ગીતશાસ્ત્ર Chapter 37 GUJIRV Bible Verse Images

ગીતશાસ્ત્ર 37 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ગીતશાસ્ત્ર 37 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Gujarati. IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Gujarati (ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Gujarati Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Gujarati Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Gujarati Indian Revised Version Bible available in MySQL format.


ગીતશાસ્ત્ર 37:1 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દાઉદનું (ગીત). દુષ્ટતા આચરનારાઓને લીધે તું ખીજવાઈશ નહિ; અન્યાય કરનારાઓની ઈર્ષ્યા કરીશ નહિ.

ગીતશાસ્ત્ર 37:2 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે તેઓ તો જલ્દી ઘાસની માફક કપાઈ જશે લીલા વનસ્પતિની માફક ચીમળાઈ જશે.

ગીતશાસ્ત્ર 37:3 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ પર ભરોસો રાખ અને ભલું કર; દેશમાં રહે અને વિશ્વાસુપણાની પાછળ લાગ.

ગીતશાસ્ત્ર 37:4 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પછી તું યહોવાહમાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઇચ્છાઓ પૂરી પાડશે.

ગીતશાસ્ત્ર 37:5 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તારા માર્ગો યહોવાહને સોંપ; તેમના પર ભરોસો રાખ અને તે તને ફળીભૂત કરશે.

ગીતશાસ્ત્ર 37:6 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તે તારું ન્યાયીપણું અજવાળાની માફક અને તારા પ્રામાણિકપણાને બપોરની માફક તેજસ્વી કરશે.

ગીતશાસ્ત્ર 37:7 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહની આગળ શાંત થા અને ધીરજથી તેમની રાહ જો. જે પોતાના માર્ગે આબાદ થાય છે અને કુયુક્તિઓથી ફાવી જાય છે, તેને લીધે તું ખીજવાઈશ નહિ.

ગીતશાસ્ત્ર 37:8 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ખીજવાવાનું બંધ કર અને ગુસ્સો કરીશ નહિ. ચિંતા ન કર; તેથી દુષ્કર્મ જ નીપજે છે.

ગીતશાસ્ત્ર 37:9 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્કર્મીઓનો વિનાશ થશે, પણ જેઓ યહોવાહ પર ભરોસો રાખે છે, તેઓ દેશનું વતન પામશે.

ગીતશાસ્ત્ર 37:10 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
થોડા સમયમાં દુષ્ટો હતા ન હતા થશે; તું તેના ઘરને ખંતથી શોધશે, પણ તેનું નામ નિશાન મળશે નહિ.

ગીતશાસ્ત્ર 37:11 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.

ગીતશાસ્ત્ર 37:12 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટો ન્યાયીઓની વિરુદ્ધ ખરાબ યુક્તિઓ રચે છે અને તેની સામે પોતાના દાંત પીસે છે.

ગીતશાસ્ત્ર 37:13 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પ્રભુ તેની હાંસી કરશે, કેમ કે તે જુએ છે કે તેના દિવસો નજીક છે.

ગીતશાસ્ત્ર 37:14 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિર્વસ્ત્ર દરિદ્રીને પાડી નાખવાને તથા યથાર્થીને મારી નાખવાને માટે દુષ્ટોએ તલવાર તાણી છે અને પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે.

ગીતશાસ્ત્ર 37:15 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેઓની પોતાની જ તલવાર તેઓના પોતાના જ હૃદયને વીંધશે અને તેઓના ધનુષ્યને ભાંગી નાંખવામાં આવશે.

ગીતશાસ્ત્ર 37:16 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નીતિમાન લોકો પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટ લોકોની વિપુલ સંપત્તિ કરતાં ઘણું વધારે છે.

ગીતશાસ્ત્ર 37:17 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે દુષ્ટ લોકોના હાથોની શક્તિનો નાશ કરવામાં આવશે, પણ યહોવાહ નીતિમાન લોકોની કાળજી લેશે અને તેઓને ધરી રાખશે.

ગીતશાસ્ત્ર 37:18 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ ન્યાયીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વ કાળ ટકી રહેશે

ગીતશાસ્ત્ર 37:19 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જ્યારે તેઓનો સમય ખરાબ હોય છે, ત્યારે પણ તેઓ શરમાતા નથી. જ્યારે દુકાળ આવે, ત્યારે પણ તેઓ તૃપ્ત થશે.

ગીતશાસ્ત્ર 37:20 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ દુષ્ટો નાશ પામશે. યહોવાહના શત્રુઓ જેમ બળતણનો ધુમાડો થઈ જાય છે; તેમ નાશ પામશે.

ગીતશાસ્ત્ર 37:21 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટ ઉછીનું લે છે ખરો પણ પાછું આપતો નથી, પણ ન્યાયી કરુણાથી વર્તે છે અને દાન આપે છે.

ગીતશાસ્ત્ર 37:22 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જેઓ ઈશ્વરથી આશીર્વાદિત છે, તેઓ દેશનો વારસો પામશે, જેઓ તેમનાથી શાપિત છે તેઓનો સંપૂર્ણ વિનાશ થશે.

ગીતશાસ્ત્ર 37:23 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
માણસનો માર્ગ યહોવાહને પસંદ પડે છે અને તે ઈશ્વર તરફના તેના માર્ગો સ્થિર કરે છે.

ગીતશાસ્ત્ર 37:24 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
જો કે તે પડી જાય, તોપણ તે છેક જમીનદોસ્ત થશે નહિ, કેમ કે યહોવાહ તેનો હાથ પકડીને તેને નિભાવશે.

ગીતશાસ્ત્ર 37:25 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
હું જુવાન હતો અને હવે હું વૃદ્ધ થયો છું; પણ ન્યાયીને તજેલો કે તેનાં સંતાનને ભીખ માગતાં મેં કદી જોયાં નથી.

ગીતશાસ્ત્ર 37:26 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
આખો દિવસ તે કરુણાથી વર્તે છે અને ઉછીનું આપે છે અને તેનાં સંતાન આશીર્વાદ પામેલા હોય છે.

ગીતશાસ્ત્ર 37:27 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
બુરાઈથી દૂર થા અને ભલું કર; અને સદાકાળ દેશમાં રહે.

ગીતશાસ્ત્ર 37:28 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
કારણ કે યહોવાહ ન્યાયને ચાહે છે અને તે પોતાના વિશ્વાસુ ભક્તોને છોડી દેતા નથી. તે સદા તેઓનું રક્ષણ કરે છે, પણ દુષ્ટોનાં સંતાનનો વિનાશ કરશે.

ગીતશાસ્ત્ર 37:29 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ન્યાયીઓ વતનનો વારસો પામશે અને તેમાં તેઓ સદાકાળ રહેશે.

ગીતશાસ્ત્ર 37:30 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.

ગીતશાસ્ત્ર 37:31 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
તેના પોતાના હૃદયમાં ઈશ્વરનો નિયમ છે; તેના પગ લપસી જશે નહિ.

ગીતશાસ્ત્ર 37:32 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટો સદા ન્યાયી માણસો પર નજર રાખે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે.

ગીતશાસ્ત્ર 37:33 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ ન્યાયીઓને દુષ્ટ માણસોના હાથમાં પડવા દેશે નહિ જ્યારે તેનો ન્યાય થશે, ત્યારે તે તેને દોષિત ઠરાવશે નહિ.

ગીતશાસ્ત્ર 37:34 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને દેશનો વારસો પામવાને તે તને મોટો કરશે. જ્યારે દુષ્ટ લોકોનો નાશ થતો હશે, ત્યારે તું તે જોશે.

ગીતશાસ્ત્ર 37:35 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સામર્થ્યમાં ફેલાતો જોયો.

ગીતશાસ્ત્ર 37:36 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
પણ જ્યારે હું ફરીથી ત્યાં થઈને પસાર થયો, ત્યારે તે ત્યાં નહોતો. મેં તેને શોધ્યો, પણ તેનો પત્તો લાગ્યો નહિ.

ગીતશાસ્ત્ર 37:37 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
નિર્દોષ માણસનો વિચાર કર અને જે પ્રામાણિક છે તેને જો; શાંતિપ્રિય માણસને બદલો મળશે.

ગીતશાસ્ત્ર 37:38 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
દુષ્ટો સમૂળગા વિનાશ પામશે; અંતે તેઓના વંશજોનો અંત આવશે.

ગીતશાસ્ત્ર 37:39 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે; સંકટ સમયે તે તેઓનું રક્ષણ કરે છે.

ગીતશાસ્ત્ર 37:40 (GUJIRV)
Square Portrait Landscape 4K UHD
યહોવાહ તેઓને મદદ કરે છે અને તેમને છોડાવે છે. તે તેઓને દુષ્ટોથી છોડાવીને બચાવે છે કેમ કે તેઓએ તેમનો આશરો લીધો છે.

Available Bible Translations

American Standard Version (ASV)
Psalms 37 (ASV) »
King James Version (KJV)
Psalms 37 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 37 (GW) »
Berean Bible (BSB)
Psalms 37 (BSB) »
World English Bible (WEB)
Psalms 37 (WEB) »
French Bible (LSG)
Psaumes 37 (LSG) »
German Bible (LUTH1912)
Psalm 37 (LUTH1912) »
Punjabi Bible (PANIRV)
ਜ਼ਬੂਰ 37 (PANIRV) »
Hebrew Bible (HEB)
תהלים 37 (HEB) »
Portuguese Bible (BSL)
Salmos 37 (BSL) »
Vietnamese Bible (VIE)
Thánh Thi 37 (VIE) »
Spanish Bible (RVA)
Salmos 37 (RVA) »
Italian Bible (RIV)
Salmi 37 (RIV) »
Chinese Simplified (CUVS)
诗 篇 37 (CUVS) »
Chinese Traditional (CUVT)
詩 篇 37 (CUVT) »
Albanian Bible (ALB)
Psalmet 37 (ALB) »
Swedish Bible (SV1917)
Psaltaren 37 (SV1917) »
Russian Bible (RUSV)
Псалтирь 37 (RUSV) »
Ukrainian Bible (UKR)
Псалми 37 (UKR) »
Hungarian Bible (KAR)
Zsoltárok 37 (KAR) »
Bulgarian Bible (BULG)
Псалми 37 (BULG) »
Japanese Bible (JPN)
詩篇 37 (JPN) »
Norwegian Bible (NORSK)
Salmene 37 (NORSK) »

GUJIRV Book Selection List