ગીતશાસ્ત્ર Chapter 104 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 104 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 104 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 104:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. હે યહોવાહ મારા ઈશ્વર, તમે અતિ મહાન છો; તમે વૈભવ તથા ગૌરવ ધારણ કર્યાં છે.

ગીતશાસ્ત્ર 104:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે વસ્ત્રની જેમ અજવાળું પહેર્યું છે; પડદાની જેમ તમે આકાશને વિસ્તારો છો.

ગીતશાસ્ત્ર 104:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમારા આકાશી ઘરનો પાયો તમે અંતરિક્ષનાં પાણી પર નાખ્યો છે; તમે વાદળાંને તમારા રથ બનાવ્યા છે; તમે પવનની પાંખો પર સવારી કરો છો.

ગીતશાસ્ત્ર 104:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે પવનોને તમારા દૂત બનાવો છો અને તમારા સેવકો અગ્નિના ભડકા છે.

ગીતશાસ્ત્ર 104:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે પૃથ્વીને તેના પાયા પર સ્થિર કરી છે જેથી તે ખસે નહિ.

ગીતશાસ્ત્ર 104:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે પૃથ્વીને વસ્ત્રની જેમ જળના ભંડારોથી આચ્છાદિત કરો છો; પાણીએ પર્વતોને આચ્છાદિત કર્યાં છે.

ગીતશાસ્ત્ર 104:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમારી ધમકીથી તેઓ નાસી ગયાં; તમારી ગર્જનાથી તેઓ જતાં રહ્યાં.

ગીતશાસ્ત્ર 104:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પહાડો ચઢી ગયા અને ખીણો ઊતરી ગઈ જે સ્થળ તમે પાણીને માટે મુકરર કર્યું હતું, ત્યાં સુધી તે પ્રસરી ગયાં.

ગીતશાસ્ત્ર 104:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ફરીથી પૃથ્વીને ઢાંકે નહિ માટે તમે તેઓને માટે હદ બાંધી છે કે જેથી તેઓ તે પાર ન કરી શકે;

ગીતશાસ્ત્ર 104:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ખીણોમાં વહેતાં ઝરણાં બનાવ્યાં; તે પર્વતોની વચ્ચે વહે છે.

ગીતશાસ્ત્ર 104:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે સર્વ પશુઓને પાણી પૂરું પાડે છે; રાની ગધેડાંઓ પણ પોતાની તરસ છિપાવે છે.

ગીતશાસ્ત્ર 104:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આકાશના પક્ષીઓ ઝરણાંઓને કિનારે માળા બાંધે છે; વૃક્ષોની ડાળીઓ મધ્યે ગાયન કરે છે.

ગીતશાસ્ત્ર 104:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે ઓરડામાંથી પર્વતો પર પાણી સિંચે છે. પૃથ્વી તેમનાં કામના ફળથી તૃપ્ત થાય છે.

ગીતશાસ્ત્ર 104:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે જાનવરને માટે ઘાસ ઉપજાવે છે અને માણસના માટે શાકભાજી ઉપજાવે છે કે જેથી માણસ ભૂમિમાંથી અન્ન ઉપજાવે છે.

ગીતશાસ્ત્ર 104:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે માણસને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ અને તેના જીવનને બળ આપનાર રોટલી તે નિપજાવે છે.

ગીતશાસ્ત્ર 104:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનાં વૃક્ષો, એટલે લબાનોનનાં દેવદારો; જે તેમણે રોપ્યાં હતાં, તેઓ પાણીથી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 104:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ત્યાં પક્ષીઓ પોતાના માળા બાંધે છે. વળી દેવદાર વૃક્ષ બગલાઓનું રહેઠાણ છે.

ગીતશાસ્ત્ર 104:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઊંચા પર્વતો પર રાની બકરાઓને અને ખડકોમાં સસલાને રક્ષણ અને આશ્રય મળે છે.

ગીતશાસ્ત્ર 104:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ઋતુઓને માટે તેમણે ચંદ્રનું સર્જન કર્યું; સૂર્ય પોતાનો અસ્તકાળ જાણે છે.

ગીતશાસ્ત્ર 104:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે અંધારું કરો છો એટલે રાત થાય છે ત્યારે જંગલનાં પશુઓ બહાર આવે છે.

ગીતશાસ્ત્ર 104:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સિંહનાં બચ્ચાં શિકાર માટે ગર્જના કરે છે અને તેઓ ઈશ્વર પાસે પોતાનું ભોજન માગે છે.

ગીતશાસ્ત્ર 104:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
સૂર્ય ઊગે કે તરત તેઓ જતાં રહે છે અને પોતાના કોતરોમાં સૂઈ જાય છે.

ગીતશાસ્ત્ર 104:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસ પોતાના કામકાજ કરવા બહાર આવે છે અને સાંજ સુધી પોતાનો ઉદ્યોગ ચલાવે છે.

ગીતશાસ્ત્ર 104:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હે યહોવાહ, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને બુદ્ધિપૂર્વક બનાવ્યાં છે; તમારી બનાવેલી વસ્તુઓથી પૃથ્વી ભરપૂર છે.

ગીતશાસ્ત્ર 104:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ આ વિશાળ તથા ઊંડા સમુદ્રમાં, અસંખ્ય જીવજંતુઓ, નાનાંમોટાં જળચરો છે.

ગીતશાસ્ત્ર 104:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વહાણો તેમાં આવજા કરે છે અને જે મગરમચ્છ તેમાં રમવા માટે તમે ઉત્પન્ન કર્યાં છે તે સમુદ્રમાં રહે છે.

ગીતશાસ્ત્ર 104:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તમે તેઓને યોગ્ય સમયે ખાવાનું આપો છો, તેથી આ સર્વ તમારી રાહ જુએ છે.

ગીતશાસ્ત્ર 104:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તમે તેઓને આપો છો, ત્યારે તેઓ ભેગા થાય છે; જ્યારે તમે તમારો હાથ ખોલો છો, ત્યારે તેઓ તૃપ્ત થાય છે.

ગીતશાસ્ત્ર 104:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તમે તમારું મુખ ફેરવો છો, ત્યારે તેઓ ગભરાઈ જાય છે; જો તમે તેઓનો પ્રાણ લઈ લો છો, તો તેઓ મરણ પામે છે અને પાછાં ધૂળમાં મળી જાય છે.

ગીતશાસ્ત્ર 104:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તમે તમારો આત્મા મોકલો છો, ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને તમે દેશભરનું નવીકરણ કરો છો.

ગીતશાસ્ત્ર 104:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનો મહિમા સદાકાળ ટકી રહો; પોતાના સર્જનથી યહોવાહ આનંદ પામો.

ગીતશાસ્ત્ર 104:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પૃથ્વી પર દ્રષ્ટિ કરે છે અને તે કંપે છે; તે પર્વતોને સ્પર્શે છે અને તેઓમાંથી ધુમાડો નીકળે છે.

ગીતશાસ્ત્ર 104:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું જીવનપર્યંત યહોવાહની પ્રશંસાનાં ગીતો ગાઈશ; હું મારા છેલ્લાં શ્વાસ સુધી યહોવાહની સ્તુતિ કરીશ.

ગીતશાસ્ત્ર 104:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમના માટેના મારા શબ્દો વડે તે પ્રસન્ન થાઓ; હું યહોવાહમાં આનંદ કરીશ.

ગીતશાસ્ત્ર 104:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પૃથ્વીમાંથી સર્વ પાપીઓ નાશ પામો અને દુષ્ટોનો અંત આવો. હે મારા આત્મા, યહોવાહને સ્તુત્ય માન. યહોવાહની સ્તુતિ કરો.

Available Bible Translations

American Standard Version
Psalms 104 (ASV) »
King James Version
Psalms 104 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 104 (GW) »
World English Bible
Psalms 104 (WEB) »
Louis Segond 1910
Psaumes 104 (LSG) »
Luther Bibel 1912
Psalm 104 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 104 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 104 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 104 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 104 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 104 (MARIRV) »
ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు
కీర్తన 104 (TELIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 104 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 104 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 104 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 104 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 104 (VIE) »
Reina Valera Antigua
Salmos 104 (RVA) »
La Sacra Bibbia
Salmi 104 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 104 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 104 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 104 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 104 (SV1917) »
Библия на русском
Псалтирь 104 (RUSV) »
Українська Біблія
Псалми 104 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 104 (KAR) »
Българска Библия
Псалми 104 (BULG) »
聖書 日本語
詩篇 104 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 104 (SOM) »
De Heilige Schrift
Psalmen 104 (NLD) »
Dansk Bibel 1871
Salme 104 (DA1871) »

GUJIRV Book Selection List