ગીતશાસ્ત્ર Chapter 78 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 78 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 78 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 78:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આસાફનું માસ્કીલ. મારા લોકો, મારો નિયમ સાંભળો, મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.

ગીતશાસ્ત્ર 78:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું ડહાપણ વિશેનું ગીત ગાઈશ; હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ કે,

ગીતશાસ્ત્ર 78:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જે વાત આપણે સાંભળી છે તથા શીખ્યા છીએ જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.

ગીતશાસ્ત્ર 78:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહનાં સ્તોત્ર, તેમનું સામર્થ્ય તથા તેમનાં કરેલાં આશ્ચર્યકારક કામો આવતી પેઢીને જાહેર કરીને તેઓના વંશજોથી આપણે તે સંતાડીશું નહિ.

ગીતશાસ્ત્ર 78:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.

ગીતશાસ્ત્ર 78:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.

ગીતશાસ્ત્ર 78:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.

ગીતશાસ્ત્ર 78:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.

ગીતશાસ્ત્ર 78:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એફ્રાઇમના લોકો શસ્ત્રસજ્જિત ધનુર્ધારી હોવા છતાં પણ લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.

ગીતશાસ્ત્ર 78:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.

ગીતશાસ્ત્ર 78:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કરેલાં અદ્દભુત કાર્યો, ચમત્કારો તેમણે તેઓને બતાવ્યા હતા તે તેઓ ભૂલી ગયા.

ગીતશાસ્ત્ર 78:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિસર દેશમાં, સોઆનનાં ક્ષેત્રમાં, તેઓના પૂર્વજોની આગળ તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં.

ગીતશાસ્ત્ર 78:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે સમુદ્રના બે ભાગ કરીને તેઓને પાર બહાર લાવ્યા; તેમણે દીવાલની જેમ પાણીને સ્થિર રાખ્યાં.

ગીતશાસ્ત્ર 78:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત અગ્નિના પ્રકાશથી દોરતા.

ગીતશાસ્ત્ર 78:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે અરણ્યમાં ખડકને તોડીને અને ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.

ગીતશાસ્ત્ર 78:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ખડકમાંથી પાણીની ધારો કાઢી અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.

ગીતશાસ્ત્ર 78:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમ છતાં તેઓએ તેમની વિરુદ્ધ પાપ કરવાનું ચાલુ જ રાખ્યું, અરણ્યમાં પરાત્પરની વિરુદ્ધ તેઓ બંડ કરતા રહ્યા.

ગીતશાસ્ત્ર 78:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પોતાના ખાઉધરાપણાને વશ થઈને ખોરાક માગીને તેઓએ પોતાના હૃદયથી ઈશ્વરની પરીક્ષા કરી.

ગીતશાસ્ત્ર 78:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ ઈશ્વરની વિરુદ્ધ બોલ્યા; તેઓએ કહ્યું, “શું અરણ્યમાં ઈશ્વર મેજ તૈયાર કરી શકે?

ગીતશાસ્ત્ર 78:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જુઓ, જ્યારે તેમણે ખડકને લાકડી મારી, ત્યારે પાણી વહી આવ્યું અને પાણીનાં ઝરણાં વહેવા માંડ્યાં. પણ શું તે આપણને રોટલી આપી શકે છે? શું તે પોતાના લોકોને માટે માંસ પૂરું પાડી શકશે?”

ગીતશાસ્ત્ર 78:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે યહોવાહે આ સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સે થયા; તેથી યાકૂબની વિરુદ્ધ તેમનો અગ્નિ ઊઠ્યો અને ઇઝરાયલ પર તેમનો કોપ ભભૂક્યો,

ગીતશાસ્ત્ર 78:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તેઓએ ઈશ્વર પર વિશ્વાસ કર્યો નહિ અને તેમના દ્વારા મળતા ઉદ્ધાર પર ભરોસો રાખ્યો નહિ.

ગીતશાસ્ત્ર 78:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી અને આકાશના દ્વાર ખોલી નાખ્યાં.

ગીતશાસ્ત્ર 78:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી અને તેમણે સ્વર્ગમાંથી ધાન્ય આપ્યું.

ગીતશાસ્ત્ર 78:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લોકોએ દૂતોનો ખોરાક ખાધો. અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી તેમણે ભોજન આપ્યું.

ગીતશાસ્ત્ર 78:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે આકાશમાં પૂર્વ તરફથી પવન ફુંકાવ્યો અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી પવન ફુંકાવ્યો.

ગીતશાસ્ત્ર 78:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પીંછાવાળા પક્ષીઓ તેઓના પર વરસાવ્યાં.

ગીતશાસ્ત્ર 78:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓના તંબુઓની ચારેબાજુએ તે પાડ્યાં.

ગીતશાસ્ત્ર 78:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
લોકો ધરાઈ રહ્યા ત્યાં સુધી ખાધું. તેઓના માગ્યા પ્રમાણે તેમણે આપ્યું.

ગીતશાસ્ત્ર 78:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યા નહિ; તેઓનો ખોરાક તેઓના મુખમાં જ હતો,

ગીતશાસ્ત્ર 78:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
એટલામાં, ઈશ્વરનો કોપ તેઓ પર પ્રગટ્યો અને તેઓમાંના હુષ્ટપુષ્ટોને મારી નાખ્યા. તેમણે ઇઝરાયલના શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.

ગીતશાસ્ત્ર 78:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આમ છતાં, તેઓ પાપ કરતા રહ્યા અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.

ગીતશાસ્ત્ર 78:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માટે ઈશ્વરે તેઓના દિવસો વ્યર્થપણામાં સમાપ્ત કર્યા; અને તેઓનાં વર્ષોને ત્રાસથી ભર્યાં.

ગીતશાસ્ત્ર 78:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે જ્યારે ઈશ્વરે તેઓને દુઃખી કર્યા, ત્યારે તેઓએ તેમને શોધ્યા અને તેઓ પાછા ફરીને આતુરતાથી તેમને શરણે આવ્યા.

ગીતશાસ્ત્ર 78:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ યાદ કર્યુ કે ઈશ્વર તેઓના ખડક છે અને પરાત્પર ઈશ્વર તે જ તેઓના છોડાવનાર છે.

ગીતશાસ્ત્ર 78:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ તેઓએ પોતાના મુખે તેમની પ્રશંસા કરી અને પોતાની જીભે તેમની સમક્ષ જૂઠું બોલ્યા.

ગીતશાસ્ત્ર 78:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેઓનાં હૃદય તેમના પ્રત્યે વિશ્વાસુ નહોતાં અને તેઓ તેમના કરાર પ્રત્યે વફાદાર નહોતા.

ગીતશાસ્ત્ર 78:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમ છતાં તેમણે, દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી અને તેઓનો નાશ ન કર્યો. હા, ઘણીવાર તેમણે પોતાનો ક્રોધ સમાવી દીધો અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.

ગીતશાસ્ત્ર 78:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે સંભાર્યુ કે તેઓ દેહથી બનેલા છે એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.

ગીતશાસ્ત્ર 78:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓએ કેટલી વાર અરણ્યમાં તેમની વિરુદ્ધ બંડ કર્યું અને રાનમાં તેમને દુ:ખી કર્યા!

ગીતશાસ્ત્ર 78:41 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
વારંવાર તેઓએ ઈશ્વરની કસોટી કરી અને ઇઝરાયલના પવિત્રને દુ:ખી કર્યા.

ગીતશાસ્ત્ર 78:42 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તેમનાં મહાન સામર્થ્યનો વિચાર કર્યો નહિ, તેમણે કેવી રીતે તેઓને શત્રુઓથી છોડાવ્યા, તે પણ યાદ કર્યું નહિ.

ગીતશાસ્ત્ર 78:43 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
મિસરમાં તેમણે જે ચમત્કારિક ચિહ્નો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકર્મો કર્યા હતાં તે પણ ભૂલી ગયા.

ગીતશાસ્ત્ર 78:44 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ તે ઝરણામાંથી પી શકે નહિ.

ગીતશાસ્ત્ર 78:45 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, તે મધમાખીઓ તેઓને કરડી અને દેડકાંઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.

ગીતશાસ્ત્ર 78:46 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી અને તેઓની મહેનતનું ફળ તીડને આપી દીધું.

ગીતશાસ્ત્ર 78:47 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે કરાથી તેઓની દ્રાક્ષવાડીઓ અને હિમથી તેઓનાં ગુલ્લરવૃક્ષોનો નાશ કર્યો હતો.

ગીતશાસ્ત્ર 78:48 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓનાં જાનવર કરાને અને તેઓનાં ટોળાં વીજળીને સ્વાધીન કર્યા.

ગીતશાસ્ત્ર 78:49 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમણે રોષ, ગુસ્સો અને તિરસ્કાર તેઓની વિરુદ્ધ સંહારક દૂતોની માફક મોકલ્યા.

ગીતશાસ્ત્ર 78:50 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાના કોપ માટે રસ્તો ખુલ્લો કર્યો; તેમણે મરણથી તેઓના પ્રાણ બચાવ્યા નહિ પણ તેઓના પર મરકી મોકલી.

ગીતશાસ્ત્ર 78:51 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે મિસરમાં સર્વ પ્રથમજનિતને મારી નાખ્યા; હામના તંબુઓમાં તેઓના પ્રથમ પ્રથમજનિત નરબાળકોને માર્યા.

ગીતશાસ્ત્ર 78:52 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે પોતાના લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ બહાર લાવ્યાં અને તેમણે અરણ્યમાં થઈને તેઓને ટોળાંની જેમ દોર્યા.

ગીતશાસ્ત્ર 78:53 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓને એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પણ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.

ગીતશાસ્ત્ર 78:54 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અને તેમણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, એટલે તેમને જમણે હાથે ખરીદાયેલા આ પહાડી દેશમાં પોતાના લોકોને લાવ્યા.

ગીતશાસ્ત્ર 78:55 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે તેઓની આગળથી વિદેશીઓને કાઢી મૂક્યા અને જમીન માપીને ઇઝરાયલનાં કુળોને વારસાના ભાગ પાડી આપ્યા અને તેમને તેઓના તંબુઓમાં વસાવ્યા.

ગીતશાસ્ત્ર 78:56 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તોપણ તેઓએ પરાત્પર ઈશ્વરની કસોટી કરવાનું તથા તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓ પાળી નહિ.

ગીતશાસ્ત્ર 78:57 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓ તેમના પૂર્વજોની જેમ પાછા ફરી જઈને અવિશ્વાસુઓની જેમ વર્તવા લાગ્યા; વાંકા ધનુષ્યના બાણની જેમ તેઓ આડે રસ્તે ચઢ્યા.

ગીતશાસ્ત્ર 78:58 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કેમ કે તેઓએ પોતાનાં ઉચ્ચસ્થાનો બનાવીને અને પોતાની કોરેલી મૂર્તિઓ વડે તેમને ઈર્ષ્યા ઉત્પન્ન કર્યો.

ગીતશાસ્ત્ર 78:59 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે ઈશ્વરે એ સાંભળ્યું, ત્યારે તે ગુસ્સે થયા અને ઇઝરાયલનો પૂરેપૂરો નકાર કર્યો.

ગીતશાસ્ત્ર 78:60 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેથી તેમણે શીલોહ નગરનો માંડવો એટલે જે તંબુ તેમણે માણસોમાં ઊભો કર્યો હતો, તેનો ત્યાગ કર્યો.

ગીતશાસ્ત્ર 78:61 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાનું સામર્થ્ય બંધનમાં અને પોતાનું ગૌરવ શત્રુના હાથમાં સોંપ્યા.

ગીતશાસ્ત્ર 78:62 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પોતાના લોકોને તલવારને સ્વાધીન કર્યા અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.

ગીતશાસ્ત્ર 78:63 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યા અને તેઓની કન્યાઓના લગ્નમાં ગીત ગાવામાં આવ્યાં નહિ.

ગીતશાસ્ત્ર 78:64 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓના યાજકો તલવારથી માર્યા ગયા અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.

ગીતશાસ્ત્ર 78:65 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેમ કોઈ ઊંઘમાંથી જાગે, તેમ, દ્રાક્ષારસના કેફથી શૂરવીર પુરુષની જેમ પ્રભુ ઊઠ્યા.

ગીતશાસ્ત્ર 78:66 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પાછળથી પોતાના શત્રુઓને માર્યા; તેમણે તેઓને સદાને માટે શરમિંદા કર્યા.

ગીતશાસ્ત્ર 78:67 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે યૂસફના તંબુનો નકાર કર્યો અને એફ્રાઇમના કુળનો સ્વીકાર કર્યો નહિ.

ગીતશાસ્ત્ર 78:68 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે યહૂદાના કુળને અને પોતાના પ્રિય સિયોન પર્વતને, પસંદ કર્યા.

ગીતશાસ્ત્ર 78:69 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.

ગીતશાસ્ત્ર 78:70 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેમણે વાડામાંથી ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યો.

ગીતશાસ્ત્ર 78:71 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દૂઝણી ઘેટીઓની પાછળ ફરતો હતો, ત્યાંથી તેમના લોકો યાકૂબના સંતાનનું તથા તેમના વારસા ઇઝરાયલનું પાલન કરવા તે તેને લાવ્યા.

ગીતશાસ્ત્ર 78:72 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્યસભર શાણપણથી દોર્યા.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 78 (ASV) »
King James Version (KJV)
Psalms 78 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 78 (GW) »
Berean Bible (BSB)
Psalms 78 (BSB) »
World English Bible (WEB)
Psalms 78 (WEB) »
French Bible (LSG)
Psaumes 78 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 78 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 78 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 78 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 78 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 78 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 78 (RVA) »
Italian Bible (RIV)
Salmi 78 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 78 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 78 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 78 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 78 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 78 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 78 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 78 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 78 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 78 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 78 (NORSK) »

GUJIRV Book Selection List