊભા થઈને મધ્યસ્થી કરી અને મરકી અટકી ગઈ.

ગીતશાસ્ત્ર 106:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આ તેનું કામ તેના લાભમાં પેઢી દરપેઢી સર્વકાળ માટે ન્યાયીપણાને અર્થે ગણવામાં આવ્યું.

ગીતશાસ્ત્ર 106:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મરીબાહના પાણીના સંબંધમાં પણ તેઓએ તેમને ખીજ્વ્યા અને તેઓને લીધે મૂસાને સહન કરવું પડ્યું.

ગીતશાસ્ત્ર 106:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ મૂસાને ઉશ્કેર્યો અને તે અવિચારીપણે બોલવા લાગ્યો.

ગીતશાસ્ત્ર 106:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ યહોવાહે તેઓને આજ્ઞા આપી હતી તેમ, તેઓએ તે લોકોનો નાશ કર્યો નહિ.

ગીતશાસ્ત્ર 106:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓ પ્રજાઓ સાથે ભળી ગયા અને તેઓના માર્ગો અપનાવ્યા.

ગીતશાસ્ત્ર 106:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેઓની મૂર્તિઓની પૂજા કરી, તે તેઓને ફાંદા રૂપ થઈ પડી.

ગીતશાસ્ત્ર 106:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ પોતાનાં દીકરા તથા દીકરીઓનું દુષ્ટાત્માઓને બલિદાન આપ્યું.

ગીતશાસ્ત્ર 106:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ નિર્દોષ લોહી, એટલે પોતાનાં દીકરાદીકરીઓનું લોહી વહેવડાવ્યું, તેનું તેઓએ કનાનની મૂર્તિઓને બલિદાન કર્યુ, લોહીથી દેશને અશુદ્ધ કર્યો.

ગીતશાસ્ત્ર 106:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમનાં દુષ્ટ કાર્યોથી તેઓ અપવિત્ર બન્યા તેમનાં કાર્યોમાં તેઓ અવિશ્વાસુ થયા.

ગીતશાસ્ત્ર 106:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી યહોવાહ પોતાના લોકો પર ગુસ્સે થયા અને તે પોતાના લોકોથી કંટાળી ગયા.

ગીતશાસ્ત્ર 106:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપી દીધા અને જેઓ તેમને ધિક્કારતા હતા, તેઓએ તેમના પર રાજ કર્યું.

ગીતશાસ્ત્ર 106:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના શત્રુઓએ પણ તેઓને કચડ્યા અને તેઓના અધિકાર નીચે પડીને તેઓ તાબેદાર થયા.

ગીતશાસ્ત્ર 106:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઘણી વાર તે તેમની મદદે આવ્યા, પણ તેઓએ બંડ કરવાનું ચાલું રાખ્યું અને પોતાના પાપને લીધે તેઓ પાયમાલ થયા.

ગીતશાસ્ત્ર 106:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમ છતાં તેઓની પ્રાર્થનાઓ સાંભળીને તેમણે તેઓનું સંકટ લક્ષમાં લીધું.

ગીતશાસ્ત્ર 106:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને પોતાની પુષ્કળ દયાને લીધે પસ્તાવો કર્યો.

ગીતશાસ્ત્ર 106:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને બંદીવાન કરનારાઓની પાસે તેમના પર કરુણા કરાવી.

ગીતશાસ્ત્ર 106:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, અમારા ઈશ્વર, અમારો બચાવ કરો. વિદેશીઓમાંથી અમને એકત્ર કરો કે જેથી અમે તમારા પવિત્ર નામનો આભાર માનીએ અને સ્તુતિ કરીને તમારો મહિમા કરીએ.

ગીતશાસ્ત્ર 106:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ, તમે અનાદિકાળથી અનંતકાળ સુધી સ્તુત્ય મનાઓ. સર્વ લોકોએ કહ્યું, “આમીન.” યહોવાહની સ્તુતિ કરો.

Available Bible Translations

American Standard Version
Psalms 106 (ASV) »
King James Version
Psalms 106 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 106 (GW) »
World English Bible
Psalms 106 (WEB) »
Louis Segond 1910
Psaumes 106 (LSG) »
Luther Bibel 1912
Psalm 106 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 106 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 106 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 106 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 106 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 106 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 106 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 106 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 106 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 106 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 106 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 106 (VIE) »
Reina Valera Antigua
Salmos 106 (RVA) »
La Sacra Bibbia
Salmi 106 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 106 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 106 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 106 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 106 (SV1917) »
Библия на русском
Псалтирь 106 (RUSV) »
Українська Біблія
Псалми 106 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 106 (KAR) »
Българска Библия
Псалми 106 (BULG) »
聖書 日本語
詩篇 106 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 106 (SOM) »
De Heilige Schrift
Psalmen 106 (NLD) »
Dansk Bibel 1871
Salme 106 (DA1871) »

GUJIRV Book Selection List